SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ પછી જે છંદો તૈયાર થાય છે. તે દરેકના મોંઢામાં પાણી લાવી દે છે. બસ આવું જ કાંઇક છે જિનશાસનને શોભાવતા શાસનપ્રભાવક આચાર્યો માટે. જિનશાસનમાં જેને કોહિનૂર હીરા કહી શકાય તેવા સાધુઓને તૈયાર કરવા પાછળ તેમના ગુરુવર્યોએ આપેલો પોતાના જીવનનો અમૂલ્ય સમય કારણભૂત છે. તેઓએ પોતાના તન-મન કે જીવની બધી જ મૂડી જિનશાસનને સમર્પિત કરી દીધેલી હોય છે. અને પછી જે શિષ્ય તૈયાર થાય છે. તે જિનશાસનને એક અનેરી ઊંચાઇએ લઇ જાય છે. માસિ - મરિષ (7) (1. માંસ 2, ધન-ધાન્યાદિક ભોગ્ય પદાર્થ 3. સુંદર, મનોહર) રાગને જેટલો ભયાનક કહ્યો છે. તેટલા જ ખતરનાક તેને ઉત્પન્ન કરનારા કારણો પણ છે. એટલે કે રાગ એ મોક્ષમાર્ગમાં જેટલો બાધક બને છે. તેટલા જ અવરોધક રાગને કરાવનાર તેના કારણો પણ છે. આથી જેમ રાગ હેય છે, તેમ તેના જન્મદાતા સ્થાન, વસ્તુ કે અધ્યવસાયો પણ સર્વથા હેય કહેલા છે. પરંતુ ઘણા દુખની વાત એ છે કે આપણે રાગને છોડવા માંગીએ છીએ. પરંતુ તેના કારણોને સતત સાથે રાખીને જ ચાલવા માંગીએ છીએ. જો રોગને મટાડવો હોય તો તે રોગ જેનાથી થાય છે, તે કારણને પણ અવગણવું ઘટે. આઇસ્ક્રીમ ખાવાથી શરદી થઈ હોય તો તે આઈસ્ક્રીમનો ત્યાગ પહેલો કરવો પડે. કેમ કે આઇસ્ક્રીમ ખાવો અને શરદી મટાડવી બન્ને સાથે સંભવી શકતાં નથી. તેમ રાગને છોડવો અને તેના કારણોને પકડી રાખવા બન્ને સાથે ના હોઈ શકે. आमिसत्थि - आमिषार्थिन् (त्रि.) (માંસનો અભિલાષી, માંસની પ્રાર્થના કરનાર) માજિય - મણિકપ્રિય (3) (1. માંસનો અભિલાષી, માંસભક્ષી 2. કંક પક્ષીવિશેષ) મહારાજા કુમારપાળ જિનધર્મ પામ્યા પૂર્વે શૈવધર્મી હતાં. તેઓ શિવના પરમ ઉપાસક હતાં. સાથે સાથે તેઓ માંસાહારી પણ હતાં, તેઓને ભોજનમાં માંસ અતિપ્રિય હતું. આથી તેઓ વારે તહેવારે વારંવાર ભોજનની દાવતો આપીને માંસનું ભક્ષણ કરતાં. પરંતુ જ્યારે તેમના જીવનમાં પરમકૃપાળુ હેમચંદ્રાચાર્યજી મહારાજનું આગમન થયું. ત્યારથી તેમના જીવને એક અલગ જ દિશા પકડી લીધી. જેમને માંસ અત્યંત પ્રિય હતું. જેઓને તેના વિના એક દિવસ પણ નહોતું ચાલતું. તે જ રાજા કુમારપાળે જો વિચારમાં પણ માંસ આવી જાય તો અઠ્ઠમ તપનું પ્રાયશ્ચિત્ત કરવાનો અભિગ્રહ લીધો. ધન્ય હોજો ! તે પરમહંતુ કમારપાળને અને કોટિ કોટિ વંદન હોજો ! તેમના જીવનનું ઘડતર કરનારા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજને. आमिसलोल - आमिषलोल (त्रि.) (માંસભક્ષી, માંસભક્ષણમાં આસક્તિવાળો, માંસલંપટ) આજનો માનવ બે વ્યક્તિત્વમાં જીવતો થઈ ગયો છે. બીજાના માટે અલગ દૃષ્ટિકોણ અને પોતાના માટે અલગ પ્રકારનો જ દષ્ટિકોણ. કોઇ તેની સાથે છેતરપિંડી કરે તો સામેવાળો દુષ્ટ કહેવાય. અને પોતે કોઇની સાથે ચિટિંગ કરે તો તે પોતાની હોંશિયારી માને, કોઈ તેને ન બોલાવે તો તે વ્યક્તિ ઘમંડી કહેવાય. અને પોતે કોઇને જાણી જોઈને ન બોલાવે તો પોતે બહુ બિઝી કહેવાય. કોઈ જંગલી પશુ માંસ ખાય તો તેને મારી નાંખવો જોઈએ એવું મંતવ્ય આપે. અને માંસલંપટ પોતાને માંસાહર કરવો તે તેનો અધિકાર ગણાય. પરંતુ એક વાત ધ્યાન રાખજો કે આ બેવડી નીતિ કદાચ દુનિયાના માણસો સામે ચાલી જાય છે. પરંતુ ઉપર બેઠેલ કર્મસત્તા તો એક એક પાઇનો હિસાબ રાખે છે. સમયા? મકાઇશ્વર - આમિષાવર્ત (ઈ.) (આવર્તનો એક ભેદ, માંસાર્થી સમડી આકાશમાં જે આવર્તન કરે તે) आमिसाऽऽहार - आमिषाहार (त्रि.) (માંસાહારી, માંસનું ભક્ષણ કરનાર) મુકે - માણ(ra.) (1. ઘસવું, મર્દન કરવું 2. સાફ કરવું, શુદ્ધ કરવું 3. વિપર્યાસ કરવો, ઉદું કરવું) 22 2 -
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy