SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ आगमपह - आगमपथ (पुं.) (1. શાસ્ત્રમાર્ગ, જ્ઞાનમાર્ગ 2. લાભમાર્ગ) आगमबलिय - आगमबलिक (पुं.) (આગમોનો સારો જાણકાર, કેવલી વગેરે) आगममलारहियय - आगममलारहदय (पुं.) (આગમના અર્થો સમજવામાં અસમર્થ, મંદબુદ્ધ) શાસ્ત્રોને ભણવા એ અલગ છે. અને શાસ્ત્રોના પરમાર્થોને જાણવા એ એક અલગ બાબત છે. એવું જરૂરી નથી કે ગ્રંથોના અભ્યાસ કરવા માત્રથી તમે જ્ઞાની થઇ ગયા. શાસ્ત્રો ભણવાથી તમે પંડિતતો થઇ જાઓ છો. પરંતુ જ્ઞાની થવા માટે તો આગમના હૃદયને, તેના ભાવને સારી રીતે ભાવવો પડે છે. જે જીવ માત્ર ઉપરછલ્લા શાસ્ત્રનો અભ્યાસ કરેલો છે તેવા જીવને સમ્મતિતર્ક ગ્રંથમાં આગમમલારહદય કહેલા છે. અર્થાત તેવા જીવ આગમના ઐદંપર્યને જાણવામાં અસમર્થ એવા મંદબુદ્ધિ હોય છે. आगममाण - आगमयत् (त्रि.) (1, આવતો 2. પ્રાપ્ત કરાવતો) માનનીય મામિત્તજનીતિ (a.). (લૌકિક અને લોકોત્તર ન્યાય, શાસ્ત્રવ્યવહાર અને લોકવ્યવહાર ન્યાય) પંચાશક ગ્રંથમાં કહ્યું છે કે “જિનપ્રતિષ્ઠા આદિ પ્રસંગોમાં જેમ જિનશાસ્ત્રનું આલંબન લેવાનું હોય તેમ જિનધર્મના વિરોધી એવા ધર્મબાહ્ય લોકોનો પણ આશ્રય કરવો જોઇએ. કારણ કે તેમને સાચવવાથી જો તેઓ ખુશ થઇને પરમાત્માને નમન કરશે, તો તેમનું જઇને બાકીના બીજા જીવો પણ જિનધર્મની પ્રશંસા અને સ્વીકૃતી કરશે.’ આજના તમામ સંઘો અને શ્રાવકોએ આ વાતનો ગંભીરતાથી વિચાર કરવા જેવો છે. સામવયા - મામતવન (.) (આગમવચન, આપ્તવચન) ષોડશક ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજ લખે છે કે “આગમવચન હૃદયમાં પરિણત થયે છતે જીવનો ભાવ વિશુદ્ધ થાય છે. તથા ભાવશુદ્ધ થવાથી તેની ક્રિયાપણ અત્યંત વિશુદ્ધ થાય છે. આમ ક્રિયામળ અને ભાવમળના ક્ષય થવાથી જીવ માટે આ જગતમાં કોઇ જ વસ્તુ દુર્લભ નથી. તેને જગતની સર્વોત્કૃષ્ટ તીર્થંકર પદવી અને મોક્ષની સમૃદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. મHIHવયાપgિ - માનવવનપરિતિ (a.) (આગમ વચનનો પરિણામ) સદુ કે અસદ્દનો સાચો બોધ ક્યારે થઇ શકે છે? જ્યારે હૃદયમાં આગમવચન ખૂબ જ સારી રીતે પરિણત થયું હશે ત્યારે જ. તમારા હૃદયમાં જિનવચને સ્થાન જમાવેલું હશે તો તમે ક્યારેય ખોટા નિર્ણયો નહીં લો, અને જો ખોટો નિર્ણય લેવાય તો સમજવું કે હજુ સુધી જોઇએ એવો આગમોના પરમાર્થનો બોધ નથી થયો. ષોડશકમાં કહેલું છે કે આગમવચનપરિણતિ સંસારરૂપી રોગને મટાડવા માટે નિર્દોષ ઔષધ જેવું છે. તથા જેટલી પણ સક્રિયા છે તેનું મૂળ કારણ આ સમ્યગ્બોધ જ છે. आगमववहार - आगमव्यवहार (पु.) (નવ પૂર્વથી ચૌદપૂર્વ સુધીના જ્ઞાતા તથા કેવલીનો વ્યવહાર, પ્રાયશ્ચિત્ત દાનાદિ વિધિ) આગમ વ્યવહાર શાસ્ત્રમાં બે પ્રકારે કહેલા છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. તેમાં ઇંદ્રિય અને અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાન દ્વારા જેનો વ્યવહાર કરવામાં આવે તે પ્રત્યક્ષ આગમવ્યવહાર કહેવાય છે. તથા નવથી ચૌદપૂર્વધર પુરુષો જે વ્યવહાર કરે છે તે પરોક્ષ આગમવ્યવહાર કહેવાય છે. માTHવવહરિ (1) - YTમ વ્યવહારિન (ઈ.) (પ્રત્યક્ષજ્ઞાની, નવ પૂર્વથી લઈને કેવલજ્ઞાની સુધીના જીવ) 249
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy