________________ * દૂર ( વ્ય) (ગ્રહણ કરીને, લઇને) જ્ઞાનસારના નિર્ભયાષ્ટકમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ લખે છે કે, એક જ્ઞાનરૂપી બ્રહ્માસ્ત્રને ગ્રહણ કરીને સતત મોહસૈન્યને હણતો મુનિ સદૈવ યુદ્ધના શીર્ષસ્થાને રહેલા નાગરાજની જેમ શોભે છે. અર્થાત તેવા મુનિને કર્મોનો પણ ભય નથી હોતો. દેડ- સાથતું (મધ્ય) (ધારણ કરવાને) માળ (ર. રેશt) (વિવાહ પછી વરગૃહે કન્યાને જમાડવામાં આવે તે) માવā - મધપત્ય (). (અધિપતિપણું, સ્વામીપણું, માલિકીભાવ) જે એવું કહેતો ફરતો હોય કે આ મારું છે. આ મેં કર્યું. મારું ઘર, મારી ગાડી, મારો પૈસા, મારો પરિવાર, મારી જાહોજલાલી. આવા લોકોના ગાલ ઉપર સણસણતો તમાચો મારતાં શ્રી આનંદઘનજી મહારાજ કહે છે. કબહી કાજી કબપીપાજી કબહી હુઆ અપભ્રજી કબહી જગમેં કીર્તિ ગાજી સબ યુગલ કી બાજી ભાઈ ! તું જે હું ને મારું એવો માલિકીભાવ કરે છે તે બધો જ તારો ભ્રમ છે. જગતમાં જે સ્વામી-સેવકભાવ, રાજા-રેકભાવ, કીર્તિ અને અપભ્રાજનાના તફાવત દેખાય છે, તે બધા જ પુદ્ગલના ખેલ છે. આમાં તો તું માત્ર એક સાધન છે. બાકી તારા હાથમાં કશું જ નથી. માટે ખોટી હોંશિયારીઓ મારવાનું છોડી દે. મહેતા - માપ (2) (ફેંકવું. આક્ષેપ કરવો) સંસાર તમને શિખવાડે છે કે આગળ વધવા માટે, જગતની સિદ્ધિ મેળવવા માટે છળ-કપટ કરો, બીજાનો ઉપયોગ કરો, અન્યના દોષોને ઉજાગર કરો. તેના પર આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરો. આવું કરવાથી તમને લોકોમાં માન-સન્માન, સંપત્તિ, સિદ્ધિ અને એક ઊંચાઇ પ્રાપ્ત થશે. જ્યારે ધર્મ કહે છે કે ભૌતિક ઉન્નતિને છોડીને આત્મોન્નતિનો વિચાર કરવો જોઇએ. તેના માટે સ્વાર્થ છોડીને પરાર્થ કર. પોતાનો વિચાર પછી કરજે પહેલા અન્યોનો વિચાર કરજે, બીજાના દોષો જોવાનું ટાળીને પ્રથમ પોતાના દોષોને જોજે. બીજાને આગળ વધારવામાં સહાય કરજે. આવું કરવાથી તને કદાચ ભૌતિકસુખ તો નહીં મળે પરંતુ જે આત્માનંદ મળશે. જે સુખની અનુભૂતિ થશે તે પૌદ્ગલિક સુખો કરતાં હજારગણી વધુ હશે. आहोहिय- आधोऽवधिक (पुं.) (નિયત ક્ષેત્રવર્તી અવધિજ્ઞાન) # મમળ% (ઈ.) (ઉપયોગપ્રધાન) આમ તો ધર્મ અને વ્યવહાર બન્ને એક બીજાની તદ્દન વિરુદ્ધ છે. એક પૂર્વ છે તો બીજું પશ્ચિમ. એક ત્યાગની વાત કરે છે તો બીજો લાભની. આવા વિરોધી પદો પણ એક સ્થાને પોતાની સમ્મતિ જણાવે છે. બન્ને તત્ત્વો એક વાત પર એકમત થાય છે અને તે છે ઉપયોગપ્રધાનતા. ધર્મ અને વ્યવહાર બન્ને કહે છે કે તમારી પ્રત્યેક ક્રિયા, આચારકે ચિંતન જો ઉપયોગપ્રધાન છે તો જ તે સાર્થક છે. ઉપયોગ વિનાના દરેક અનુષ્ઠાન નિષ્ફળતા અને કાયક્લેશ કરાવનારાજ છે. મન-વચન-કાયાની એકાગ્રતા એજ ઉપયોગ છે. જે તમને ભૌતિક સિદ્ધિ અને આધ્યાત્મિક મુક્તિ અપાવી શકે છે. શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ ‘આ’ કાટ શબ્દાર્થ વિવેચન સમાપ્ત