________________ માન્યું કે તમે દુશ્મન સામે લડવા માટે તૈયાર છો. પરંતુ અચાનક મૃત્યુની ઘડી આવી પડે તો શું કરશો? એ જખુમારી સાથે તેમણે કહ્યું કે જિનેશ્વર પ્રભુનું શાસન પામેલો છું. ગુરુ હેમચંદ્રાચાર્યના ચરણામૃતનું પાન કરેલું છે. માટે મને મૃત્યુનો પણ ભય નથી. જાવ ! મૃત્યુને કહી દો કે જો તે આવશે તો હું તેના માટે પણ સદૈવ તૈયાર છું. માપ (3) ઇ - માપ (!). (1. હાટડી, દુકાન 2. ગલી, શેરી) પૂર્વના કાળમાં નિશ્ચિત વસ્તુ લેવા માટેની ચોક્કસ દુકાનો રહેતી હતી. જેમ કે વાસણ લેવા હોય તો કંસારાના ત્યાં જવું પડે. કરિયાણું લેવું હોય તો અનાજની દુકાને જ જવાનું. પુસ્તક લેવા હોય તો વિદ્યાભંડારની દુકાનમાં જવાનું. આમ દરેક વસ્તુ માટે અલગ-અલગ દુકાનો રહેતી હતી, પરંતુ આજે મોલ, મેગાસ્ટોર અને મલ્ટીપ્લેક્ષ શોપનો જમાનો થઇ ગયો છે. એક જ જગ્યાએ તમને દસ અલગ-અલગ વસ્તુ મળી રહે. પરંતુ આજના મોલ કરતાં જૂની નાની-નાની દુકાનો સારી હતી. કેમ કે તેમાં દરેકને રોજગારી મળી રહેતી હતી. કોઈને બેરોજગારીનો પ્રશ્ન જ ન્હોતો થતો. અરે ધંધાની વાત તો દૂર રહો પરંતુ દુકાનમાલિક અને ગ્રાહક વચ્ચે સ્નેહભાવ પણ ખૂબ સારા પ્રમાણમાં હતો. દુકાનદાર ગ્રાહક પાસેથી બહુ પૈસા ભલે નહોતો કમાતો પણ તેનો પ્રેમ ચોક્કસ કમાતો હતો. માપ (a) ifશદ - માવાદ (7) (જેની ચારેય બાજુ દુકાનો રહેલી છે તેવું ઘર) માપ (3) વહિં - માપાલf (સ્ટ) (ગલી, ઊભી શેરી, જયાં લાઇનસર દુકાનો આવેલી છે તેવો માર્ગ માપ () ઇT - પન્ન (2) (આપત્તિયુક્ત, આપદામાં પડેલ) ગુજરાતીમાં એક કહેવત છે કે “ઘાયલની ગત ઘાયલ જ જાણે” એટલે કે ઘાની પીડા શું હોય છે તે તો જેને ઘાવ થયો હોય તે જ સમજી શકે છે. બીજા કોઇ નહીં. તેમ આપત્તિમાં રહેલ વ્યક્તિની આંતરપીડા શું હોય છે તે આપત્તિરહિત પુરુષ જાણી શકતો નથી. સામાન્યથી સાધર્મિક ભક્તિનો અર્થ થાય છે સમાનધર્મીની સહાય કરવી તે સાધર્મિક ભક્તિ છે. એક વાત સમજી રાખજો કે વિપદામાં પડેલ જણને આશ્વાસન આપવી તે સાધર્મિક ભક્તિ નથી થતી. તે તો માત્ર માણસાઈ ધર્મ નિભાવ્યો કહેવાય. પરંતુ તેની તકલીફને દૂર કરવા માટે બનતા બધા જ પ્રયત્નો કરી છૂટવા તે જ સાચી સાધર્મિક ભક્તિ છે. માઘ () - માપન્નપરિહાર (ઈ.) (ભાવપરિહારનો એક ભેદ). નિશીથ ચૂર્ણિમાં કહેલું છે કે કોઇ સાધુએ જાણતાં કે અજાણતા એવો દોષ સેવી લીધો હોય કે જેનો પ્રાયશ્ચિત્ત કાળ એક માસથી લગાવીને છમાસ પર્વતનો હોય. આવા પ્રાયશ્ચિત્તકાળમાં રહેલ સાધુને પ્રાયશ્ચિત્તાપન્ન કહેવાય છે. હવે અશુદ્ધ આચરણના કારણે તેઓને પ્રાયશ્ચિત્ત આવ્યું છે તે નક્કી છે. અને જ્યાં સુધી તે પ્રાયશ્ચિત્તની પૂર્ણાહૂતિ નથી કરતાં ત્યાં સુધી તે અશુદ્ધા ચારિત્રવાળા હોય છે. આવા અશુદ્ધ સંયમી સાધુનો સમાગમ થાય ત્યારે શુદ્ધ સંયમી સાધુએ તેઓના સંગનો ત્યાગ કરવો જોઇએ એવું શાસ્ત્ર વચન છે. તેના આ ત્યાગને આપન્નપરિહાર કહેવાય છે. માપ (3) ઇતિHI - માપન્નસત્તા (ઋ.) (ગર્ભવતી સ્ત્રી. ગર્ભિણી) એક જગ્યાએ બહુ જ સુંદર કથન વાંચ્યું. જે દિવસે તમને માતા પ્રત્યે અશ્રદ્ધા જન્મે. તમને એમ લાગે કે તેણે તમારા માટે કાંઇ જ નથી કર્યું. તો તેવા સમયે એક પ્રયોગ ચોક્કસ કરજો . એક ઇંટનો ટુકડો તમારા પેટ ઉપર બાંધીને માત્ર એક કલાક ફરજો . એટલે તમને સમજાઈ જશે કે તમારી માતાએ તમારા માટે શું કર્યું છે. અરે એક ઇંટનો ટુકડો બાંધીને આપણે એક કલાક નથી રહી શકતાં. ત્યાં નવ-નવ મહિના સુધી તે માએ પત્થરના ભાર જેવા આપણા શરીરને લઇને દિવસ-રાત ફરતી હતી. ગર્ભવતી 306 -