________________ વિકૃતિ છે. અને જે જીવ ઉપયોગરહિત છે તેનામાં અને જડ એવા પુદ્ગલમાં કોઇ જ ફરક નથી. કારણ કે જડનો સ્વભાવ ઉપયોગરહિત હોવું છે. માડંવર - માધ્વર (ઈ.) (1. મોટું નગારું 2. યક્ષ 3. યક્ષમંદિર) પૂર્વના કાળમાં નગારાનો ઉપયોગ જુદા-જુદા કાર્યો માટે કરવામાં આવતો હતો. જેમ કે મંદિરમાં ભક્તિ માટે, મહોત્સવોમાં હર્ષની અભિવ્યક્તિ માટે, યુદ્ધમાં જવા માટે સૈનિકોને સૂચના આપવા માટે, યુદ્ધ પ્રાપ્ત કરેલ જીતના સંકેત માટે અને કોઇક સ્થાને ચોરી, હત્યાદિ અપરાધ કરનારા દોષીને તે મોટા નગરામાં બંધ કરીને તેને સજા આપવા રૂપે ઉપયોગ કરવામાં આવતો હતો. મારા - માન (જ.). (ચારે બાજુથી બાળવું, દાહ) અગ્નિનાદાહથી શરીર અડધો કલાક, કલાક કે બે કલાકમાં તો સંપૂર્ણ બળીને રાખ થઇ જાય છે. જ્યારે બીજા માટે મનમાં રહેલી ઈર્ષ્યા, અસૂયા અને મત્સરરૂપી અગ્નિથી તન અને મન સતત ચોવીસ કલાક બળતું જ રહે છે. તેને કેમેય કરીને શાંત પાડી શકાતું નથી. કારણ કે બાહ્ય અગ્નિ માત્રપુગલને બાળે છે. જ્યારે આંતરિક અગ્નિ મનને અને આત્માના ગુણોને પણ બાળી નાખે છે. આથી જ તો હરિભદ્રસૂરિ મહારાજે પોતાના જેટલા પણ ગ્રંથો રચ્યા તેની પ્રશસ્તિમાં કહ્યું છે કે, આ ગ્રંથ રચનાથી જો કોઇ ફળ મળવાનું હોય તો આખું જગત મત્સર અને ઇષ્યરહિત થાઓ. માલ - ટોપ (g) (1. આડંબર, અહંકાર 2 વિસ્તાર, 3. ઓડકાર) કહેવાય છે કે ચોર્યાસી ચોર્યાસી ચોવિસી સુધી જેમનું નામ લોકમુખે ગવાવાનું છે. એવા સ્થૂલિભદ્રસ્વામીએ કંદર્પન તો પરાજિત કરી દીધો. પરંતુદર્પ સામે ઘુંટણો ટેકવી દીધા. કંદર્પ એટલે કામદેવ અને દર્પ એટલે અહંકાર, રૂપકોશાના રૂપમાં લલચાયા વિના નિર્વિકારભાવ કેળવીને કામદેવને તેમણે હરાવી દીધો. પણ શાસ્ત્રજ્ઞાનનો અહંકાર તેમને એટલો બધો ચઢ્યો કે તેના ફળસ્વરૂપ તેઓને ચૌદપૂર્વોમાંથી પાછળના ચાર પૂર્વોનું જ્ઞાન ગુમાવવું પડ્યું. મહિ - મઢ (4l.). (ગુચ્છાત્મક વનસ્પતિનો એક ભેદ, વનસ્પતિવિશેષ) ગાઢr (5) - માહિશ્ન (કું.) (ચાર સેર પ્રમાણ ધાન્ય,ધાન્યને માપવાનું માપવિશેષ) મહત્ત - (નારદ્ધ) - મારવ્ય (8i.) (પ્રારંભ કરેલ, શરૂ કરેલ, પ્રારબ્ધ) દુનિયામાં જઘન્ય, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકારના જીવો હોય છે. તેઓને ઓળખવાનું લક્ષણ શાસ્ત્રમાં આ પ્રકારે આપેલું છે. જે જીવો જઘન્ય કક્ષાના હોય છે તેઓ કાર્યનો પ્રારંભ તો જોર-શોરથી કરે છે. પરંતુ થોડા સમયમાં જ કંટાળીને તે કાર્યને ત્યજી દે છે. મધ્યમ કક્ષાના જીવો પણ પ્રારંભ કરેલ કાર્યને અંત સુધી તો લઇ જાય છે. પરંતુ વચ્ચે વચ્ચે ખેદને પામે છે, અથવા જે પ્રમાણે કાર્યની પૂર્ણાહૂતિ થવી જોઇએ તે પ્રમાણે કરતાં નથી. જયારે ઉત્તમ કક્ષાના જીવો એક સમના જુસ્સા સાથે કાર્યનો પ્રારંભ અને અંત કરે છે. તેઓ વચ્ચે ક્યાંય અટકતા નથી કે ક્યાંય ઉદ્વેગ પણ પામતાં નથી. પ્રારંભ કરેલ કાર્યનું સમાપન પણ સુંદર રીતે કરે છે. દિવ - કારક (ઈ.) (પ્રારંભ, શરૂઆત) અહિST - પ્રાકૃત્ય (વ્ય.) (આદર કરીને, સમ્માન કરીને)