________________ વિદેડવ - વિન્ટેજ (કું.) (અન્યને પીડા નહિ ઉપજાવનાર, આદર કરનાર) દશવૈકાલિકસૂત્રની ટીકામાં અવિવેઠકની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “ન વિષ્ણુરિતે મરિન્ય' અર્થાત જેઓ પોતાનાથી વડીલ, ગુણીજનાદિ પાત્રોને વિષે સર્વકાળે આદરયુક્ત હોય તેઓ અવિયેઠક છે. તેઓ ક્યારેય પણ તેવા ગુણીજનોનું બહુમાન કરવાનું ચૂકતાં નથી. વાલ્વ - અવિદ્રવ્ય (2) (સંપૂર્ણ આહારદ્રવ્ય, સર્વોત્કૃષ્ટ આહારવર્ગણા) अवीइमंत - अवीचिमत् (त्रि.) (કષાયના સંબંધરહિત) નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે કે “જે સંસારનો લાભ કરાવી આપે તે કષાય છે. તથા જે સંસારના ક્ષણિક સુખો અને દીર્ઘકાલીન દુખોનો નાશ કરીને શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવી આપે તે મોક્ષ છે.” જે જીવો કષાયના સંબંધે કરી સહિત છે તેઓ દુખયુક્ત ક્ષણિક સુખવાળા સંસારને પામે છે. જ્યારે સંસારના મોહમાં નહિ બંધાયેલા, કષાયોના સંબંધરહિત મહાપુરુષો મોક્ષ સાથે અનાદિકાલીન રહેવાવાળા સંબંધે જોડાય છે. નવીફર - વિશ્વ (વ્ય.) (અલગ નહિ કરીને, જુદુ નહિ પાડીને) શાસ્ત્રોમાં વિવિધ પ્રકારના ભોજનના ભેદ કહેલાં છે. તેમાં એક ભેદ કાકભક્ષણનો અને હંસભોજનનો આવે છે. કાગડાની સામે દૂધ મૂકવામાં આવે તો તે જલ અને દૂધનો ભેદ કર્યા વિના એકીશ્વાસે બધું એક સામટું પી જાય છે, જ્યારે પક્ષી શ્રેષ્ઠ હંસ જલને છોડીને એકલા દૂધને જ પીવે છે. તેમ દુષ્ટપુરુષો સાર અને અસારનો ભેદ કર્યા વિના જ્યાં ત્યાં પ્રવૃત્તિ કરનારા હોય છે. તથા વિવેકને પ્રાપ્ત સુજ્ઞજનો અસારનો ત્યાગ કરીને માત્ર સારભૂત સ્થાનોમાં ચેષ્ટા કરતાં હોય છે. (વ્ય.). (વિચાર્યા વિના, વિકલ્પ કર્યા વિના) અવર - તીર (ર.). (1. એકાકી, અસહાય 2. અનુપમ, જેની સમાન બીજો કોઇ નથી). આ સંસારમાં બે રીતના અદ્વિતીય હોય છે. કેટલાક લોકો સંસારમાં ચારેય બાજુથી લોકોની વચ્ચે ઘેરાયેલા હોય છે. સંસારના તાણાવાણામાં સતત વીંટળાયેલા હોવાં છતાં પણ તેઓનું મન સતત એકલતા અનુભવતું હોય છે. તેઓ હજારોની વચ્ચે પણ એકાકી હોય છે. જયારે કેટલાક લોકોનું જીવન જ બીજા માટે ઉદાહરણીય હોય છે. તેઓ તેમના વર્તન, સ્વભાવ અને ગુણોના કારણે લોકમાં અનુપમ અને અદ્વિતીય હોય છે. લોકો જીવતાં પણ તેમને અનુસરે છે, યાદ કરે છે અને મૃત્યુ પછી પણ સ્મરણીય બને છે. મવરિય - ગવર્શ (ઈ.) (માનસશક્તિ વગરનો, વીર્યહીન) જીવવિચારાદિ ગ્રંથમાં ત્રણ પ્રકારના બળ કહેલા છે. મનબળ, વચનબળ અને કાયબળ, સશક્ત શરીર હોવું તે કાયબળ છે. સ્પષ્ટવક્તા અને સચોટવાણી હોવી તે વચનબળ છે અને જે કાર્ય કરવા ધાર્યું હોય તેને માટે પ્રારંભથી અંત સુધી દઢનિર્ધાર રાખવો તે મનોબળ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે કાયબળ કરતાં વચનબળ શ્રેષ્ઠ છે અને વચનબળ કરતાં પણ મનોબળ કઇઘણું વધુ શ્રેષ્ઠ છે. વચનબળ અને કાયબળ વગરનો માનવ મનોબળે સાતસમુદ્રને તરી જાય છે. જ્યારે વચનબળ અને કાયબળ હોવાં છતાં જો મનોબળ નથી તો તે નાનકડા તળાવમાં પણ ડૂબી જાય છે. 123