SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને સ્વહિત કરવાની બુદ્ધિ જાગી હોય અને સંસાર સમુદ્રથી તરવાની તીવ્રચ્છા થઇ હોય. તેવા મુમુક્ષુ આત્માઓને ગીતાર્થ ગુરુ ભગવંતે જિનધર્મનો બોધ કરાવીને મોક્ષમાર્ગે વાળવા. અને તેના માટે બનતા તમામ પ્રયત્નો શીધ્રગતિએ કરવા. ૩નવ - ગવ (ઈ.) (અષ્કાય, પાણીનો જીવ, સ્થાવરનો એક ભેદ) SM - માતા (2) (વીણા વગેરે વાજિંત્ર) સ્થાનાંગ સૂત્રમાં સૂત્રમાં કહેલું છે કે ‘વાજિંત્ર તત, વિતત, ઘન અને સુષિર એમ ચાર પ્રકારે હોય છે. તેમાં વીણાદિ તે તત છે. નાગારું વગેરે વિતત છે. કાંસ્ય ધાતુમાંથી બનેલ વાજિંત્ર ઘન છે અને વાસંળી વગેરે છીદ્રવાળા વાજિંત્રો શુષિર કહેલા છે.' * માઉર્ન (!). (મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ, મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ, સન્મુખ કરવું) અત્યાર સુધી જીવ એવી જ પ્રવૃત્તિ કરતો આવ્યો છે જેના કારણે તે મોક્ષની નજીક આવવાના બદલે તેનાથી દૂર થતો ગયો છે. સિદ્ધસેન દિવાકર સૂરિ મહારાજાએ પણ કલ્યાણમંદિર સ્તોત્રમાં લખ્યું છે કે હે નાથ અત્યાર સુધી હું અનંતીવાર મનુષ્ય જન્મ પામ્યો, અનંતીવાર સાધુ થયો, અનંતીવાર દીક્ષા લીધી. તે દીક્ષામાં મેળવેલા રજોહરણોનો ઢગલો કરવામાં આવે તો બીજો મેરૂપર્વત બની જાય. છતાં પણ હું હજી સુધી મોક્ષ પામ્યો નથી. તેનાથી એ ફલિત થાય છે કે આ ભવ સુધી મનવચનકાયાની આપણી જેટલી પણ પ્રવૃત્તિ થઈ તે બધી મોક્ષને અનુકૂળ નહોતી. માટે જાગ્યા ત્યારથી સવાર ન્યાયે હવેથી આપણા મન-વચનકાયાના વ્યાપારી એવા કરીએ જેથી આપણે મોક્ષની વધુને વધુ નજીક વધીએ. * વર્ગ (3) (આકર્ષિત, સન્મુખ કરવા યોગ્ય) પોતાની વિદ્યમાનતા જગતને જણાવવાની તીવ્રચ્છા માણસની અંદર કેટલાય કાળથી રહેલી છે. તે યેનકેન પ્રકારે લોકો પોતાના તરફ આકર્ષિત થાય. તે અહીં છે એવી નોંધ લે તેવું ઇચ્છે છે. તેના માટે તે જાત જાતના ઉપાયો અજમાવતો હોય છે. નાનો બાળક મોટે મોટેથી રડીને, કિશોર નવી નવી ફરમાઈશો કરીને, યુવાન નવી નવી ફેશનો કરીને અને વૃદ્ધ વ્યક્તિ બિનજરૂરી ઉપદેશો આપીને લોકોને પોતાના તરફ ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયત્નો કરતો હોય છે. પરંતુ આ બધાના ધ્યાન ખેંચવા માટેના પ્રયત્નો કરવા કરતાં જિનેશ્વર પ્રભુનું ધ્યાન તમારા તરફ પડે તેવા પ્રયત્નો કરવા જોઇએ. જો ! એકવાર પ્રભુનું ધ્યાન તમારા તરફ ગયું તો સમજી લો કે તમારી નોંધ આખુ જગત લેશે. માડા - ગવર્નન (2) (અભિમુખ કરવું, મનવચનકાયાની શુભ પ્રવૃત્તિ) ઝાડનક્ષદ્ - મતદારત્ર (ઈ.) (વીણાદિ વાજિંત્રોનો અવાજ) તીર્થકર ભગવાનની વાણી સ્વભાવથી જ મધુર અને કર્ણપ્રિય હોય છે. છતાં પણ જ્યારે તેઓ બારપર્ષદામાં બેઠેલા જીવોને ધર્મોપદેશ આપતાં હોય છે ત્યારે આકાશમાં રહેલા દેવો વાજિંત્રોનું સંગીત પૂરતાં હોય છે. જેથી પરમાત્માની વાણી વધુ કર્ણપ્રિય બને છે. ક્યારેક સમવસરણથી દૂર રહેલા જીવો તે વાજિંત્રોના અવાજ સાંભળીને સમવસરણ તરફ આકર્ષિત થાય છે. અને સમવસરણમાં પરમાત્માની વાણી સાંભળીને ધર્મ પામી જતાં હોય છે. પરમાત્માના ચોત્રીસ અતિશયોમાં એક અતિશય આ પણ આવે છે. आउज्जिय - आयोगिक (पुं.) (ઉપયોગવાળો, જ્ઞાની, સાવધાન) ડ્રાઈવરની સીટ પર બેઠેલો તથા રસ્તો ઓળંગતો માણસ હમેશાં સજાગ હોય છે. તેને ખબર હોય છે કે બન્ને કાર્યમાં તેણે સાવધ
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy