SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ અશક્ય બની ગયો હોય. કદાચ તેવા વિચિત્ર સ્વભાવના લોકોને ધ્યાનમાં રાખીને જ લોકોક્તિ બની હોય કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. જીવનમાં તે ક્યારેય બદલાતાં નથી. ધ્યાન રાખજો કે આપણાં માટે તો પાછળથી આવું નથી બોલાતું ને ! અસાફ - સ્વાધ્યાયિજ઼ (7) (સ્વાધ્યાયને અટકાવનાર કારણવિશેષ, બત્રીસ અસઝાયોમાંનું કોઇ એક). સ્વાધ્યાય તે સાધુના શ્વાસોશ્વાસ સમાન છે. શાસ્ત્રોનું અધ્યયન થતું રહે ત્યાં સુધી સાધુજીવનના ભાવપ્રાણ જીવિત રહે છે. સ્વાધ્યાય તે શ્રમણ જીવનનું એક અભિન્ન અંગ છે. આવા સ્વાધ્યાયમાં ખલેલ પાડનારા, તેને અટકાવનારા કુલ બત્રીસ કારણો શાસ્ત્રોમાં કહેલ છે. તેવા બત્રીસ કારણો ઉપસ્થિત થયે છતે સાધુને સ્વાધ્યાય કરવાનો નિષેધ કરવામાં આવેલ છે. જેમ કે જ્યાં સ્વાધ્યાય કરવાનો હોય તે સ્થાનમાં લોહી, પરુ, માંસ, મૃત્યુ વગેરે થયું હોય તો તે દિવસ અસઝાયનો ગણવો. અર્થાત્ તે દિવસે સાધુએ આગમિક શાસ્ત્રોનો અભ્યાસ ન કરવો. તે કારણ દૂર થયે છતે પુનઃ સ્વાધ્યાય કરવામાં કોઇ બાધ નથી. મસાલગિરિ - સ્વાધ્યાયનિ૪િ (.). (આવશ્યકસૂત્રગત પ્રતિક્રમણ અધ્યયનમાં ભદ્રબાહુસ્વામીએ રચેલ નિયુક્તિ) મઢ - 4(). (કપટરહિત, સજ્જન, રાગદ્વેષરહિત) શાસ્ત્રમાં અશઠનું સ્વરૂપ વર્ણવતાં લખ્યું છે કે સરળ સ્વભાવવાળા અશઠ પુરુષોના ચિત્તમાં જેવું હોય છે. વચન પણ તે પ્રમાણેનું જ હોય છે. તથા જે પ્રકારનું વચન હોય છે તેમની પ્રવૃત્તિ પણ વચનને અનુસરનારી હોય છે. અર્થાતુ તેમના વિચાર, વાણી અને વર્તનમાં વિપરીતતા હોતી નથી. આથી તેઓ લોકમાં વિશ્વસનીય અને પ્રશંસનીય હોય છે. જ્યારે માયાવી પુરુષના ચિત્ત, વચન અને ક્રિયા ત્રણેય પરસ્પર બાધિત હોવાથી તેઓ કોઇના પણ વિશ્વાસપાત્ર બનતા નથી. સહરા - મશર#રા (6) (નિષ્કપટભાવે અનુષ્ઠાન કરનાર) જિનશાસનમાં સ્ત્રીતીર્થંકર નામક એક આશ્ચર્ય થઇ ગયું. જિનશાસન પુરુષ પ્રધાન છે આથી તે શાસનની સ્થાપના કરનાર તીર્થકર ભગવંતો પણ નિયમાં પુરુષ જ હોય. કિત આ અવસર્પિણી કાળની ચોવીસીમાં ઓગણીસમાં તીર્થકર મલ્લિનાથ ભગવંત પુરુષ તીર્થંકર નહિ કિંતુ સ્ત્રીતીર્થકર થયા. તેની પાછળ મુખ્ય કારણ પૂર્વભવમાં તેઓએ કરેલ કર્મબંધ હતો. પૂર્વના ભવમાં છ મિત્રોએ એક સાથે તપ અનુષ્ઠાન સાથે અને સમાન કરવાનો નિશ્ચય કર્યો હતો. કિંતુ વધારે તપ કરવાની અને પુણ્યબંધ કરવાની લાલચમાં તેઓ મિત્ર પાસે ખોટું બોલીને વધુ તપ કરતાં હતા. તપના પ્રભાવે તીર્થકર નામકર્મ તો બાંધ્યું પણ સ્ત્રીવેદે. ધર્માનુષ્ઠાન પણ નિષ્કપટ ભાવે કરવાનું શાસ્ત્રીયવિધાન છે. અશઠભાવે અનુષ્ઠાન કરનાર આત્માને યોગાવંચક કહેલ છે. સમવ - અમાવ (પુ.) (અમાયાવી, કપટરહિત) ગળ - મન (ર) (1, ભોજન, આહાર 2. વૃક્ષવિશેષ) શાસ્ત્રમાં અશનની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે 'માણ ક્ષાંશમરિતિમાન'અર્થાતુ જે આહાર તત્કાલમાં ભૂખને શમાવે તેને અશન જાણવું. શાસ્ત્ર તેની આગળ વધતાં કહે છે કે લોકમાં ભૂખને શમાવનારા આહાર ઘણા બધા પ્રકારના છે. પરંતુ તેમાંથી કેવો આહાર ગ્રહણ કરવો અને કયો ગ્રહણ ન કરવો તેનો વિવેક મનુષ્ય પાસે સ્વયં હોવો જોઇએ. અન્યથા વિવેકબુદ્ધિને બાજુ પર મૂકીને જે તે ખાનારમાં અને પશુમાં કોઇ જ અંતર રહેતું નથી. મHINI - અનિક્સ() (બીજક નામે વૃક્ષવિશેષ) 147
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy