SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ अहिगयसुंदरभाव-अधिकृतसुन्दरभाव (पु.) (શુભ અધ્યવસાયને પ્રાપ્ત) મહિરા -થિશ્નરVT (1) (1. યુદ્ધ 2. પાપ પ્રવૃત્તિ 2 કલહ 3. અસંયમ 4. આત્મભિન્ન બાહ્ય વસ્તુ પ. ઉપહાર 6. હિંસાનું ઉપકરણ 7. આધાર) સત્તા મેળવવા માટે યુદ્ધ હિટલરે અને મહાત્મા ગાંધીજીએ પણ કર્યું હતું. પરંતુ બન્નેના યુદ્ધમાં અને નિયતમાં ખાસ્સો તફાવત હતો. હિટલરનું યુદ્ધ અત્યંત હિંસક અને પોતાની લાલસા પૂર્તિ માટે હતું. જ્યારે ગાંધીજીની લડાઈ અહિંસક અને બીજાનું ભલુ કરવાની ભાવના વાળી હતી. માટે ગાંધીજીનું નામ વિશ્વમાં આદરપૂર્વક અને હિટલરનું નામ તિરસ્કાર સાથે લેવાય છે. મહિARUશ્વિર (m)-fધક્ષરજ્જર (2) (કલહકારી, કજીયાખોર) अहिगरणज्ज्ञाण-अधिकरणध्यान (न.) (પાપોત્પતિના હેતુભૂત સ્થાનનું ધ્યાન) માણસ પાપસ્થાનકોમાં તો પછી જાય છે. તે સ્થાનોમાં જવાના વિચારો તો પહેલેથી જ ચાલુ થઈ જાય છે. તથા એવો નિયમ નથી, કે તમે પાપ સ્થાનોમાં જાવ પછી જ તમને પાપ લાગે. તે સ્થાનોના વિચારો કરવાથી પણ પાપસ્થાનકોમાં જવા જેટલું કે તેનાથી અધિક પાપ લાગી શકે છે. માટે જ શાસ્ત્રોમાં કહ્યુ છે કે કર્મબંધના સ્થાનકો જેટલા ભંયકર છે. તેનાથી પણ અધિક તેનું ધ્યાન વધુ ભયંકર છે. अहिगरणसाल-अधिकरणशाल (न.) (લોહશાળા, લોખંડના સાધનો બનાવવાનું સ્થાન) अहिगरणसिद्धंत-अधिकरणसिद्धांत (पं.) (આનુસંગિક સિદ્ધિ કરનાર સિદ્ધાંત) એક વાતની સિદ્ધિથી તેની સાથે સંકળાયેલ બીજી વાતોની પણ સિદ્ધિ અર્થાત્ત સાબિતી થઈ જાય, તેને અધિકરણ સિદ્ધાંત કહેવામાં આવે છે. જેવી રીતે આત્મા નિત્યાનિત્ય છે. એ સિદ્ધાંત નક્કી થઈ જતા તેની સાથે શરીરથી ભિન્નપણું તથા અરૂચીપણુ પણ સિદ્ધ થઈ જાય છે. अहिगरणि-अधिकरणी (स्त्री.) (લુહાર કે સોનાર એક ઉપકરણ, જેના પર સોનું કે લોઢું મૂકીને કૂટવામાં આવે તે) अहिगरणिया-अधिकरणिकी (स्त्री.) (પાપજનક ક્રિયા, દુર્ગતિમાં લઈ જનાર ક્રિયા) પ્રજ્ઞાપના સૂત્રના બાવીસમાં પદમાં કહ્યું છે કે અધિકરણિકી બે પ્રકારે છે. 1. નિવર્તિનાધિકરણિકી અને 2. સંયોજનાધિકરણિકી. તેમાં તલવારાદિ સાધનો બનાવવાની પ્રવૃત્તિ તે નિવર્સનાધિકરણિકી તથા તે સાધનોનો કોઈને મારવા માટે કે પછી અન્ય કોઈ પ્રયોજનથી ઉપયોગ કરવો તે સંયોજનાધિકરણિકી છે. આ બન્ને અધિકરણિકી ક્રિયા અશુભ કર્મનો બંધ કરાવનારી કહી છે. મકર (ચા) ર-ધિશ્નર (પુ.) (1. પ્રયોજન, પ્રસંગ, પ્રસ્તાવ 2. વ્યાપાર 3. અધિકાર, સત્તા) શાનુસુધારસ કાવ્યમાં બાર ભાવનાનું ખૂબ જ સુંદર નિરૂપણ કરવામાં આવેલ છે. બાર ભાવનાગત લોક ભાવનામાં લખ્યું છે કે આ જગત ઘણી બધી વિચિત્રતાઓથી ભરેલું છે. કેમ કે ક્યાંક કર્ણપ્રિય વાજિંત્રો દ્વારા ખુશીના પ્રસંગો ઉજવવામાં આવે છે, તો બીજી બાજુ હૃદયને બેચેન અને કાનના પડદા ફાટી જાય તેવા હૈયાફાટ રુદનોના પ્રસંગો બનતા હોય છે. કોઈકના ઘરે મહોત્સવનું વાતાવરણ છે. તો બીજાના ઘરે ડરામણી શાંતિવાળા શોકનું વાતાવરણ છે. માટે જગતની આવી વાસ્તવિકતાને વિચારીને તેમાં આસક્તિ નહિ વિરક્તિ કરવી જોઈએ. 1980
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy