________________ आहारसण्णा - आहारसंज्ञा (स्त्री.) (ભોજનની ઇચ્છારૂપ આત્મપરિણામ, સંજ્ઞાવિશેષ) સંજ્ઞાનો અર્થ રૂચિવિશેષ અથવા બોધ થાય છે. જેમ કે આહારસંજ્ઞા એટલે જીવને ભોજન પ્રત્યેની સકારણ કે નિષ્કારણ રૂચિ થવી અથવા આ ભોજનને યોગ્ય પદાર્થ છે એવો આત્મપરિણામવિશેષ બોધ. દંડક પ્રકરણમાં કુલ સોળ પ્રકારની સંજ્ઞા બતાવવામાં આવેલી છે. દરેક ગતિમાં રહેલા જીવને ઓછીવત્તી માત્રામાં જુદી-જુદી સંજ્ઞા રહેલી છે. પરંતુ આહારસંજ્ઞા એવી છે કે જે ચારેય ગતિમાં વર્તતા જીવોને સમાનપણે વર્તે છે. પરંતુ નરક અને તિર્યંચ ગતિમાં રહેલા જીવોને તે વિશેષ પ્રકારે રહેલી હોય છે. આથી જ તો મનુષ્યનો ભવ હોવા છતાં કોઇ જીવ અત્યંતભોજી કે તેની રૂચિવાળો હોય તો સમજવું કે તે નરક કે તિર્યંચ ગતિમાંથી આવ્યો છે અથવા તો તે ગતિમાં જવા વાળો છે. आहारादिचागणुहाण - आहारादित्यागानुष्ठान (न.) (આહારાદિ ત્યાગરૂપ અનુષ્ઠાન) અત્યારે તો ગમનાગમન માટે પ્લેન, ટેન, ગાડી વગેરે સાધનનોની ઘણી જ સવલિયત છે. પરંતુ પૂર્વના કાળમાં માણસને વ્યાપાર ધંધાર્થે પરગામ કે પરદેશ જવા માટે બળદગાડા, સાર્થવાહ કે જહાજો રહેતા હતાં. તેમાં બેસીને જઈને આવવામાં મહિનાઓ કે વરસો લાગી જતાં હતાં. તેવા સમયમાં પોતાના શીલની રક્ષા કાજે તથા મનમાં કામવિકાર જાગ્રત ન થાય તે માટે તે કાળની સ્ત્રીઓ નિયમ લેતી હતી. કામવિકારને ઉત્પન્ન કરે તેવા આહારનો સદંતર ત્યાગ, શરીરની વિભૂષાઓ ન કરવી, જમીન ઉપર જ સૂઇ જવું વગેરે વગેરે અનુષ્ઠાનોનું પાલન કરતી હતી. અને આવા કઠોર અનુષ્ઠાનોના પાલન દ્વારા પોતાના શીલની રક્ષા કરતી હતી, આવી શીલવતી સ્ત્રીઓ હોય તો પછી યમરાજને પણ ઝૂકવું જ પડે ને. સાહગ્નિમાળા - મહિમા (ઉ.) (ભોજન કરતો, આહાર ગ્રહણ કરતો) आहारिज्जस्समाण - आहरिष्यमाण (त्रि.) (ભવિષ્યમાં ભોજન કરશે) મક્ષત્તિ - માહિક (વ્ય.) (ભોજન કરવા માટે) સાહરિત - આરિત (3) (ભોજન કરેલ, આહાર ગ્રહણ કરેલ) મહાવત્ર - માહર્તવ્ય (ર) (આહારને યોગ્ય, ભોજનને યોગ્ય) એક વાતની તો બધાને જ ખબર છે કે કાંકરામિશ્રિત અનાજ હોય તો કાંકરા દૂર કરાય અને અનાજને સંગ્રહી રખાય. કેમ કે કાંકરા ભોજનને યોગ્ય નથી. ખાવાને યોગ્ય તો ધાન જ છે. જો ધાનનો ત્યાગ કરીને કાંકરાને ખાવામાં આવે તો શરીર માટે નુકસાનકારી સાબિત થાય. આ બુદ્ધિ તો બધાને જ છે. જો આટલું નાનુ ગણિત આપણે સરળતાથી સમજી શક્તા હોઇએ, તો પછી એ વાત કેમ નથી સમજતા કે જીવનમાં સગુણો અને દુર્ગુણો હોય તો તેમાંથી દુર્ગુણોને જ દૂર કરાય. સગુણોને તો પકડીને રખાય. સદ્દગુણો જીવનને પુષ્ટ અને શુદ્ધ બનાવે છે. જ્યારે દુર્ગુણો જીવનને દુષ્ટ અને તિરસ્કારને પાત્ર બનાવે છે. સદ્દગુણો ઉપાદેય છે અને દુર્ગુણો એકાંતે ત્યાગવા યોગ્ય જ છે. ફ્રિારેમાળ - માહાત () (ભોજન કરતો) आहारेसणा - आहारैषणा (स्त्री.) (આહારની ગવેષણા, નિર્દોષ આહારની શોધ) 408 -