SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ અને આચારપ્રણિધિ વચ્ચે તાત્ત્વિક સંબંધ છે. તે એ છે કે પૂર્વે કહેલ નિરવઘ વચન આચારયુક્ત સાધુને જ સંભવે છે. આથી તે આચાર કયા છે તેનું કથન કરીએ છીએ. आयारपत्त - आचारप्राप्त (त्रि.) (બ્રહ્મચર્યાદિ આચારયુક્ત) જેવી રીતે સુભાષિત સંગ્રહમાં કહેવામાં આવ્યું છે કે સુખાર્થીને વિદ્યા નથી સંભવતી, અને વિદ્યાર્થીને સુખ નથી સંભવતું. તેવી જ રીતે તંડુલવૈતાલિક શાસ્ત્રમાં કહેલું છે કે બ્રહ્મચર્યાદિ આચારવાળા જીવને અબ્રહ્મરૂપ દૂષણ નથી સંભવતું. અને દૂષણયુક્ત સાધુને આચારનો એક અંશ પણ નથી સંભવતો. બન્ને વસ્તુ એક-બીજાથી વિપરીત અવસ્થાવાળા કહેલા છે. आयारपरक्कम - आचारपराक्रम (पु.) (જ્ઞાનાચારાદિ પ્રવૃત્તિબળયુક્ત) દશવૈકાલિક સૂત્રની દ્વિતીય ચૂલિકામાં કહ્યું છે કે “જે સાધુ જ્ઞાનાચાર, દર્શનાચાર આદિ પાંચાચારરૂપ પ્રવૃત્તિબળયુક્ત હોય છે તેને જ ઇંદ્રિયોનો સંવર, મનની અનાકૂળતારૂપ સમાધિ પ્રાપ્ત થાય છે અને તેવી સંવર અને સમાધિ દ્વારા મૂલગુણ અને ઉત્તરગુણો આત્માની અપ્રતિપાતિ શુદ્ધિ માટે થાય છે અર્થાત એકાંતે કર્મક્ષય કરનારી થાય છે.” ગાયમંડ - 3 () (પાત્રા-પાટ-રજોહરણાદિ સાધુના ઉપકરણો) आयारभंडसेवि (न्)- आचारभाण्डसेविन् (पुं.) (શાસ્ત્રોક્ત વ્યવહારથી ઉપકરણને સેવનાર) શાસ્ત્રોમાં ઉપકરણનો અર્થ કરવામાં આવ્યો છે કે “મોક્ષમાર્ગના સાધક આચારપાલનમાં જે સાધન ઉપકારક હોય તે ઉપકરણ જાણવા.' અર્થાત જેના દ્વારા નિર્દોષ સાધુ જીવન જીવી શકાય તે પ્રત્યેક સાધનો ઉપકરણ છે. ઓઘનિર્યુક્તિ, પ્રવચનસારોદ્ધારાદિ ગ્રંથમાં તે તે નિર્દોષ સાધનનોનું વિધાન કરવામાં આવેલું છે. તે શાસ્ત્રવિહિત સાધનોનું સેવન કરનાર સાધુ આચારભાંડસેવી અથવા તો આરાધક ગણાય છે. અને તે સિવાયના સ્વકલ્પનાથી સાધનનોનું સેવન કરે છે તેને અસાધુ તથા વિરાધક કહેલ છે. आयारमन्तर - आचारान्तर (न.) (અન્ય આચાર, જ્ઞાનાદિ આચારવિશેષ) સામાન્યથી સાધુએ તેમના આચારોનું પાલન નિયમિતપણે કરવાનું હોય છે. અને જે આચારો જે સમયે પાળવાના હોય તે સમયને સાચવીને પાળવા એવું ઉત્સર્ગમાર્ગે શાસ્ત્રીય કથન છે. પરંતુ જ્ઞાનાચારાદિ વિશેષ આચાર ઉપસ્થિત થયે છતે. અથવા શાસનપ્રભાવનાદિ અન્ય કાર્યવ્યવધાન આવ્યું છતે જે તે આચારોનો ત્યાગ કરીને અન્ય આચારોનું સેવન કરવામાં આવે તે આચારાન્તર છે. માયામકુ - Hવાર (ઉ.) (જ્ઞાનાદિ આચારનિમિત્તે) દશવૈકાલિક સૂત્રની ટીકામાં કહેલું છે કે “જ્ઞાનાદિ આચારની પ્રાપ્તિ નિમિત્તે વિનરૂપ ગુણને પ્રયોજવો જોઇએ. કારણ કે જ્ઞાનાદિ આચારની પ્રાપ્તિનો એ મુખ્યમાર્ગ છે. જેવી રીતે ઇચ્છિત સ્થાનને પ્રાપ્ત કરવા માટે યોગ્ય માર્ગનું ચયન, રસ્તામાં તેના જાણકારને પૂછવા રૂપે પ્રવૃત્તિને આપણે ઉપાદેય માનીએ છીએ. તેવી જ રીતે જેની પાસે જ્ઞાનાદિ આચારોનું જ્ઞાન છે, તેને મેળવવા માટે વિનયાદિને કરવું શ્રેષ્ઠ વર્તન છે. માવા (અંત) 4 - માવાવ (કિ.) (આચારયુક્ત, જ્ઞાનાદિ આચારવાળો) વસ્તુના જ્ઞાન માત્રથી કાર્યની નિષ્પત્તિ નથી થતી. તેવી જ રીતે જ્ઞાનવિનાની પ્રવૃત્તિથી પણ કાર્યની સિદ્ધિ નથી થતી. જ્ઞાન અને ક્રિયા બન્ને ભળે ત્યારે જ કાર્ય સુનિષ્પન્ન થાય છે. ઠાણાંગ સૂત્રમાં આચારવંતની વ્યાખ્યા કરતાં કહ્યું છેકે, “જ્ઞાન અને આસેવનાયુક્ત 3410
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy