________________ સુસ્વાદિષ્ટ રસોઈ બનાવવા માટે તેના પ્રત્યેક રસોનું બેલેન્સ જાળવવું ખૂબ જ આવશ્યક છે. તેવી જ રીતે જીવનને સુમધુર અને હર્ષભર્યું બનાવવા માટે તમારા સ્વભાવ, લાગણી અને વર્તનોના માપને જાળવવું ખૂબ જરૂરી છે. દુખની વાત છે રસોઇમાં બધું જળવાય છે પણ જીવનમાં બધું જ અસ્તવ્યસ્ત છે. મણિ (હિ) યિા - અધિક્ષરજ્જો (at). (જેના દ્વારા જીવ નરકાદિમાં ધરાય તેવી ક્રિયા, પચ્ચીસ ક્રિયામાંની એક) નવતત્ત્વમાં પચ્ચીસ ક્રિયાનું કથન કરવામાં આવેલ છે. આ પચ્ચીસ ક્રિયા દ્વારા આત્મામાં અશુભકર્મોનો આશ્રવ સંભવે છે. અને તેના પરિણામરૂપ જીવ નરકાદિ દુર્ગતિઓમાં સરળતાથી ચાલ્યો જાય છે. આ ક્રિયાઓ અંતર્ગત આધિકરણિકી ક્રિયા આવે છે. આ ક્રિયા ચક્ર, રથ, પશુબંધ, મંત્ર-તંત્રાદિરૂપ પ્રવર્તિની અને જીવવધના કારણભૂત તલવારાદિ શસ્ત્રના નિર્માણરૂપ નિર્વર્તિની એમ બે પ્રકારે કહેલી છે. માધિ (હિ) વિર - અધિવિજ(ઉ.). (દેવાદિથી પ્રવૃત્ત શાસ્ત્ર, દેવકૃત રોગાદિ) કલ્પસૂત્ર અંતર્ગત ભદ્રબાહુસ્વામીની કથામાં આવે છે કે તેઓશ્રીના સંસારી મોટા ભાઇ અને જિનધર્મનાષી એવાવરાહમિહિર મૃત્યુ બાધ વ્યંતરયોનિમાં દેવ થયા. અને ત્યાં તેઓને પૂર્વભવનું જ્ઞાન થતાં ભદ્રબાહુસ્વામી પરના વૈરભાવના કારણે તેણે નગરમાં મારી મરકીનો રોગચાળો ફેલાવી દીધો. આધિદૈવિક પ્રકોપના કારણે લોકો ટપોટપ મરવા લાગ્યા. ચૌદપૂર્વી એવા ભદ્રબાહુસ્વામીએ પોતાના જ્ઞાનમાં જાણી લીધું કે વરાહમિહિરનો જીવ આ બધા ઉપદ્રવો કરી રહ્યો છે. આથી જૈનસંઘ અને લોકોનું દુખ દૂર કરવા માટે તેઓએ ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી. જેના પ્રભાવે વરાહમિહિનું બળ નિષ્ફળ જવા લાગ્યું. આજે પણ કહેવાય છે કે જે જીવ ખરા ભાવ અને શ્રદ્ધાથી ઉવસગહર સ્તોત્રનું પઠન કરે છે. તેના આધિદૈવિક અને આધિભૌતિક તમામ પ્રકારના દુખો દૂર થાય છે, માધિ (હિ) કgય - સમિતિજ(ઉ.) (મનુષ્ય-પશુ-પક્ષી આદિથી નિર્મિત દુખાદિ) બાપુ (દુ) fજય - માનિ (ત્રિ.) (અર્વાચીન, નૂતન) માથે (સ્ટે) 2 - માધેય (કિ.) (ઉત્પમાન, રહેનાર, આશ્રિત) જેવી રીતે જેમ-તેમ, જો-તો, આમ-તેમ, જ્યાં-ત્યાંનો પરસ્પર સંબંધ શાશ્વત રહેલો છે. તેવી રીતે આધાર-આધેયનો ભાવ પણ શાશ્વતરૂપે માનવામાં આવેલો છે. વસ્તુ વગેરેને રાખનાર તે આધાર બને છે. અને તે આધારમાં રહેનાર વસ્તુ કે વ્યક્તિ તે આધેય છે. જેમ કે ગુણ-ગુણીમાં ગુણ તે આધેય છે અને ગુણી તે આધાર છે. ધર્મ-ધર્મીમાં ધર્મ તે આધેય છે અને ધર્મી તે આધાર છે. ઇર્ષ્યાઇર્ષાળમાં ઈષ્ય તે આધેય છે અને ઇર્ષાળુ તે આધાર છે. સાથે (હે) વશ્વ - મણિપત્ર (સ.) (અધિપતિપણું, સ્વામિત્વ, માલિકપણું) રામાયણ અને મહાભારત બન્ને એક જ પરિવારમાં બનેલી ઘટનાને ઉજાગર કરે છે. પરંતુ બન્નેમાં સૌથી મોટો તફાવત એ રહેલો છે કે એકમાં આધિપત્ય, સત્તાની લાલસાનો ત્યાગ રહેલો છે. અને બીજામાં પગલે પગલે અધિપતિપણું મેળવવાની લડાઇઓ જોવા મળે છે. મર્યાદાપુરુષોત્તમ રામે ભાઇ ભરત માટે સિંહાસન જતું કર્યું. તો સામે પક્ષે ભારતે પણ રાજયની લાલચને ત્યાગીને રામની ચરણપાદુકાના ઉપાસક બની ગયા. જ્યારે મહાભારતમાં કૌરવોએ સત્તા મેળવવા વડીલોનું અપમાન, ભાઇઓ સામે કાવતરા અને માતા સમાન ભાભીની ઇજ્જત સુદ્ધાં લૂંટી લીધી. રામાયણ તમને મર્યાદાઓનું ભાન કરાવે છે, જયારે મહાભારત માત્રને માત્ર સ્વાર્થના ઉકરડાઓથી ભરેલો છે.