SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ મિનg - મનાણ() (કથનને યોગ્ય જણાવવા યોગ્ય) આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે “અભિલાખ પદાર્થ બે પ્રકારે છે. 1. જણાવવાને યોગ્ય 2. જણાવવાને અયોગ્ય જે જણાવવાને યોગ્ય નથી તેની ચર્ચા નથી કરી પરંતુ જે પદાર્થો કથનને યોગ્ય છે, તેને કેવલી ભગવંતો કેવલજ્ઞાનથી જાણીને લોકના ઉપકાર કાજે ઉપદેશ દ્વારા જણાવે છે. fમનાવ - મિત્તાપ (ઈ.) (1. કહેવું, કથન કરવું, સંભાષણ 2. શબ્દસંદર્ભ, સૂત્રપાઠ, આલાવો) સાચો શિષ્ય તે છે કે જે ગુરુ વડે સહસા બોલાયેલા કથનને પણ સફળ બનાવે. પોતાની શક્તિ ન હોવા છતાં પણ મારા ગુરુદેવે કીધું છે ને બસ ! તેમણે કહેલું વચન હવે મારે સિદ્ધ કરી બતાવવાનું છે. એમ કરીને પુરુષાર્થના જોરે પોતાને તે કાર્યમાં ઝૂકાવી દે. એકલવ્ય અને દ્રોણાચાર્ય આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. अभिलावपावियट्ट - अभिलापप्लावितार्थ (पुं.) (શબ્દસહિતનો અર્થ, શબ્દ સાથે જોડાયેલ અર્થ) अभिलावपुरिस - अभिलापपुरुष (पुं.) (પુંલિગ વાચક શબ્દો મત્રા - મનાવ (.) (ઇચ્છા, પ્રાર્થના, કામના) યોગશાસ્ત્રમાં લખ્યું છે કે સો રૂપિયાવાળો હજારને વાંછે છે. હજારોપતિ લખપતિ, લખપતિ કરોડપતિ, કરોડપતિ અબજોપતિ બનવા ઇચ્છે છે. આમ આવી ઇચ્છાઓ પૂરી કરવામાં કરવામાં જીવન પૂરું થઈ જાય છે પણ ઇચ્છાઓ ક્યારેય સમાપ્ત થતી નથી.” अभिवड्डिय - अभिवद्धित (त्रि.) (1. અધિકમાસ 2. અધિકમાસવાળું વર્ષ) એકત્રીસ દિવસ અને એકસો ચોવીસ અથવા એકસો એકવીસ ભાગનો મહિનો હોય તેને અભિવર્ધિત કહેવાય છે. અથવા જે વર્ષમાં તેર ચંદ્રમાસ હોય તે વર્ષને અભિવર્ધિત કહેવામાં આવે છે. अभिवडेमाण - अभिवर्धयत् (त्रि.) (અભિવૃદ્ધિ કરતો, વધારતો) કોઇક જગ્યાએ કહેવાયું છે કે “ધર્મ કરતાં ધન વધે ધન વધતા મન વધ જાય, મન વધતાં મહિમા વધે વધતા વધતા વધ જાય” અર્થાત્ જે વ્યક્તિ પોતાના જીવનમાં ધર્મની વૃદ્ધિ કરે છે તેના જીવનમાં ધન, કીર્તિ, યશાદિની વૃદ્ધિ થાય છે. ધર્મ વધારતો પુરુષ અંતતોગત્વા પોતાનાં મહિમાને વધારે છે. મિલાયા - પિત્ત () (1. વચનથી સ્તુતિ કરવી 2. મસ્તક નમાવી ચરણસ્પર્શ કરવો, પ્રણામ, નમસ્કાર) પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત થયેલા આજના લોકો એવી દલીલો કરે છે કે સામાવાળા માટે તમારા મનમાં માન છે. એ જ ઘણું છે તેના માટે દેખાડો કરવાની શી જરૂર છે. આવા લોકેને કહેવાનું મન થાય છે કે તમારા મનમાં જે માન છે તેને દેખાડવાનું માધ્યમ બાહ્ય આચરણ છે. તેને દેખાડો ન કહેવાય. જો તમારું આચરણ જ સદ્નથી તો પછી તેમના માટેનું માન પણ ક્યાંથી સદ્ હોય. આથી જ તો ભારતીય સંસ્કૃતિમાં વડીલો આવતાં નાના લોકો ઉભા થઇને, મસ્તક નમાવી, ચરણસ્પર્શ કરીને તેમનું અભિવાદન
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy