SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પાવજેમ શરીર અને શસ્ત્રની તાકાત હોય છે. તેમ શબ્દોમાં પણ અપ્રતિમ શક્તિ રહેલી હોય છે. સભ્ય અને સુંદર વચનોથી લોકમાં પ્રિય અને આદરણીય બનાય છે. તો અસભ્ય વચનથી લોકમાં નિંદા અને તાડના થાય છે. असब्भाव - असद्भाव (त्रि.) (1. અવિદ્યમાન પદાર્થ 2. અસત્ય, મિથ્યા) જે વસ્તુ ક્યારેય સંભવી ન શકે તેને શાસ્ત્રીય ભાષામાં અસદૂભાવ કહેવાય છે. જેમ ગધેડાને માથે શિંગડા તે ક્યારેય હતાં નહિ અને થશે પણ નહિ. આકાશમાં ફૂલનું ખીલવું જે સર્વથા અસંભવ વસ્તુ છે. તેવી રીતે દુર્વ્યવહાર કે દુરાચારથી ધર્મની પ્રાપ્તિ કે પાલન " ભૂતો ન વિત્તિ જેવું હોવાથી તે અસદ્ભાવ પદાર્થ છે. असब्भावट्ठवणा - असद्भावस्थापना (स्त्री.) (જે ન હોય તેની કલ્પનાથી સ્થાપના કરવી તે) સદૂભાવ સ્થાપના એટલે જે વસ્તુ વિદ્યમાન હોય તેમાં તેના ભાવની સ્થાપના તે સદૂભાવ સ્થાપના જેમ વિદ્યમાન તીર્થકરમાં તીર્થકરત્વની સ્થાપના તે સદૂભાવ સ્થાપના છે, તથા સ્થાપનાચાર્યના અક્ષમાં પંચપરમેષ્ઠી વિદ્યમાન ન હોવા છતાં પણ કલ્પના કરીને તેમાં પરમેષ્ઠીપણાની સ્થાપના તે અસદૂભાવ સ્થાપના છે. असब्भावपट्टवणा - असद्भावप्रस्थापना (स्त्री.) (અસત્પદાર્થની કલ્પના) असब्भावुब्धावणा - असद्भावोद्भावना (स्त्री.) (અવિદ્યમાન પદાર્થનું ચિંતન) મહમૂદ - મહૂતિ (2) (અસત્ય, ખોટું) જગતમાં બે પ્રકારના પદાર્થો હોય છે. 1. સદૂભૂત જેને નજરે જોઇ શકાય, અનુભવી શકાય કે સાંભળી શકાય તેવા પદાર્થો સદ્દભૂત છે. તથા જેનું કોઈ પ્રકારનું અસ્તિત્વ જ નથી જેની કલ્પના કરવી પણ નિરર્થક છે તેવા પદાર્થો અસદૂભૂત કે અસત્ય છે. असमंजस - असमञ्जस (त्रि.) (અસંગત, અઘટિત, અસુંદર). ગૃહસ્થાવાસમાં ચૌદવિદ્યાના પારગામી તથા લોકમાં પૂજ્ય એવા અગ્યારે ગણધરોને શાસ્ત્રોનું તલસ્પર્શી જ્ઞાન હોવાં છતાં પણ દરેકના મનમાં કોઇને કોઇક વિષયની શંકા હતી. વેદોના પાઠો અને તેના અર્થોમાં ક્યાંક અસમંજસતા રહી ગયેલ હતી. પરમકૃપાળુ મહાવીરદેવે તે ઉક્તિઓની અસંગતતા દૂર કરીને જ્યારે સમજણ આપી ત્યારે તેમના મિથ્યાત્વના અંધકારનો નાશ થયો અને સભ્યત્ત્વના સૂર્યનો ઉદય થયો. असमंजसचेद्विय - असमञ्जसचेष्टित (न.) (અઘટિત ચેષ્ટા કરવી તે, પ્રાણીવધાદિ ક્રિયા) પંચેન્દ્રિય મનુષ્ય કે પ્રાણીઓની હિંસા કરનારને આપણે નિર્દય અને અઘટિત ચેષ્ટાકારી માનીએ છીએ. તેવો પુરુષ નિયમા દંડને પાત્ર છે એમ સમજીને તેને દંડ પણ આપીએ છીએ. પરંતુ રોજબરોજની જીંદગીમાં વિના કારણે આડેધડ કાચા પાણીનો ઉપયોગ કરીને પાણીના જીવોની હત્યા, સ્વાદને પોષવા કંદમૂળોનું ભક્ષણ તથા પોતાની સુંદરતા વધારવા માટે હર્બલના નામે વનસ્પતિના જીવોનો કચ્ચરઘાણ કાઢતાં શું આપણે નિર્દયી કે અઘટિતચેષ્ટાકારી નથી? असमण - अश्रमण (पु.) (અસાધુ, સાધુત્વરહિત) સામાન્યથી આપણે સાધનો અર્થ એવો કરીએ છીએ કે જેમણે સંસારનો ત્યાગ કર્યો શ્રેય. જેઓએ પંચમહાવ્રત સ્વીકાર્યા હોય 152
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy