________________ સાત (1) સમાચાર - આત્મસમવતાર (6) (શરીરભવ્ય શરીરથતિરિક્ત દ્રવ્યસમવાતરનો એક ભેદ) અનુયોગદ્વાર સૂત્રમાં કહેલું છે કે “શરીર, ભવ્ય શરીર અને અતિરિક્ત દ્રવ્યસમવતાર ત્રણ ભેદે કહેલો છે.” તેમાં એક ભેદ આત્મસમવતારનો છે. આત્મસમવતાર એટલે જગતના શેષ પાંચ દ્રવ્યોને આત્મદ્રવ્યની જેમ જોવું તે આત્મસમવતાર છે. એટલે કે જેમ પોતાનો આત્મા ગુણ અને પર્યાયવાળો છે તેમ બાકીના શેષ દ્રવ્યો પણ ગુણ અને પર્યાયવાળા સંભવે છે. એવું ચિંતન તે આત્મસમવતાર કહેવાય છે. आत (य) सरीरखेत्तोगाढ - आत्मशरीरक्षेत्रावगाढ (त्रि.) (સ્વશરીરપ્રમાણ ક્ષેત્રમાં રહેલ) નિત્ય અને એકાંતવાદી એવા વૈદિક દર્શનના મતે આખા જગતમાં આત્મા એક જ છે. અને તે પણ નિત્ય છે, તેનો ક્યારેય પણ નાશ થતો નથી. જેમ આકાશમાં ચંદ્ર એક જ છે પરંતુ તેના પ્રતિબિંબ અલગ અલગ સ્થાનોમાં દેખાવાથી અનેકરૂપે ભાસે છે. તેવી જ રીતે આત્મા એક હોવા છતાં પણ ભ્રામકરૂપે તેની અલગ-અલગ પ્રતીતિ થાય છે. જયારે જૈનદર્શન કહે છે. કે જગતમાં આત્મા એક નહીં પણ અનેક છે. અને તે ભિન્ન-ભિન્ન હોવાથી પોત-પોતાના શરીરને અવગાહીને રહેલા છે. એટલે કે પોતાના શરીરનું જેટલું ક્ષેત્રફળ છે તે ક્ષેત્ર પ્રમાણ આત્મા છે. તથા વિવિધ ભવોને આશ્રયીને પર્યાય બદલતો રહેવાથી અપેક્ષાએ અનિત્ય પણ છે. માત () સત - માત્મHIR (1) (આત્મસુખ) માત (1) સયાજીfમ () - સામાતાનુemમિન (ઈ.) (સ્વસુખનો અભિલાષી, સુખવાંછુ) વાત (2) સુહ - માજસુરH (.). (1. શરીરસુખ 2. જીવસુખ 3. પરમાનન્દ) સંસ્કૃત સુભાષિતમાં એક વાત આવે છે. જે વિદ્યા પ્રાપ્ત કરવાનો અભિલાષી હોય તેને બીજા સુખ ક્યાંથી હોય? અને જે સુખનો અર્થી હોય તેને વિદ્યા ક્યાંથી હોય? બસ !તેની જેમ જે જીવો શરીરસુખ માટે જીવતા હોય તે લોકોને જીવનના છેલ્લા શ્વાસ સુધી આત્મસુખ શું છે તેની ખબર પડતી નથી. અને જેઓ આત્મસુખ પામેલા છે તેઓને પુદ્ગલોમાં એક ક્ષણમાત્ર પણ રૂચિ થતી નથી. તેઓના માટે બાહ્યસુખ કચરામાંથી અત્તરની સુગંધની અપેક્ષા રાખવા જેવું છે. (2) દિ- માત્મશુદ્ધિ(સ્ત્ર ) (દહ અને મનની શુદ્ધિ, કર્મનો ક્ષયોપશમ) આત્મશુદ્ધિ સંપૂર્ણ અને અપૂર્ણ એમ બે પ્રકારે હોય છે. આઠેય કર્મોના ક્ષયથી આત્માની જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે સંપૂર્ણ આત્મશુદ્ધિ કહેવાય છે. આ અવસ્થામાં રહેલા જીવનો આત્મા નિર્મળ સ્ફટિકરત્નની સમાન કર્મમલરહિત હોય છે. તથા કેટલાક કર્મોના ક્ષયથી અને કેટલાકના ઉપશમથી જે જ્ઞાન-દર્શન-ચારિત્રની અવસ્થા પ્રાપ્ત થાય છે તે અપૂર્ણ આત્મશુદ્ધિ છે. સંસારમાં રહેલા દરેક છબસ્થ જીવને જે આત્મશુદ્ધિ પ્રાપ્ત થાય છે તે અપૂર્ણ અવસ્થાવાળી હોય છે. જયારે સિદ્ધના જીવોને સંપૂર્ણ આત્મશુદ્ધિ પ્રગટેલી હોય છે. Mાત (4) હિત - માહિત (ઉ.) (સ્વહિત, આત્મકલ્યાણ) હિત અને અહિત બે પ્રકારે સંભવતા હોય છે. પહેલું છે શરીરસંબંધિ હિતાહિત. પથ્ય અને અપથ્ય આહારના સેવનથી શરીરમાં જે સુખ અને દુખની અનુભૂતિ થાય છે તે શરીરનું હિત અને અહિત છે. તથા બીજું છે આત્માસંબંધિ હિતાહિત. હિંસાદિ પાપારંભમાં પ્રવૃત્તિ અને તેમાંથી નિવૃત્તિરૂપ જે શુભાશુભ કર્મોનો સંચય થવો તે આત્માનું હિત અને અહિત છે.