SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ મચંદ્ર - મત્ત (ઈ.) (1. યદુવંશીય અંધકવૃષ્ણીનો પુત્ર 2. તે નામે એક કુલકર 3. દિવસના છઠ્ઠા મુહૂર્તનું નામ) fમનg - મનન્ય (ઈ.) (શબ્દાર્થનું એકીકરણ) બૌદ્ધ વગેરે મતમાં અભિજલ્પનો અર્થ કરતાં કહ્યું છે કે, “અર્થ સાથે શબ્દનું એકીભૂતરૂપ થાય છે ત્યારે તે સ્વીકૃત અર્થાકારવાળા શબ્દને અભિજલ્પ કહેવામાં આવે છે.” કિનારૃ - કનાતિ (a.) (કુલીનતા, ખાનદાની) લોકમાં જેની પાસે પૈસો હોય તેને કુલીન માનવામાં આવે છે. પરંતુ લોકોત્તર જગતમાં એવું નથી. ધનવાન કેનિધન, રૂપવાન કે કરૂપ, ઊંચા કુળમાં જન્મેલ કે નીચકુળમાં જન્મેલનો ભેદ કર્યા વિના જેઓ વિવેકબુદ્ધિએ શિષ્ટાચરણ કરે છે તે જ કુલીન છે. કુલીનતા કોઈ વ્યક્તિ, જાતિ કે કુટુંબથી બંધાયેલ હોતી નથી. अभिजाणमाण - अभिजानत् (त्रि.) (1. આસેવના પરિજ્ઞા વડે આસેવન કરનાર 2. જાણવું.) ગમનાઈ - Mમિનાત (ર.). (1. કુલીન, ખાનદાનકુળમાં જન્મેલ 2. પક્ષના અગિયારમાં દિવસનું નામ) ધર્મસંગ્રહગ્રંથમાં કુલીનના ગુણો વર્ણવતાં લખ્યું છે કે “કુળવાન પુરુષોમાં આ પ્રકારના ગુણો હોય છે. તેમનું દાન ગુણ હોય છે. ઘરે આવેલ અતિથિનો આદર સત્કાર કરનારા હોય છે. અન્યનું પ્રિય કરીને મૌન રહેનારા, સભામાં પણ પરોપકાર માટે કથા કરનારા, લક્ષ્મીના અભિમાનરહિત, અન્યનો પરાભવ કરનાર કથાથી દૂર રહેનારા અને શાસંશ્રવણમાં સદૈવ અસંતોષ પામનારા હોય છે.' મનાયત્ત - મનાતત્વ () (સત્યવચનના 35 ગુણોમાંનો એક ગુણ) (તત્ત્વમાં જેને શ્રદ્ધા ઉત્પન્ન થઇ છે તે) જેમ માતા એ પિતા સાથે સંબંધ બાંધવામાં માધ્યમ છે. તેમ સદ્દગુરુએ પરમપિતા પરમાત્મા સાથે તાદાસ્યસંબંધ જોડવામાં પ્રધાન કારણ છે. સદગુરુના સંસર્ગથી તત્ત્વનો બોધ થાય છે. તત્ત્વોમાં રૂચિ જાગે છે અને તત્ત્વચિથી તેના પ્રરૂપક જિનેશ્વરભગવંત અત્યંત વહાલા લાગે છે. તેમના પ્રત્યેની શ્રદ્ધા અત્યંત દઢ થાય છે. મમMનિ - સમયો (મત્ર) (વિદ્યાદિના સામર્થ્યથી પ્રવેશ કરવા માટે) મનિય - મયુર્જ(અવ્ય.) (1. વશકરીને 2. આલિંગન કરીને 3. સ્મરણ કરાવીને 4. કોઇ કાર્યમાં લગાવીને) કહેવત છે કે ખાલી મન શેતાનનું ઘર હોય છે. વાયુ જેવું અતિચપળ મન નવરું પડતાં જ ફાલતુનાં વિચારોમાં લાગી જતું હોય છે. જે એકાંતે કર્મબંધનું કારણ બને છે. આથી મનને સતત કોઇને કોઇ સદ્કાર્ય કે તત્ત્વવિચારણાં લગાવીને રાખવું જોઇએ. fમયોસુમ (વ્ય.) (વિદ્યાદિના સામર્થ્યથી પ્રવેશ કરવા માટે)
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy