________________ માનવા - માનવ (g) (1. માવજજીવ કરનાર 2. શ્રમણભેદ) માનવન (ઈ.) (1. સર્વ જીવ 2. ધનનો ગર્વ) માળીવળ - માનવન (). (1. આજીવિકાનો ઉપાય 2. ભિક્ષાનો એક દોષ) એક લોકોક્તિ છે કે નદીના મૂળ ન પૂછાય અને સાધુના કુળ ન પૂછાય. કારણ કે આ બન્ને સમસ્ત જગતનું હિત કરનારા અને પવિત્ર કરનારા હોય છે. નદીનું મૂળ ગમે તેટલું નાનું હોય, પરંતુ તેનું વર્તમાન સ્વરૂપ લોકોની તૃષા છુપાવવાનું હોય છે. તેમ સાધુ ભલે ગમે તે કુળમાંથી આવતાં હોય. કિંતુ તેમનું જીવન અત્યંત ઉચ્ચ કોટિનું અને ઉમદા હોય છે. જેવી રીતે ગૃહસ્થને સાધુનું કુળ પૂછવાની મનાઈ છે. તેવી જ રીતે ભિક્ષા મેળવવા માટે સાધુને પોતાના જાતિ-કુળ વગેરેનો ઉપયોગ કરવાનો પણ નિષેધ કરવામાં આવ્યો છે. જે સાધુ પોતાના કુળ, ગોત્ર અને જાતિને આગળ કરીને ભિક્ષા મેળવે છે, તેને વનપક નામનો ગોચરીનો દોષ લાગે છે. માનવા - માનવના (ન્નો.) (આજીવિકા) વ્યક્તિને આજીવિકાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. કેમ કે તેને ખબર હોય છે કે જો હું આજે પૈસા નહીં કમાઉ તો મારા પરિવારનું ભરણ પોષણ કેવી રીતે થશે? તેમની અને મારી જરૂરિયાતો કેવી રીતે પૂરી કરીશ? અને ખાસ વાત એ કે જો પૈસો નહીં હોય તો મારુ ભવિષ્ય શું હશે? આ બધી ચિંતાથી તેના માટે આજીવિકાના ઉપાયોનું ખૂબ મહત્ત્વ હોય છે. પરંતુ ક્યારેય વિચાર કર્યો છે કે જો આ ભવમાં હું ધર્મ નહીં કરું તો પુણ્ય કેવી રીતે કમાઇશ? શુભકર્મોનો બંધ કેવી રીતે કરી શકીશ? અને જો પુણ્યને સાથે નહીં લઈ જાઉં તો મારો આવતો ભવ કેવો હશે? ત્યાં મને સુખ, સદ્ગતિની પ્રાપ્તિ કેવી રીતે થશે? જે દિવસે આવા વિચારો આવશે તે દિવસે તમારા મનમાં ધર્મનું પણ મહત્ત્વ વધી જશે. પછી તમારા માટે પૈસા કમાવવું એટલું આવશ્યક નહીં હોય જેટલું આવશ્યક ધર્મનું પાલન હશે. आजीवणापिंड - आजीवनापिण्ड (पुं.) (જાત્યાદિ પ્રગટ કરીને મેળવેલો આહાર) માનવામા - માનવનામ (ઈ.) (આજીવિકાનો ભય) સંસારનું બીજુ નામ જ ભયસ્થાન છે. આ સંસારમાં પ્રત્યેક જીવ કોઇને કોઇ ભયની અંદર જીવતો હોય છે. પત્ની સતત ભયમાં રહે છે કે પતિને અનુકૂળ નહીં વર્તે તો મને તરછોડી દેશે. પુરુષ આજીવિકાના ભયે બીજાની જીહજૂરીકે સેવા કરે છે. પિતાના મારના ભયે પુત્રો સીધા ચાલે છે. માતા-પિતાને ભય છે કે આવતીકાલે અમારી સંતાન અમને સાચવશે કે નહીં આમ આખો સંસાર ભયથી ભરેલો છે. એક માત્ર જિનધર્મ જ નિર્ભયસ્થાન છે. ત્યાં આવેલા જીવને કોઇપણ વાતનો ભય નથી હોતો. કારણ કે ત્યાં તેની રક્ષા કરવા માટે સમતા, સંતોષ, ઉદારતા, સરળતા વગેરે ગુણો ખડે પગે હાજર હોય છે. માનવરિäત - માનવકાન્ત (s.). (સર્વ જીવનું દષ્ટાંત, સર્વલોકમાં વ્યાપ્ત જીવનું દષ્ટાંત) आजीवपिंड - आजीवपिण्ड (पुं.) (ભિક્ષાનો એક દોષ, ઉત્પાદના દોષનો એક પ્રકાર) आजीववत्तिया - आजीववृत्तिता (स्त्री.) (જાતિ-કુલાદિ પ્રગટ કરીને આજીવિકા ચલાવવી, ભિક્ષાનો એક દોષ)