SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ શરીરની વિકલતા કે વક્રતા તે અપ્રશસ્ત અને અશુભ કહેવાય છે. તેવી રીતે ઇંદ્રિયોની વિકલતા પણ અશુભ માનેલી છે. શાસ્ત્રમાં એકેંદ્રિયથી લઇને ચઉરેંદ્રિય સુધીની ગતિને અશુભ કે અસુજાતિ તરીકે વર્ણવેલી છે. असुज्झमाण - अशुध्यत् (त्रि.) (શુદ્ધિ નહિ પામતો) ભૂતકાળના અનંતા તીર્થકરો, વર્તમાન ચોવીસીના તીર્થપતિઓ તથા ભવિષ્યમાં થનારા અનંતા તીર્થકર ભગવંતો જે દેશના આપે છે. તેનો એકમાત્ર સારા હોય છે કે તમે તમારા આત્માને શુદ્ધ કરો. તેના માટે એવું જરૂરી નથી કે મારા ધર્મમાં જ રહો. પણ તમારી મનવચનકાયાની પ્રત્યેક પ્રવૃત્તિ આત્માને શુદ્ધ કરનારી હોવી જોઈએ. નહીતર ધર્મના નામે અધર્મ આચરતો આત્માની શુદ્ધિને પ્રાપ્ત કરતો નથી. તેમજ શુદ્ધિ નહિ પામતો આત્મા સંસારસમુદ્રના વમળોમાં આમથી તેમ અટવાયા કરે છે. અસુદ્ધ- શુદ્ધ (f). (1. સાવદ્ય અનુષ્ઠાન કરનાર 2. અશુદ્ધ, દોષ યુક્ત) ધર્મસ્થાનો, ગ્રંથો કે અનુષ્ઠાનો આત્માની શુદ્ધિ અને શાશ્વત સુખની પ્રાપ્તિ માટે હોય છે. અને તે સુખની પ્રાપ્તિ બીજા જીવોને ખુશી આપવાથી જ મળે છે. જેમાં કોઇ જ પ્રકારની હિંસા નથી તેવા અનુષ્ઠાનો શુદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરાવવામાં પ્રધાન કારણ બને છે. તેમાં કોઈ બે મત નથી, પરંતુ જેમાં જીવોની હિંસા થતી હોય તેવા અનુષ્ઠાનો કદાપિ ધર્મ બનતા નથી. સમજી રાખો કે કોઇના દિલને દુભાવવાથી કે પ્રાણોનો નાશ કરવાથી તાત્ત્વિક સુખ ક્યારેય પ્રાપ્ત થતું નથી. પ્રભુદ્ધમra - શુદ્ધમાવ (ઈ.) (અપ્રશસ્ત અધ્યવસાય) કોઇક સ્થાને એક સુવાક્ય વાંચેલું કે “ચીજ માટે ક્યારેય ચિત્ત ન બગાડો'માણસ નાશવંત અને થોડા સમયમાં જેના પરથી રાગ પણ ચાલ્યો જવાનો છે, તેવી વસ્તુને મેળવવા માટે પોતાના મનની શાંતિને ડોહળી નાંખે છે. તેનું ચિત્ત સતત અશુભ ધ્યાનમાં પરોવાઇ જાય છે. તેને બીજું કાંઈ જ સૂઝતું નથી. જ્ઞાની મહર્ષિઓ કહે છે કે પદાર્થો તો આવતાં જતાં રહે છે. પણ જો મન અશુદ્ધભાવમાં ચાલ્યું જશે તો પછી પ્રશસ્ત અધ્યવસાય પામવો દુર્લભ બની જાય છે. માટે ચેતતા નર સદા સુખી હોય છે. असुद्धसभाव - अशुद्धस्वभाव (पुं.) (વસ્તુ વિશેષે બાહ્ય ભાવોમાં પરિણમન પામવા યોગ્ય) દ્રવ્યાનુયોગતર્કણા સટીક ગ્રંથમાં અશુદ્ધસ્વભાવની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “ઉપાધિનનતfમવપરામના 'આત્માનો. સ્વભાવ છે અંતર્ભાવમાં રમણ કરવું. છતાં સંસારભાવને પામેલ હોવાથી સાંસારિક નિમિત્તોને વશ થઇને ચિત્ત બાહ્યભાવોમાં પ્રવૃત્તિ કરવા લાગે છે અને ચિત્તમાલિન્યને પામે છે. તેને અશુદ્ધસ્વભાવ કહેવાય છે. મસુમ (4) - ગમ (a.) (1. અમંગલ, અશુભ 2. અસુંદર, ખરાબ૩. અશુભકર્મ 4. દુખ) સુંદર રંગબેરંગી ફૂલો અને ગુલાબોથી મહેકતા ઉદ્યાનની નજીકમાં ઉકરડો હોય તો બગીચાની સુંદરતા ખંડિત થઇ જાય છે. રાજમહેલ જેવા શોભતા ઘરની નજીકમાં રહેલ ઝૂંપડી ઘરની સુંદરતાને નષ્ટ કરે છે. તેમ અસત્કાર્યોમાં કરાતી ચેષ્ટા અનંત જ્ઞાનદર્શન અને ચારિત્રથી શોભતા આત્માના ગુણોનો સંપૂર્ણનાશ કરી નાંખે છે. તેનાથી આત્માની સુંદરતા છૂપાઇ જાય છે અને અસુંદરતા છતી થાય છે. असुभ (ह) कम्मबहुल - अशुभकर्मबहुल (त्रि.) (અશુભ કર્મની પ્રચુરતા છે જેને તે) ત્રાજવાનો નિયમ છે કે જે બાજુ વજન વધારે હોય તે બાજુ તે નમી જાય છે. આત્માના પણ આવા કેટલાક અબાધિત નિયમો છે. આત્મામાં શુભ કર્મોની પ્રચુરતા થશે તો તેની ઊચ્ચકુળ, સ્વર્ગ કે મોક્ષ તરફ ગતિ થશે. અને જો તેનામાં અશુભ કર્મોની પ્રચુરતા વધશે તો તેની નીચકુળ, નરક કે નિગોદ જેવા સ્થાનોમાં ગતિ થવી નિશ્ચિત છે. આજના સ્માર્ટયુગમાં આ વાતો સૌ કોઇ સમજી જ શકે છે.
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy