________________ ન જવું અને દુખ મળવા છતાં નાસી ન જવું તે તમારો પુરુષાર્થ છે. આથી જ તો કહેવાયું છે કે બેઠેલાનું ભાગ્ય બેસી રહે છે. સૂતેલાનું ભાગ્ય પણ સુતું રહે છે. અને દોડતા માણસનું ભાગ્ય પણ તેની સાથે સતત ભાગતું રહે છે. માસમ - શ્રમિન (6) (આશ્રમમાં રહેનાર, મુનિ, તાપસાદિ) મામત - અશ્વામિત્ર (!). (તે નામે એક નિહ્નવ) જિનધર્મમાં હોવા છતાં પણ કોઈ વાતનો એકાંત પકડીને જૈનધર્મથી અલગ પોતાનો અલગ મત પ્રવર્તાવનારને જૈન પારિભાષિક શબ્દમાં નિલવ કહેવામાં આવે છે. આર્ય મહાગિરિના શિષ્ય કૌડિન્ય અને તેઓના જ અશ્વમિત્ર નામક એ શિષ્યએ આવા જ કોઇ એક મતને પકડીને સામુચ્છેદિક મત પ્રવર્તાવ્યો. આથી તે નિહ્નવ તરીકે લોકમાં પ્રસિદ્ધ થયા. માસમુહ - અશ્વમુta (ઈ.) (તે નામે અંતર્લીપ). માસ - મા () (1. ખાઉધરો 2. ચિત્તપરિણામ, અધ્યવસાય) ચિત્તનો શુભ કે અશુભ વિચાર તેને શાસ્ત્રીય ભાષામાં પરિણામ, આશય કે અધ્યવસાય કહેલો છે. ષોડશક ગ્રંથમાં કહેલું છે કે આવા શુભ આશયના પ્રસિધિ, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ એમ કુલ પાંચ પ્રકાર છે. એટલે કે જ્યારે પણ આ પાંચ લક્ષણો પ્રાપ્ત થાય છે ત્યારે જીવનો અધ્યવસાય અત્યંત વિશુદ્ધ કોટીનો થતો હોય છે. * માશ્રય (કું.). (રહેવાનું સ્થાન, આધાર) * માફ્ટ (ર) (મોટું, મુખ) કહેવાય છે કે તમારા મનના ભાવોને પ્રગટ કરવાનું પ્રધાન સાધન જો કોઈ હોય તો તે મુખ્ય છે. તમારા ચિત્તના ભાવોને તમારું મુખતરત જ જણાવી દે છે. મનમાં જો સુખની અનુભૂતિ થતી હશે તો તમારા મુખ પર હાસ્ય તરવરતું હશે. તમારું મોઢું ખીલેલા ગુલાબ જેવું વિકસિત હશે. અને મન વ્યથિત કે દુખી હશે તો મોટું વિલાયેલું હશે. અથવા તો ઉદાસી છવાઇ ગઇ હશે. આ અવસ્થા તેની હોય છે જેનો આચારો અને વિચારો પર કોઈ કાબુ નથી હોતો. પરંતુ યોગી અવસ્થાને પ્રાપ્ત જીવનું વર્તન તદ્દન ભિન્ન હોય છે. સુખ કે દુખની લાગણીમાં પણ તેનું બાહ્યવર્તન એક સમાન વર્તાય છે. તેમના મુખ ઉપર હર્ષ કે શોકની લાગણી જરાપણ અનુભવાતી નથી. માસયંત - ગાયત્ (.) (આશ્રય કરતો, ગ્રહણ કરતો) आसयभेय - आशयभेद (पुं.) (અધ્યવસાય વિશેષ) સર્વજ્ઞ ભગવંતે કહેલી સર્વે આરાધના મોક્ષ તરફ લઇ જનારી અને એકાંતે સુખનો અનુભવ કરાવનારી કહી છે. જે જીવ તેની શ્રદ્ધાથી અને સાચા ભાવથી આરાધના કરે છે તેને તે આરાધનાનો ફલાસ્વાદચોક્કસપણે ચાખવા મળે છે. આરાધના કરતા સમયે મનમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે કેમ કે આ અનુષ્ઠાનથી મને ઇચ્છિત ફળ મળશે કે નહીં એવો આશયભેદ ચંદ્રમાં કલંક સમાન કહેલો છે. જે આરાધનાના ફળને ખંડિત કરે છે. આથી જ ષોડશકાદિ ગ્રંથોમાં કહેલું છે કે આશયભેદ કર્યા વિના કરવામાં આવતી આરાધના તેના નિર્ધારિત ફળને આપે જ છે. 389