SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાં વધારે હોય, તેવા સંજોગોમાં જો તે શ્રાવક જે-તે સ્થાને સ્વયં જાય તો વ્રતભંગનો દોષ આવે. આથી તે સ્વયં ન જતાં અન્ય પાસે તે કામ કરાવે તો વ્રતનો ભંગ તો નથી થતો. પરંતુ તે વ્રતમાં તેને અતિચાર લાગે છે. માણવા - આજ્ઞાપન (.). (1. આશા, આદેશ 2. પ્રતિબોધ કરવો, જણાવવું) * માનવન (જ.) (લાવવું, પ્રાપ્ત કરાવવું). માળિયા - ૩મજ્ઞાનિ (માનાની) (ઋ.). (પચ્ચીસ ક્રિયામાંની એક ક્રિયાનો ભેદ, આજ્ઞાપનિકી ક્રિયા) નવતત્ત્વમાં પચ્ચીસ ક્રિયાનું વર્ણન આવે છે. તે પચ્ચીસ ક્રિયા કર્મબંધનું કારણ હોવાથી તેને હેયરૂપે ગણવામાં આવેલી છે. તે પચ્ચીસ ક્રિયા અંતર્ગત આજ્ઞાનિકી ક્રિયા આવે છે. પોતાને ઇચ્છિત કાર્ય બીજા જીવની પાસે તેની ઇચ્છાનિચ્છા જાણ્યા વિના આજ્ઞા કરીને કરાવવું તે આજ્ઞાપનિકી ક્રિયા કહેવાય છે. આ આશાપનિકી ક્રિયા જીવ અને અજીવ વિષયવાળી એમ બે પ્રકારે કહેલી છે. માળા - ઝાઝા () (1. આજ્ઞા, આદેશ ર. અનુષ્ઠાન 3. આખોપદેશ 4. સમ્યક્ત) જેઓના આત્મામાં, મનમાં રગરગમાં એકાંતે પરહિત કરવાની ભાવના વણાયેલી હોય તેવા પુરુષને આપ્ત કહેવાય છે. અને તેવા આખપુરુષના વચનને આજ્ઞા કહેવામાં આવેલી છે. જેઓએ પોતાનું સંપૂર્ણ જીવન લોકકલ્યાણ કાજે સમર્પિત કર્યું હોય. તેવા મહાપુરુષના વચનો અને વચનાનુસારનું જીવન ક્યારેય કોઇનું અહિત કરનારા હોતા નથી. ઉલ્યનું તેમના વચનને વિપરીત વર્તનાર પોતાના અહિતને સ્વયં નોતરે છે. આથી જ વીતરાગ સ્તોત્રમાં કહેલું છે કે આજ્ઞાની આરાધનાથી કલ્યાણની પ્રાપ્તિ અને વિરાધનાથી સંસારની અભિવૃદ્ધિ થાય છે. आणाअविराहग - आज्ञाऽविराधक (पुं.) (આજ્ઞાનો આરાધક) લૌકિક જગતમાં વસનારા તમને એટલી સમજ તો છે જ કે આપણે કોઇનું ભલું ના કરી શકતા હોઈએ તો કોઈ વાંધો નથી. પરંતુ કોઈનું ખરાબ ન થાય તે રીતનું વર્તન તો ચોક્કસ કરી જ શકીએ છીએ. તેના માટે બહુ મહેનતની જરૂર નથી પડતી. બસ ! તેવી જ રીતે જો તમારામાં શક્તિ હોય તો પરમાત્માએ ઉપદેશલો ધર્મ સર્વ રીતે આરાધવો જોઇએ. અને તેને આચરવાની શક્તિ ન હોય તો તે એક તબક્કે સ્વીકાર્ય છે. પણ તેની વિરાધના તો એકાંતે નિંદનીય અને ત્યાજય છે. જેમ આજ્ઞાના આરાધક હોવું તે શ્રેષ્ઠ બાબત છે. તેવી જ રીતે આજ્ઞાના અવિરાધક બનવું તે પણ એક પ્રકારની શાસન પ્રભાવના જ છે. आणाआराहण - आज्ञाऽराधन (न.) (આતોપદેશનું પાલન) आणाआराहणजोग - आज्ञाऽराधनयोग (पु.) (આજ્ઞારાધનાના સંબંધમાં, આજ્ઞાપાલનનો યોગ) જો મનુષ્ય ભવ દશ દૃષ્ટાંતે અત્યંત દુર્લભ છે. તો જિનધર્મ અને જિનેશ્વર ભગવંતની આજ્ઞાપાલનનો યોગ મળવો તે તો કઇઘણો દુર્લભ છે. જે જીવનું મકૃષ્ટ કક્ષાનું પુણ્ય ઉદયમાં હોય છે તેને જ જિનેશ્વર ભગવંતે ઉપદેશેલા ધર્મનું આચરણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. અરે ! પાલનની વાત તો દૂર રહો. સૌથી પહેલા તો તેને જાણવાની ઇચ્છા થવી તે પણ બહુ જ મોટી વાત છે. આપણે સૌ પુણ્યશાળી છીએ કે આપણને જિનધર્મ મળ્યો છે એટલું જ નહીં. પરમાત્માના ધર્મનું પાલન કરવાની તક મળી છે. માટે મળેલ આજ્ઞારાધનના યોગનો બને તેટલો વધુ ઉપયોગ કરી લેવો જોઇએ. કોને ખબર કાલે ફરીવાર આવો અવસર મળે ન મળે? - 272 -
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy