SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - આયુષ્યકર્મથી બદ્ધ એવો પ્રત્યેક સંસારી પ્રાણી સ્ત્રીવેદ, પુરુષવેદ કે નપુંસકવેદ એ ત્રણેય વેદમાંથી કોઇ એક વેદે કરીને યુક્ત હોય છે. ફક્ત એક ભવમાંથી બીજા ભવમાં જતી વખતનો વિગ્રહગતિવાળો આત્મા, કેવલીભગવંતો અને સિદ્ધો જ અવેદી કહ્યા છે, ગલેવકૃત્ત - અયિત્વ (વ્ય.) (વદ્યા વગર, ભોગવ્યા વિના) આજનો માનવ વિકલ્પોને પસંદ કરતો થઈ ગયો છે. આ નથી તો પેલું, પેલું નથી તો આ. હાર્ટની નળી બ્લોક છે તો બાયપાસ કરાવી લો. અંદરના રસ્તે નથી જવું તો બાયપાસ રસ્તે નીકળી જઇએ. પૂજનમાં નાળીયેર નથી મળ્યું તો સોપારીથી ચલાવી લઇએ. આ બધું કદાચ ચાલી જશે પરંતુ ભોગમાં આસક્ત થઇને જે નિકાચિત કર્મો બાંધ્યા હશે. તેના માટે કોઈ જ વિકલ્પ નથી. તે કર્મો ભોગવ્યા વિના છૂટકો જ નથી. ત્યાં કોઈ જ દયાની અરજી ચાલતી નથી. અવેયા - મફત (f). (જને કોઈ જાતની વેદના નથી તે, વેદનારહિત, સિદ્ધ) વેદના બે પ્રકારની છે શાતા અને અશાતા. કર્મ છે ત્યાંસુધી શરીર છે અને શરીર છે ત્યાંસુધી વેદના છે. યાવતુ ઘાતી કર્મોનો ક્ષય કરનાર તીર્થકર અને કેવલી ભગવંતોને પણ આયુષ્યકર્મના ક્ષય સુધી શાતવેદના ભોગવવી પડતી હોય છે. અષ્ટકર્મના દલિકોને ભેદનાર એક સિદ્ધભગવંતોને તો શરીર જ નથી આથી તેમને કોઇપણ પ્રકારની વેદના નથી. તેઓ અવેદન છે. अवेयवच्च - अपेतवाच्य (त्रि.) (વચનીયતારહિત, નિર્વાચ્ય) કવિને તેની કવિતામાં નિર્વાચ્ય આનંદ મળે છે. યોગીને તેના યોગમાં નિર્વચનીય આનંદ મળે છે. પુત્રને માતૃપ્રેમમાં નિર્વચનીય સુખનો અનુભવ થાય છે. જ્ઞાનીને જ્ઞાનરસમાં અવાચ્ય આનંદ પ્રાપ્ત થાય છે. તથા સિદ્ધ ભગવંતોને કર્મક્ષયે પ્રાપ્ત આત્મરમણતામાં નિર્વાચ્ય સુખ પ્રાપ્ત થાય છે. अवेरमणझाण - अविरमणध्यान (न.) (પાપથી અનિવૃત્ત ધ્યાન, દુર્થાન) ચતુર્ગતિમય સંસારમાં એવા પણ જીવો હોય છે. જેઓ સન્માર્ગદશક વડે પાપમાર્ગથી નિવૃત્ત થવા સમજાવવા છતાં પણ તેનો ત્યાગ કરતાં નથી. દુબધિ કે ભારેકર્મી આત્માઓ લાખ પ્રયત્ન સમજાવવાં છતાં પણ પુનઃ પુનઃ અધર્મમાં જ પ્રવૃત્ત થતાં હોય છે. તેઓનું ચિત્ત સતત દુર્ગાનમાં જ રત હોય છે. જેમ કાલસૌરિક કસાઇએ જબરજસ્તીએ અધર્મનો ત્યાગ કરાવવાં છતાં પણ માનસિક રીતે પાપનો ત્યાગ નહોતો જ કર્યો. નવા - ઝવ્યા (a.) (ગંભીર અર્થવાળી અથવા અસ્પષ્ટ અક્ષરવાળી ભાષા) પ્રશ્નવ્યાકરણ આગમમાં કહ્યું છે કે “જે ભાષામાં શબ્દો ઓછા હોય. કિંતુ તેના અર્થ અતિગહન અને વિશાળ હોય તેવી ભાષા અવ્યાતા કહેવાય છે. તેમજ દશવૈકાલિકસૂત્રમાં અસ્પષ્ટ અર્થવાળી બાળકની ભાષાને પણ અવ્યાકૂતા કહેલ છે. अवोच्छिण्ण - अव्युच्छिन (त्रि.) (વ્યવચ્છેદરહિત, ભિન્ન નહિ પડેલ, પૃથક્વના અભાવવાળું) ન્યાયશાસ્ત્રમાં એવા પદાર્થો કહેલા છે જેઓનું નિરૂપણ દ્ધિત્વ તરીકે કરવામાં આવે છે. કિંતુ તેઓ બન્નેને અલગ કરવા અશક્ય હોવાથી તેઓ પૃથક્વના અભાવવાળા છે. જેમ કે ગુણ-ગુણી, દ્રવ્ય-દ્રવ્યત્વ, ધર્મ-ધર્મી વગેરે. આવા જગતના જેટલા પણ પદાર્થો હોય જેમનો ભેદ કરવો અશક્ય હોય તેમને અપૃથફ જાણવા. अवोच्छित्तिणय - अव्यवच्छित्तिनय (पुं.) (1. શ્રતનું કાલાન્તરને પામવું 2. દ્રવ્યાસ્તિક નય) જે માત્ર દ્રવ્યને પ્રધાન કરીને નિરૂપણ કરે તેવા નયને અવ્યવસ્થિતિ નય કે દ્રવ્યાસ્તિક નય કહેવામાં આવે છે. આ મત દ્રવ્યની 125 -
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy