SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તેવા કાર્યોને જ આચરવું જોઇએ. આપણે રોજીંદા વ્યવહારમાં પણ આ જ નિયમને અપનાવતાં હોઇએ છીએ. જેમ કે જે ગાડી ઇચ્છીત સ્થાને જતી ન હોય તો તેમાં ક્યારેય સવારનથી થતાં. જે કપડાં તમને માફક ન આવતા હોય તેને કોઇ દિવસ નથી પહેરતાં. જે ખોરાક તમને અનુકૂળ ન હોય તેને કદાપિ નથી આરોગતાં, તો પછી જે પ્રવૃત્તિથી આત્માનું કલ્યાણ થવાનું જ નથી. જેનાથી શાશ્વત સુખની અનુભૂતિ નથી મળવાની તેવા કાર્યો શા માટે કરવામાં આવે છે? મામા - મામા (જી.) (1. પ્રભા, છાયા 2. દીપ્તિ, પ્રકાશ 3. કાન્તિ, શોભા) સકલાહંત સ્તોત્રમાં ચોવીસ તીર્થકરોની સ્તવના કરવામાં આવેલી છે. તેમાં એકવીસમાં તીર્થપતિ નમિનાથની સ્તવના કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત લખે છે. હે પ્રભુ! આપના ચરણોમાં કરોડો દેવતા આળોટી રહ્યા છે. અને જયારે તેઓ આપની સમક્ષ મસ્તક ઝૂકાવીને ઉભા છે. તે સમયે તેમના મુકુટો શોભી રહ્યા છે તેમાં મુખ્ય કારણ મુકુટમાં રહેલ મણિ નથી. પરંતુ આપના ચરણોના નખની કાંતિ જે બહાર પ્રસરી રહી છે તે કાંતિ દેવોના મુકુટમાં રહેલા મણિઓમાં પ્રતિબિંબિત થાય છે. અને તે પ્રતિબિંબિત મણિઓના પ્રતાપે દેવોના મુફટોની શ્રેણીઓ શોભી રહી છે. જે જિનેશ્વર દેવના નખની કાંતિ આટલી અદ્દભૂત હોય. તેઓના સંપૂર્ણ અપ્રતિમ રૂપનું તો કથન જ કેવી રીતે સંભવી શકે છે. आभास+ आभास (पुं.) (1. દુષ્ટ હેતુ, કારણરૂપે જણાતો અસત્ય હેતુ 2. સમાન પ્રકાશ, કાન્તિ) કારણ હોતે છતે કાર્યનું થવું અને કારણના અભાવમાં કાર્યનું ન થવું તે સામાન્ય વ્યાખ્યા છે. ન્યાય શાસ્ત્રમાં કારણને હેતુ પણ કહેવામાં આવેલ છે. તમે જે કાર્યનો ઉલ્લખ કરી તેની પાછળનો હેતુ સાચો અને કાર્યસાધક હોવો જોઇએ. જો હેતુ કાર્ય સાધક નથી અથવા સાચો નથી તો કાર્યની નિષ્પત્તિ કે બોધમાં તે બાધક બને છે. આવા અસદુહેતુને ન્યાય શાસ્ત્રમાં હેવાભાસ કહેલ છે. જે સાચો હેતુ નથી પણ હેતુ જેવો આભાસ કરાવનાર હોવાથી તે હેત્વાભાસ છે. મfસવ - ગામrષ (પુ.) (1. તે નામે પ્લેચ્છ દેશ 2. તે નામે સ્વેચ્છની એક જાતિ) * માષિત (ર) (પરસ્પર કહેવાયેલ) મામસિર - મામrfષ (હિ) * (ઈ.) (1. તે નામે અંતર્લીપ ર. અંતર્લીપમાં રહેનાર મનુષ્ય) TAસિયલીવ - Twifષ (f) [v (ઈ.) (ત નામે એક અંતર્લીપ). પ્રજ્ઞાપના સૂત્રમાં આ દ્વીપનું કથન આ પ્રમાણે કરવામાં આવેલું છે. હિમવંત પર્વત જ્યાં સમાપ્ત થાય છે ત્યાંથી પ્રારંભીને અગ્નિકોણ દિશામાં ત્રણસો યોજન સુધી લવણસમુદ્રને સ્પર્શીને રહેલ દ્વિતીય દાઢા ઉપર એક ઉરુદ્વીપપ્રમાણ ક્ષેત્રમાં આભાષિક નામનો દ્વીપ આવેલો છે. મામા - મામા (ઉ.). (ત નામક દ્વીપમાં ઉત્પન્ન થનાર પુરુષ કે સ્ત્રી) ગોળ - ગાયો () (1. દાસ, સેવક, કર્મકર, નોકર 2. આભિયોગિત દેવવિશેષ) વીતરાગ સ્તોત્રની અંદર વીસમાં પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત કહે છે હે પ્રભુ! મારે ચક્રવર્તી, વાસુદેવ કે રાજા નથી થવું. મારે તો તમારા ચરણોમાં સેવક થઈને રહેવું છે. હું તમારો દાસ, શ્રેષ્ય, સેવક, કિંકર બનવાની ઇચ્છા ધરાવું છું. બસ ! માત્ર કરનાના કારણે કામ 312
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy