________________ જિનેશ્વર ભગવતે કહેવું છે કે “જીવની પ્રત્યેક ક્ષણ પરિણામયુક્ત હોય છે. એટલે કે દરેક ક્ષણે જીવ કોઇને કોઇ અધ્યવસાયમાં વર્તતો હોય છે. પછી તે શુભ હોય કે અશુભ હોય. આત્મપરિણામ શૂન્ય કાળ સંભવી શકતો નથી. આથી જ ઉપદેશમાળા ગ્રંથમાં ધર્મદાસ ગણિ મહારાજે લખ્યું છે કે જીવ જે જે સમયે જેવા જેવા અધ્યવસાયોમાં વર્તતો હોય છે. તેને અનુસાર કર્મનો બંધ કરતો હોય છે. માટે જ અરિહંત પરમાત્માએ વારંવાર કહ્યું છે કે હે જીવ! તું તારા ભાવની શુદ્ધિ કર, જો તારા ભાવ શુદ્ધ થશે તો સમજી લે કે તારો ભવ પણ શુદ્ધ છે. અાત (2) પસંસ - ત્મિકwiા (સ્ત્રી) (આત્મશ્લાઘા, સ્વપ્રશંસા). દુનિયામાં તમને ઘણી બધી જગ્યાએ એવા લોકો મળી આવે છે. જેઓ પોતાની પ્રશંસા કરતાં થાકતા નથી. અવસર મળ્યો નથી કે પોતાની જાતની પ્રશંસા કરવામાં લાગી જાય છે. શાસ્ત્રમાં કહેલું છે કે તમારું ખરાબ બોલનાર કે ખરાબ કરનાર એ બીજા નંબરનો શત્રુ છે. પહેલા નંબરનો શત્રુ જો કોઈ હોય તો તે સ્વપ્રશંસા છે. આત્મશ્લાઘા તમારા ગુણોનું હનન કરીને દુર્ગુણોને પ્રગટ કરે છે. માટે જ અધ્યાત્મસાર જેવા ગ્રંથમાં કહ્યું છે કે જો તારે કંઈ છોડવું જ હોય તો આત્મશ્લાઘા નામના દોષને છોડ. મતિ (2) gોન - માત્મયો (!) (આત્મવ્યાપાર, આત્માની પ્રવૃત્તિ) आत (य) प्पओगणिव्वत्तिय - आत्मप्रयोगनिवर्तित (त्रि.) (આત્માની પ્રવૃત્તિ દ્વારા નિષ્પાદિત) ભગવતીજી સૂત્રમાં કહેલું છે કે “કમનો કર્તા કે ભોક્તા આત્મા સ્વયં પોતે છે અને આ કર્મોનો બંધ જીવ પોતે કરે છે. એટલે કે પોતાના મન-વચન અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા પોતાના કર્મોનું નિર્માણ કરે છે. અને તે નિર્મિત કર્મો જીવને શુભાશુભ અવસ્થા પ્રાપ્ત કરાવે છે. આથી તમને સુખ મળે છે કે દુખ તેમાં બીજા લોકો તો માત્ર નિમિત્ત છે. મૂળ ઉપાદાન કારણ તો તમારા પોતાના આત્માએ બાંધેલા કર્મો જ છે. કોઇ બીજાએ બાંધેલા કર્મો તમારું કશું જ સારું કે ખરાબ નથી કરતાં. તમારી વર્તમાન પરિસ્થિતિના જવાબદાર તમે સ્વયં પોતે જ છો. સાત (2) પ્રમા| - Yભપ્રમાણ (કિ.) (એક માપ, પોતાના દેહના સાડાત્રણ હાથ પ્રમાણનું માપ) લોકપ્રકાશાદિ ગ્રંથોમાં 1. ઉત્સધાંગુલ 2. પ્રમાણાંગુલ અને આત્માગુંલ એમ ત્રણ પ્રકારના માપનું વર્ણન આવે છે. તેમાં કેટલીક વસ્તુનું માપ ઉત્સાંગલથી ગણાય છે. કેટલીક વસ્તુનું માપ પ્રમાણાંગુલથી થાય છે. અને કેટલાક પદાર્થોનું પ્રમાણ આત્માગુલના આધારે નક્કી થાય છે. આત્માગુલની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે જગતના જે પણ જીવો હોય તેમને જે શરીર પ્રાપ્ત થયું હોય તેને આશ્રયીને સાડાત્રણ હાથ પ્રમાણ જે માપ થાય તેને આત્માંગલ કહેવાય છે. જેમ કે મહાવીર પ્રભુની સાડાસાત હાથ પ્રમાણ જે કાયા હતી તો તે કેવી રીતે? તેનો જવાબ છે કે પરમાત્માને જે શરીરની પ્રાપ્તિ થઇ હતી. તે શરીર અનુસાર તેમના સાડાત્રણ હાથ અનુસાર માપણી કરતાં તેઓના શરીરની ઉંચાઇ સાડાસાત હાથ હતી. મત () વાવ - માત્મવાવ (.). (શ્રુતવિશેષ, ચૌદપૂર્વ અંતર્ગત એક પૂર્વનું નામ) જેની અંદર અનેક પ્રકારના તર્ક-વિતર્કોથી, અનેક પ્રકારના નયોથી આત્મતત્ત્વની પુષ્ટિ કરવામાં આવી હોય, તેવા શાસ્ત્રને આત્મપ્રવાદ કહેવામાં આવે છે. દ્વાદશાંગીની અંદર ગણધર ભગવંતોએ બારમાં દષ્ટિવાદ નામક અંગની રચના કરી હતી. તે દૃષ્ટિવાદ અંગની અંદર ચૌદપૂર્વ સમાવિષ્ટ હતાં. અને તે ચૌદપૂર્વ અંતર્ગત આત્માની સિદ્ધિ કરનાર આત્મપ્રવાદ નામનું પૂર્વ વિદ્યમાન હતું. કાળની વિચિત્રતાના કારણે કહો કે પછી જીવોની અયોગ્યતાના કારણે આપણી પાસે આજે ચૌદપૂર્વમાંથી એક પણ પૂર્વ હયાત નથી. आत (य) प्पियसंबंधणसंयोग - आत्मार्पितसम्बन्धनसंयोग (पुं.) (સંયોગનો એક ભેદ)