SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ અપાત્રનું જ્ઞાન નથી. અથવા તો તે બાળ જીવ છે આવા જીવ ઉપર ક્રોધ કરવાથી શું માટે મારે આની ઉપેક્ષા જ કરવી યોગ્ય છે. 3. અને છેલ્લે સ્વયં ઉપસર્નાદિ સહન કરવા અસક્ષમ હોય તો તે સ્થાનનો ત્યાગ કરીને અન્યત્ર જતો રહે, પરંતુ પોતાના ભાવોને ક્રોધાદિ કષાયો વડે મલિન ન થવા દે. જે જીવ અશુભ ભાવોથી પોતાના આત્માની રક્ષા કરે છે તે જ આત્મરક્ષક છે. મત () વિશ્વ (1) - અભિરસિન (ત્રિ.) (આત્મરક્ષા કરનાર) માત (2) મgય - માત્મfક્ષત (3) (દુર્ગતિથી જેણે આત્માનું રક્ષણ કરેલ છે તે). સૂયગડાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં આત્મરક્ષિતની બહુ જ સુંદર વ્યાખ્યા કરેલી છે. દુર્ગતિમાં લઇ જવામાં કારણભૂત જેટલા પણ સાવદ્ય અનુાન છે તેમાંથી નિવૃત્ત થયેલો આત્મા આત્મરક્ષિત છે. આ વ્યાખ્યા માત્ર સાધુને જ લાગુ નથી પડતી. શ્રાવકને પણ એટલા જ અંશે લાગુ પડે છે. કારણ કે શ્રાવક પણ નિરર્થકમાંથી સંપૂર્ણ અને આવશ્યક પ્રવૃત્તિઓમાંથી યથાશક્યપણે નિવૃત્તિ તો લઇ જ શકે છે. જે ગૃહસ્થ આવી નિરર્થક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લે છે તે પણ આત્મરક્ષિત જ છે. એટલે દુર્ગતિમાં જતાં પોતાના આત્માનું રક્ષણ કરનાર છે. સાત (4) સં -- ગાભવન (3) .(1. આત્મા સમાન 2. આત્માપ્રકાશક શાસ્ત્ર 3. આત્મતુલ્ય ક્રિયાવાનું) ગતિવ - માતા (કું.) (1. ઉદ્યોત, પ્રકાશ 2. તે નામે અહોરાત્રિનું ૨૪મું મુહૂર્ત) માનવIA () - માતપના મન (જ.). (આતપ નામકર્મ, નામકર્મનો એક ભેદ) કર્મગ્રંથમાં નામકર્મની કુલ એકસો ને ત્રણ પ્રકૃતિ બતાવી છે. તે અંતર્ગત આતપ નામકર્મનો ભેદ બતાવવામાં આવેલ છે. આપનો અર્થ થાય છે પ્રકાશ, ઉષ્ણતા વગેરે. આ નામકર્મનો ઉદય પોતાના શરીર કે પ્રકાશ દ્વારા અન્યને ઉષ્ણતાનો અનુભવ કરાવનાર હોય છે. જેમ કે સૂર્યના વિમાનમાં લાગેલા રત્નો પૃથ્વીકાય છે. તે સચિત્ત હોવાથી એકેંદ્રિય જીવોનું તે શરીર છે. આ એકેંદ્રિય જીવોને આતપ નામકર્મ ઉદયમાં હોવાથી તે સ્વયં શીત હોવા છતાં પણ તેમાંથી નીકળતો પ્રકાશ પૃથ્વીતલ પર રહેલા સર્વ જીવોને ઉષ્ણતાનો અનુભવ કરાવે છે. એટલે સ્વયં શીત હોવા છતાં પણ બીજાને પીડાકારક ઉષ્ણતાનો અહેસાસ કરાવે તે આતપ નામકર્મનો પ્રભાવ જાણવો. મત () વાવ - માતપિતિ (ઈ.) (ગરમી થવી, બફારો થવો) દરેક વસ્તુના સ્વભાવ અને પ્રભાવ બન્ને હોય છે. જેમ ગ્રીષ્મ ઋતુનો સ્વભાવ ઉષ્ણતાવાળો છે. ગરમી પડે ત્યારે તમને ઠંડકનો અનુભવ ક્યારેય ન થાય. અને શરીરમાંથી પસીના છૂટવા, બફારો થવાના કારણે અકળામણ અનુભવવી. છાંયડાને ગોતવા માટે કે પછી ગરમી ઓછી લાગે તેના માટે જાત જાતના ઉપાયો કરવા. તે બધો તેનો પ્રભાવ છે. તેવી જ રીતે જે-તે બાંધેલા કર્મોનો ઉદય થવો તે તેનો સ્વભાવ છે. અને તે કર્મના ઉદયે સુખ કે દુખની લાગણી અનુભવવી તે તેનો પ્રભાવ છે. મત () વૈત - માતપત્ત (.). (ગરમીથી તપેલ, ગરમીથી ત્રસ્ત) માત (2) વવ (ત) - ગાતાવત્ (3) (1. ગરમીયુક્ત 2. તે નામે અહોરાત્રનું ૨૪મું મુહૂર્ત) માત () વાત - માત્મપત્નિ (ઉ.) (આત્મપાલક, પોતાનું પાલન કરનાર) 2890
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy