________________ * માપૂર્ણમાળ (કિ.) (ચારેય બાજુથી ભરેલું, સર્વત્ર વ્યાસ) આજનું સાયન્સ કહે છે કે પૃથ્વી ગોળ છે. આ ગોળ પૃથ્વીમાં ત્રણ ભાગમાં પાણી અને એક ભાગમાં જ પૃથ્વી છે. જેની અંદર મનુષ્યો વસવાટ કરે છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરે શાસ્ત્રોમાં પણ કહેવું છે કે અત્યારે આપણે જ્યાં વસીએ છીએ તે જંબુદ્વીપ છે અને તેની ચારેય બાજુ ફરતો બે લાખ યોજનનો લવણ સમુદ્ર આવેલો છે. એટલે વચ્ચેના ભાગમાં પૃથ્વી અને બાકીની ચારેય બાજુ માત્ર પાણી જ પાણી છે. સાયન્સ પણ જૈન દર્શનની નજીક છે. તેનામાં અને આપણા દર્શનમાં ફરક માત્ર એટલો જ છે કે આપણી પાસે કેવળી ભગવંતે પ્રરૂપેલા શાસ્ત્રો છે. અને તેની પાસે નિર્જીવ સાધનો છે. આથી તેઓ ગમે તેટલું સંશોધન કરે તે અપૂર્ણનું અપૂર્ણ જ રહે છે. માહિત્ય - મrોદિત (ઉ.) (હાથ વગેરે પછાડવું) માવજદુન - આપવઘુત્ર (2) (રત્નપ્રભા નારકમાં આવેલ જલપ્રચૂર સ્થાન) સાવા - વાધ () (1. ક્લેશ, પીડા 2. માનસિક પીડા). રાજા વિક્રમાદિત્ય સિદ્ધસેન દિવાકરનો પરમ ભક્ત હતો. પોતાના ગુરુને ચાલીને રાજસભામાં આવવું ન પડે તે માટે તેમને લેવા પાલખી મોકલતો હતો. ભક્તને ખોટું ન લાગે તે માટે કરીને સિદ્ધસેન દિવાકર સૂરિ પણ વિરોધ નહોતાં કરતાં. પરંતુ ધીરે ધીરે તેમને પાલખીની આદત પડી ગઇ. આ વાતની ખબર તેમના ગુરુ વાદિ દેવસૂરિને ખબર પડી. ગુરુને દુખ લાગ્યું કે બીજાનું કલ્યાણ કરવાની ભાવનામાં શિષ્ય આત્માનું અહિત કરી રહ્યો છે. આથી તેમને પ્રતિબોધ પમાડવા માટે ગુરુએ રૂપપરિવર્તન કર્યું. અને આચાર્યની પાલખી ઉપાડનારા પુરુષોમાં ભળી ગયા. જ્યારે પાલખી ઉપાડવાનો સમય આવ્યો ત્યારે વૃદ્ધાવસ્થાના કારણે તે ભાર વહન ન કરી શક્યા અને પાલખી નમી ગઇ. આથી આચાર્યશ્રીએ કહ્યું તિવયં વાઘતિભાઇ ! શું તારો ખભો દુખે છે? ગુરુએ તક મેળવીને તરત જવાબ આપ્યો ક્રૂયં તથા વાથતે કથા તવ વાઘતિ રાવતે અર્થાતુ મને ખભો એવો નથી દુખતો જેમ તે બાધતે સંસ્કૃત શબ્દનું ખોટું રૂપ બાધતિ કર્યું તે દુખે છે. આચાર્યશ્રીને તરત ખબર પડી ગઈ કે આ તો ગુરદેવ છે. અને તરત જ પાલખીમાંથી ઉતરીને ગુરુના પગે પડ્યા. પોતાની ભૂલની માફી માંગીને પ્રાયશ્ચિત્ત કર્યું. મામંર ગામ (ઈ.) (1, તે નામે એક ગ્રહ 2, વિમાનવિશેષ) મામા - મામા (જ.) (આભૂષણ, ઘરેણાં) માણસ સુંદર દેખાવા માટે જાત જાતના ઘરેણાં વગેરે ધારણ કરતો હોય છે. હાથમાં સોનાની વીંટી, ગળામાં સોનાની ચેન, કાંડા પર ડાયમંડવાળું બ્રેસ્લેટ પહેરે છે. બહેનો તો ભાઇઓ કરતાં પણ ચઢી જાય છે. સોનાનો સેટ, નવલખો હાર, સોનાની બુટ્ટી, વીંટી, કંદોરો, પાયલ, બંગડી અધધધધ! થઇ જવાય એટલા દાગીના પહેરે છે. આટલા બધાં દાગીના પહેરવા પાછળ બસ ! એક જ ચાહના કે હું એકદમ સુંદર દેખાઉં. બધાની નજર મારી ઉપર જ હોય. આટલા ઘરેણાં પહેરવા છતાં પણ માણસ અંદરથી તો કુરૂપ જ હોય છે. જયાં સુધી અંદરથી ઇર્ષ્યા, અહંકાર, દંભ, ક્રોધ વગેરે દુર્ગુણો નથી જતાં ત્યાં સુધી ઢગલો દાગીના પહેરવા છતાં પણ સુંદરતાનો અહેસાસ નથી થવાનો. આથી જ તો સાધુઓના શરીર પર એક પણ દાગીનો ન હોવા છતાં ત્રણેય લોક તેમને નમન કરે છે. કેમ કે તેઓ જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ આભૂષણોને ધારણ કરનારા છે માટે. आभरणचित्त - आभरणचित्र (त्रि.) (આભૂષણોથી વિચિત્ર) 310