SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ માયત (ય) રજવું - ગાયતક્ષ૬ (ઈ.) (દીર્ઘદર્શ) દીર્ઘદર્શીનો અર્થ માત્ર લાંબે સુધી જોઈ શકે તેવો નથી, પરંતુ લાંબા ગાળાના લાભ કે નુકસાનને જે જોઈ શકે તે દીર્ધદર્શી છે. નજીના લાભ કે નુકશાનને તો અસંજ્ઞી એવા કીડી-મંકડા પણ જોઈ શકે છે. જે વર્તમાનકાળની પ્રવૃત્તિથી ભવિષ્યમાં તેની શું અસર પડી શકે છે, તેનું સ્પષ્ટ જ્ઞાન ધરાવે તે જ ખરા અર્થમાં દીર્ઘદ છે. આપણને પૈસાના પ્રતાપે જાત-જાતના સુખો ભોગવવા મળે છે. એટલે આપણે એવું જ્ઞાન નિર્ધારિત કરી બેઠા છીએ કે પૈસો બધા જ સુખનું કારણ છે. જયારે સર્વજ્ઞ, સર્વદર્શી એવા કેવલજ્ઞાની ભગવંતને સ્પષ્ટપણે બોધ છે કે અલ્પકાલીન સુખની પાછળ દીર્ઘકાલીનદુખોનો પહાડછૂપાયેલો છે. આ ભવમાં મજા કરાવનાર પૈસો પરભવમાં દુર્ગતિના દુખો આપનાર છે. આથી કેવલજ્ઞાની અને તેઓ દ્વારા પ્રરૂપિત શાસ્ત્રોનો અભ્યાસ કરનાર જીવ પણ દીર્ઘદર્શી છે. आयतचरित्त - आयतचरित्र (न.) (મોક્ષમાર્ગ સાધક પ્રવૃત્તિ) રાત-દિવસ, અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોનો વિચાર કર્યા વિના સુખ મેળવવાની આશાથી પુરુષ સતત આમથી તેમ ફર્યા કરતો હોય છે. છત જાતના પ્રયત્નો કરતો જોવા મળે છે. ભૂખનાદુખને મટાડવા માટે સ્ત્રી રસોડામાં ગરમી વગેરે તકલીફોને અવગણીને પ્રયત્નો કરતી હોય છે. આ જગતમાં દરેક જીવ સુખદ અંત માટે સતત પ્રવૃત્તિમય રહેતો હોય છે. પરંતુ ખરા અર્થમાં તેમને પૂછો તો શું તે પ્રયત્નોનો ક્યારેય અંત આવે છે ખરા જવાબ છે ક્યારેય નહીં. કેમ કે કાણાં લોટામાં ગમે તેટલું પાણી નાંખો તે કોઇ દિવસ ભરાવવાનું જ નથી. માટે ખોટી વસ્તુની આશાએ કરેલી પ્રવૃત્તિ ક્યારેય વિરામ પામવાની નથી. મોક્ષમાં બિરાજમાન સિદ્ધ ભગવંતોએ પણ સંસારમાં રહીને એવી સાર્થક પ્રવૃત્તિ કરી કે તેમને પુનઃ ક્યારેય પણ ફરીથી પ્રયત્ન કરવાનો વારો જ નથી આવ્યો. માયત (2) ગન - યતયોગ (ઈ.) (સંયત મન-વચન-કાયયોગ, સમ્યક્મણિધાન) શાસ્ત્રોમાં પ્રણિધાનનો અર્થ કરવામાં આવ્યો છે મન-વચન અને કાયાની એકાગ્રતા અથવા તેનો સંયમ તે પ્રણિધાન છે. સંસારમાં જે પણ પરસ્પર રાગ, દ્વેષ, ઇર્ષ્યા, અસૂયા, કલહ વગેરે વિચિત્રતાઓ જોવા મળે છે તેની પાછળ મુખ્ય કારણ છે પ્રણિધાનત્રિકનું અસંયમીપણું. કોઇની અપેક્ષાઓ કાબૂમાં નથી રહેતી, તો કોઈ પોતાના શબ્દો પર સંયમ નથી જાળવી શકતો અને કોઈને પણ ઠેસ લાગી જાય તેવું વચન બોલી જતો હોય છે. તો કોઇ પોતાના દુષ્ટ વર્તનોને કારણે લોકમાં હાસ્ય કે પ્રતાડનાના પરિણામને ભોગવે છે. જ્ઞાનીભગવંત કહે છે કે જે જીવ ત્રણ યોગને કાબૂમાં રાખી શકે છે તે જ જગપૂજ્ય બની શકે છે. અર્થાત્ તે જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. માયતz - જયતાઈ (.) (મોક્ષ, મુક્તિ) માયત () - માવતર્થન (ઈ.) (મોક્ષાભિલાષી, મુમુક્ષુ) માછીમાર માછલીઓને પકડવા માટે તીક્ષ્ણ કાંટ ઉપર લોટ ભરાવીને માછલીને લલચાવવાના પ્રયત્નો કરતો હોય છે. માછલીને ખબર નથી હોતી કે મીઠા લોટની પાછળ પ્રાણનાશક તીક્ષ્ણ કાંટો છુપાયેલો છે. તે તો માત્ર લાલસાને વશ થઇને લોટ ખાવા દોડી જાય છે. જેવો લોટ ખાવા માટે તે બટકું ભરે છે. એવો જ પેલો કાંટો તેના મુલાયમ તાળવામાં ભોંકાઈ જાય છે. અને અંતે મૃત્યુ પામે છે. બસ મોહરાજરૂપી માછીમાર પણ આપણી સાથે આવું જ કાંઇક કરી રહ્યો છે. તે પૈસો, પત્ની, ગાડી, બંગલો, સ્વાદિષ્ટ વાનગીઓ વગેરે જાત જાતના મીઠા લોટ જેવા સુખો આપે છે. પરંતુ તે લોટની પાછળ તિર્યંચગતિ, નરકગતિ, નિગોદરૂપી વગેરે ભયાનક કાંટો છૂપાયેલો દેખાતો નથી. સુખની લાલસાએ જીવ તે લોટ ખાઈ લે છે, અને પછી દુખોની પરંપરા ભોગવે છે. આથી જ જિનેશ્વરદેવ કહે છે કે અભિલાષા કે ઇચ્છા કરવી હોય તો મોક્ષની કરો. જે તમને ક્યારેય દગો નહીં આપે. તેનું સુખ અનંત અને અવ્યાબાધ છે. 330
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy