SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું જોઇએ.’ પ્રાણીની હિંસા કરીને તે વૈરનો અનુબંધ પાડે છે અને પરંપરાએ પોતાના આત્માનું અહિત કરે છે. જે જીવ અહિંસાધર્મનું પાલન કરે છે તે કર્મોનો નાશ, પુણ્યની વૃદ્ધિ અને પરમસુખની પ્રાપ્તિ કરે છે. ૩૫મા - અમરેન (ઉં.) (ત નામે પ્રસિદ્ધ એક રાજા). અમયા - અમયા (f) (1. હરડે, 2. દધિવાહનરાજાની એક રાણીનું નામ) સંસ્કૃત સુભાષિતમાં એક વાત કહેલી છે કે “યસ્થ નાસ્તિ કાતિ માતા તણાતા હરિત 'અર્થાત દુનિયામાં જેની માતા નથી તેની માતા હરડે છે. જેમ માતા બાળકનું લાલન-પાલન કરે છે. તેને બિમાર પડવા દેતી નથી. તેમ હરડે એવું ઔષધ છે કે જેનું નિત્ય ભક્ષણ કરવાથી માણસ કદાપિ બિમાર પડતો નથી. મમયારિટ્ટ - અમરિષ્ઠ () (તે નામે પ્રસિદ્ધ મઘવિશેષ) अभवसिद्धिय - अभवसिद्धिक (पु.) (અભવ્ય, સિદ્ધિ પામવાને અયોગ્ય) જે આત્માઓમાં સિદ્ધિ અર્થાતુ મોક્ષ પામવાની જરાય યોગ્યતા નથી તેવા જીવને અભવસિદ્ધિક કહેવામાં આવે છે. જેને આપણે અભવ્યના નામથી ઓળખીએ છીએ. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “નારકો બે પ્રકારે હોય છે 1. ભવસિદ્ધિક અને 2. અભવસિદ્ધિક'. અવિવ a) - ગમવ્ય (ઈ.) (1. અભવ્ય જીવ, સિદ્ધિ પામવાને અયોગ્ય 2. અસુંદર) કર્મગ્રંથોમાં ભવ્યજીવનો નિગોદથી લઇને મોક્ષ પ્રાપ્તિ સુધીનો વિકાસક્રમ દર્શાવવામાં આવેલ છે. જયારે અભવ્ય જીવ માટે એક શૂન્ય આકાર બતાવીને કહી દીધું કે તે ક્યારેય પણ સંસારચક્રમાંથી બહાર નીકળી શકે તેમ નથી. તે કર્મક્ષય નથી કરી શકતો એવું નથી. કર્મક્ષય કરવાની સંપૂર્ણ ક્ષમતા હોવાં છતાં મોક્ષપ્રાપ્તિમાં તેના આત્માની અયોગ્યતા જ મુખ્ય કારણભૂત બને છે. અમર -- *માર્ચ (.) (જેની પત્ની નથી તે, સ્ત્રી વગરનો) ભગવાન નેમિનાથને કૃષ્ણ રાજાની રાણીઓ લગ્ન કરવા માટે સમજાવતી હતી. ત્યારે પદ્માવતી નામની એક રાણી કહે છે. તે નેમિકુમાર ! જે પુરુષ પત્ની વગરનો હોય છે તેની કોઇ શોભા નથી હોતી. જગતમાં તેની ઉપર કોઈ ભરોસો પણ કરતું નથી માટે તમારે લગ્ન કરવા જોઇએ. દુનિયામાં આવાં કેટલાય લોકો છે. જે શ્રમણમાર્ગે જતાં આત્માઓ સામે આવી મિથ્થા દલીલો કરીને ધોરાતિઘોર કર્મોનો બંધ કરે છે. અમાવ - સમાવ (પુ.). (1. અશુભ પરિણામ 2. ધ્વંસ, નાશ 3. અવિદ્યમાનતા, અસત્ત્વ 4. અસંભવ 5. નિષેધ) નૈયાયિકોનો મત સાત પદાર્થો પર આધાર રાખે છે. એ સાત પદાર્થમાં તેઓ અભાવને પદાર્થ તરીકે સ્વીકારે છે. વસ્તુ તેની જગ્યા પર ન હોય ત્યારે તેનો ન હોવાનો જે બોધ થાય છે, તે અભાવ નામના પદાર્થના કારણે થાય છે, તે વસ્તુના કારણે નહિ. જયારે જૈનધર્મ અભાવ નામક પદાર્થનો અસ્વીકાર કરે છે. વસ્તુની અવિદ્યમાનતાથી જ પદાર્થનો અભાવ જણાય છે. તેના માટે અભાવ નામના નવા પદાર્થને ઉભો કરવાની જરાય જરૂર નથી. માલિય - સમાવિત (કિ.) (1. અયોગ્ય, અનુચિત, 2. ત્રીજું આશ્ચય) પ્રવૃત્તિ બે પ્રકારે છે 1, ઉચિત 2. અનુચિત. જે આચાર શિષ્ટપુરુષોમાં પ્રશંસાને પામે અને ઉત્તરોત્તર પ્રગતિનો સાધક હોય તે
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy