________________ કૂવામાં રહેલ દેડકા માટે કૂવો જ તેની આખી દુનિયા છે. તેવા કૂપમંડૂકને જગત કેટલું વિશાળ છે તેની ખબર કેવી રીતે પડે? એ તો જે બહાર નીકળેલ હોય કે બહાર રહેલ હોય તેને જ સાચો ખ્યાલ આવે. તેમ અશાશ્વત અને તુચ્છ સંસારને જ સુખમય માનવાવાળા ભવાભિનંદી જીવોને અનાદિઅનંત એવા સિદ્ધના સુખોનો અનુભવ કેવી રીતે થાય? अभिणिसेहिया - अभिनषेधिकी (स्त्री.) (સ્વાધ્યાયભૂમિ) દિવસ દરમ્યાનયાચિત એકાંત સ્થાને સ્વાધ્યાય કરીને સૂર્યાસ્ત પહેલા પુનઃ પોતાની વસતિમાં પાછા આવી જાય તેવી વાધ્યાયભૂમિને અભિનૈધિક કહેવાય છે. અભિનૈધિક વસતિમાં સાધુને સ્વાધ્યાય સિવાયના અન્ય વ્યાપારનો નિષેધ કરવામાં આવ્યો છે. अभिणिस्सड - अभिनिस्सृत (त्रि.) (બહાર નીકળેલ) अभिणूमकड - अभिनूमकृत (त्रि.) (માયા અથવા કર્મથી અભિમુખ કરેલ, સન્મુખ કરેલ) જે જીવ તીવ્ર માયાએ કરીને અથવા મોહવશ દુષ્ટાચરણ કરે છે. તેના વડે અશુભકર્મનો બંધ કરે છે. તે કર્મોના તીવોદયે જીવ દુઃખોથી છેદાય છે અર્થાત વ્યાધિમરણાદિ વિપ્નો વડે દુઃખોને પ્રાપ્ત કરે છે. મિv - મમ7 (ઉ.) (નહીં ભેદાયેલ). જિનેશ્વર ભગવંતનાં વચનો સાંભળવાં છતાં પણ જેનું હૃદયસ્થળ દયાદિ ધર્મથી નથી ભેદાયું તેવો નિષ્ફરપરિણામવાળો આત્મા ફળદ્રુપતારહિત ઊખરભૂમિ જેવો છે. જેને પુષ્પરાવર્ત મેઘ પણ ભીંજવી શકતો નથી. अभिण्णगंठि-अभिन्नग्रंथि (त्रि.) (મિથ્યાત્વી, જેણે મિથ્યાત્વની ગ્રંથિ ભેદી નથી તે) જેણે કાયમ ગોળની જ રાબ પીધી હોય, તેને મીઠાઇના સ્વાદની ખબર શું પડે. તેમ જેણે હજી સુધી એકવાર પણ મિથ્યાત્વની ગ્રંથિનો ભેદ નથી કર્યો, તેવા અભિન્નગ્રંથીને સમ્યક્તપ્રાપ્તિથી થતાં પરમાનંદનો અનુભવ કેવો છે એ ખબર કેવી રીતે પડે. # મgujપુકો (ટે) (ખાલી પડીકી) કોઇ વ્યક્તિને ઠગવા માટે કે લોકની મશ્કરી કરવા માટે રસ્તા પર મુકવામાં આવેલ ખાલી પડીકીને અભિન્નપુડ કહેલમાં આવે છે. મfમvorit (નારિ ) - મિત્તા (મત્ર.) (જાણીને, બોધ પામીને) કંપનીમાં કામ કરતા વ્યક્તિને ખબર પડે કે કંપની. ઠગ અને અવિશ્વસનીય છે. તો હોંશિયાર વ્યક્તિ ત્યાં એક મિનિટ પણ ઊભો રહે ખરો? નહિ ને. તેમ સંસારમાં સુખ પછી આવનારા દુખનો અનુભવ કર્યા બાદ ખબર પડી જાય કે સુખો કાયમ રહેનાર નથી. સંસારના સુખો દુખગર્ભિત છે. આવું જાણીને વિદ્વાન પુરુષ એક ક્ષણ પણ સંસારમાં રહી શકે ખરો? अभिण्णायदंसण - अभिज्ञातदर्शन (त्रि.) (સમ્યત્ત્વની ભાવનાથી ભાવિત) अभिण्णायार - अभिन्नाचार (पु.) (અખંડિતાચાર) - 13 -