________________ શકતું નથી. તેમ જે વ્યક્તિનું મન પહેલેથી જ ભાંગી ગયું હોય. જે તકલીફ આવ્યા પહેલા જ ચલાયમાન થઇ ગયો હોય તેવો પુરુષ કદાપિ મુસીબતોનો સામનો કરી શકતો નથી. તેવા વ્યક્તિને જગતમાં કાયર કહેવાય છે. ઝાપા (વા) 2 - ઝાપ#િ (કું.) (ઇંટ પકાવવાનો નિભાડો, કુંભારશાળા) કુંભારને ખબર હોય છે કે માટીના વાસણને ભઠ્ઠીમાં જો બરોબર પકાવવામાં નહીં આવે તો તે કાચુ રહી જશે. અને તેના બજારમાં ઇચ્છિત દામ પણ નહીં મળે. આથી તે પાત્રને ચારેય બાજુથી બરોબર પકાવે છે. તેવી જ રીતે ગુરૂ પણ શિષ્યને સો ટચનું સોનુ બનાવવા માટે સારણા, વારણા, ચોયણા અને પડિચોયણના વિધાન આચરે છે. જયારે ગુરૂ શિષ્યને ઠપકો આપે કે પછી એક તમાચો પણ ઝીંકી દે તો તેમાં ગુરુનો શિષ્ય પ્રત્યે દ્વેષ નથી હોતો. પરંતુ બરોપર ટપારીને જે શિષ્યને તૈયાર કર્યો હોય. તેનું જગતમાં ઊંચું મૂલ્યાંકન થાય એ જ એકમાત્ર આશય હોય છે. વાડ - ગાવાડ () (ત નામે પ્રસિદ્ધ ભીલની એક જાતિ) મા (વા) - ઝાપIR (ઈ.) (1. અચાનક આવવું 2. પ્રારંભ, શરૂઆત 3. પ્રથમ મિલન 4, સંપર્ક, સંયોગ 5. પડવું) સામાન્યથી આપણે જે વ્યક્તિએ ભૂલ કરી હોય તેની સજા તે વ્યક્તિને આપીએ છીએ, તેને મારીએ છીએ, તિરસ્કાર કરીએ છીએ અથવા તો પછી તેને તેની ભૂલ વારંવાર યાદ અપાવીને અપરાધ ભાવનાની લાગણી કરાવીએ છીએ. તારક દેવાધિદેવ પ્રભુ મહાવીર કહે છે કે ખરાબ વ્યક્તિ નહીં પણ તેનામાં રહેલો દુર્ગુણ છે.દુષ્ટતે પુરુષ નહીં પણ તેનામાં પડેલો દોષ છે. શું ચાની અંદર કચરો પડ્યો હોય તો કચરો દૂર કરો છો કે પછી આખી ચા જ ફેંકી દો છો? કપડા પર ડાઘ પડ્યો હોય તો તે ડાઘને દૂર કરો છો કે વસ્ત્રોનો ત્યાગ કરો છો? તો જે ફોર્મ્યુલા તમે આવી પરિસ્થિતિમાં કરો છો તે જ વર્તન દોષી વ્યક્તિ સાથે થવું જોઇએ. આથી જ તો ભગવાન મહાવીરે અહંકારી ગૌતમસ્વામીનો તિરસ્કાર ન કર્યો પણ તેમને હસતાં મુખે આદર આપીને જિનશાસનની અંદર લીધા. * બાપાવ (ઈ.) (ફલનો લાભ થવો, પ્રાપ્તિ) મા (વા) યમદુ - માપતિમ (ઈ.) (પ્રથમ મુલાકાતમાં જ આનંદદાયક) દિવસ દરમ્યાન તમે કેટલાય લોકો સાથે મુલાકાત કરતા હોવ છો. તેમાં કેટલાક એવા હોય છે જેને તમે માત્ર હાય-હેલ્લોથી મળો છો. કેટલાક સાથે સ્મિતનો મેળાપ હોય છે. કેટલાકને જોઇને જ તમને થતું હશે કે આ અહીં ના આવે તો સારું. તેનાથી બચવા માટેનો તમે બધા જ પ્રયત્નો કરો છો. જ્યારે કેટલાક એવા હોય છે કે જે તમને હજી મળ્યા પણ નથી. તેની પૂર્વે જ તમે વિચારવાનું ચાલુ કરી દો છો. તે વ્યક્તિ તમારે મન પ્રિય હોય છે. તમે વિચારો છો કે સવારની પ્રથમ મુલાકાત તેની સાથે થાય તો મારો આખો દિવસ સુધરી જાય વગેરે વગેરે. હા કેટલાક વ્યક્તિની વાત-વર્તણૂક એવી હોય છે કે સામેનાના મન ઉપર એક અલગ જ છાપ ઊભી કરી દે છે. આવા લોકો સહજતાથી બીજાને વ્હાલા થઇ જતાં હોય છે. તેની પ્રથમ મુલાકાત વારંવારની મુલાકાતમાં પરિવર્તિત થઇ જતી હોય છે. આવા પુરુષને શાસ્ત્રમાં આપાતભદ્રક કહેલા છે. आपायावच्च - आप्राजापत्य (न.) (ત નામે પ્રસિદ્ધ અહોરાત્રમાં આવનારું ઓગણીસમું મુહૂર્ત) आपुच्छणा - आप्रच्छना (स्त्री.) (1. પૂછવું, પ્રશ્ન કરવો 2. ગુરૂની આજ્ઞા માંગવી, સવિધ સામાચારીમાંનો ત્રીજો ભેદ) પંચાશક, પ્રવચન સારોદ્ધાર, યતિદિનચર્યાદિ ગ્રંથોમાં સાધુની દશવિધ સામાચારીનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવેલું છે. 308