SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્મણરેખાનું ઉલ્લંઘન કરતાં સીતાનું અપહરણ થયું. લગ્નપૂર્વે પવનંજય સાથે મિલન કરવાથી અંજનાસતીને બાવીસ બાવીસ વર્ષ સુધી પતિનો વિરહ સહન કરવો પડ્યો હતો. આવા તો કેટલાય દાખલાઓ જગપ્રસિદ્ધ છે. અસતી સ્ત્રી સર્વદા સર્વકાળે અને સર્વ સ્થાને ઉપેક્ષણીય બની છે. असईजणपोसणया - असतीजनपोषण (न.) (દાસી, વેશ્યાદિનું પોષણ કરવું, સાતમાં વ્રતનો એક અતિચાર) શ્રાવકના બાવ્રતોમાં લાગતા અતિચારોમાં સાતમાં ભોગોપભોગપરિમાણવ્રતના અતિચારમાં એક અતિચાર છે અસતીજનનું પોષણ, કુકર્મકારી અસતી સ્ત્રી કે દાસી વગેરેનું પાલન-પોષણ કરવું તે સમ્યક્તધારી શ્રાવકને કલ્પતું નથી જાણતા કે અજાણતા તેવી સ્ત્રીઓનું પોષણ કરતાં વ્રતોમાં અતિચાર લાગે છે. જે સમ્યક્તને દૂષિત કરે છે. એસોસ - મતિષ (ઈ.) (હિંસક કે કુકર્મી પ્રાણીઓનું આજીવિકાળું પોષણ કરવું તે, સાતમાં વ્રતનો એક અતિચાર) જે વ્યાપાર અશુભકર્મોનું આદાન અર્થાતુ બંધ કરાવે તેવા વ્યાપારને કર્માદાન કહેવાય છે. આવા પંદર કર્માદાન શ્રાવકજનને વજર્ય કહેલા છે. ભોગપભોગપરિમાણ વ્રત અંતર્ગત આવતાં પંદર કર્માદાનમાંનું એક કર્માદાન છે અસતીપોષણ. કુર્મકારી પ્રાણીઓ કે હિંસક પશુઓનું પોતાની આજીવિકાને અર્થે પાલન પોષણ કરવું તે અસતીપોષણ નામક પંદરમું કર્માદાન છે. મસા - અશાન (ઈ.) (અપશુકન, અનિષ્ટ અર્થનો સૂચક) શિષ્ટજન માન્ય અનેક પ્રકારના શાસ્ત્રોમાં એક શાસ્ત્ર શુકનશાસ્ત્ર પણ છે. આ શાસ્ત્રમાં જીવના ભાવી મંગળ એ અમંગળસંબંધિ ચર્ચા વિસ્તૃતપણે કરવામાં આવી છે. શુભ પુરુષના દર્શન, શુભપક્ષીઓનો અવાજ, સકારાત્મક વચનનોનું શ્રવણ પુરુષના ભાવી કલ્યાણ સૂચક છે. જ્યારે તેનાથી વિપરીત અશુભ પક્ષીઓનો અવાજ, શુભપ્રસંગે ચાંડાળાદિનું દર્શન, નિષેધસૂચક ચિહ્ન કે વચન પુરુષના ભાવિ અનિષ્ટસૂચક છે. તેને અપશુકન તરીકે ગણેલ છે. મંગળ કાર્યમાં આવા અપશુકનો થાય તો તેવા કાર્યનો ત્યાગ કરવો જોઇએ. મયંક - મ (. ?) (શંકારહિત, નિઃશંક) જ્યાં સુધી પાણીમાં તરલતા છે ત્યાંસુધી જલની સ્વચ્છતા જોઈ શકાતી નથી. જલતરંગોથી તરલિત તળાવનું અંતસ્તલ સ્પષ્ટ જણાતું નથી. તેમ ચિત્તમાં જ્યાં સુધી શંકા અને કુશંકાઓના વિકલ્પો ઉદ્દભવી રહ્યાં હોય છે. ત્યાંસુધી તત્ત્વોનો હાર્દ પામી શકાતો નથી. માનવમન જયારે સંકલ્પ અને વિકલ્પોના તરંગોરહિત નિઃશંક બને છે ત્યારે શાસ્ત્રરૂપી સમુદ્રમાં રહેલ ઐદંપર્યાર્થના મોતીને પ્રાપ્ત કરે છે. સંક્તિ - ગણનય (સિ.) (સંદેહરહિત સ્થાન, શંકાને અયોગ્ય હોય તે). અઢાર પ્રકારના દૂષણોથી રહિત, કર્મક્ષયે નિર્મળ કેવળજ્ઞાનને વરેલા તથા ચતુર્વિધ ધર્મના સ્થાપક એવા અરિહંત દેવ. પંચ ઇંદ્રિયોનો નિગ્રહ કરનાર, પંચમહાવ્રત પાલક, શુદ્ધધર્મપ્રરૂપ એવા સાધુ ભગવંત. તેમજ અનંત કલ્યાણકારી, કેવલી પ્રરૂપિત એવો શુદ્ધધર્મ તે અશકનીય અર્થાત્ સંદેહરહિત સ્વીકૃતિને યોગ્ય સ્થાન કહેલ છે. આ ત્રણેય પરમોત્કૃષ્ટ તત્ત્વો એકાંતે આત્માનું હિત કરનારા છે. આથી તેમાં શંકા કરવી તે ઘોરમિથ્યાત્વને આમંત્રણ આપવા બરોબર છે. असंकप्पिय - असङ्कल्पित (त्रि.) (મનથી નહિ વિચારેલ, જેનો સંકલ્પ કરેલ ન હોય) કોઇપણ શુભ કે કઠિન કાર્ય કરવા નીકળેલ મનુષ્યનું અડધું કાર્ય તો તેણે કરેલો સંકલ્પ જ કરી દેતો હોય છે. કોઇપણ કાર્ય કરવાનો દઢનિર્ધાર મુશ્કેલ માર્ગને પણ સરળ બનાવી દે છે. પરંતુ જેનો મનથી સંકલ્પ જ કર્યો ન હોય કે કોઈ જાતનો વિચાર જ -1310
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy