SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ લૌકિક જગતના લોકો કંઇક મેળવીને ખુશ થતાં હોય છે. કમાણી વધી ખુશી મળી, નોકરીમાં બઢતી મળી આનંદ થયો. ઘરમાં સારા સમાચાર મળ્યાં ખુશી થઈ. આ રીત છે લૌકિકવિશ્વની. જ્યારે લોકોત્તર જગતમાં ત્યાગ કરીને ખુશી મળતી હોય છે. દીક્ષાર્થી હસતાં મોઢે સમૃદ્ધિનું વરસીદાન કરે છે. સાધુ વિગઈઓના, આહારનો ત્યાગ કરીને આનંદ માણે છે. યાવત્ અંત સમયે પોતાનો દેહ પણ પ્રસન્નવદને છોડીને મહાપ્રયાણ આદરતાં હોય છે. વહાર - પIR (પુ.) (1. અપહરણ, ગર્ભનું અપહરણ કરવું તે 2. ચોરી કરવી 3. જલચરવિશેષ) ગર્ભનું અપહરણ તે આ અવસર્પિણીના દશ આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય છે. દેવરાજ ઇંદ્રએ અવધિજ્ઞાને જાણ્યું કે લોકોત્તરધર્મ પ્રવર્તક તીર્થકર કર્મવશાત્ ભિક્ષુકકુળની સ્ત્રીની કુક્ષિમાં આવ્યા છે. આથી તેઓએ હરિણનૈમિષી દેવને આજ્ઞા કરીને પ્રભુ વીરના ગર્ભન દેવાનંદાની કુક્ષિમાંથી અપહાર કરાવીને ક્ષત્રિયવંશી ત્રિશલારાણીની કુલિમાં સ્થાપન કરાવ્યો. અવનવું - મવથાવત (ઈ.) (અવધારણવાળો, નિશ્ચયવાનું) હિન્દીભાષાની એક સૂક્તિ છે. હું તે તો હુ જે મિત્ર ગતિ હૈ, તો રક્ષિત રચાર મનમાં દૃઢનિશ્ચય અને સફળ પ્રયત્ન હોય તો બધી જ તકલીફો ચપટી વગાડતા જ ભાગી જાય છે. જે પોતાના ધ્યેય પ્રત્યે નિશ્ચયવાનું છે. તેને કોઇ જ વિનો આગળ વધતાં અટકાવી શકતાં નથી. મેવદિ - ઊંધિ (કું.) (1. મર્યાદા, સીમા 2. પ્રત્યક્ષજ્ઞાનનો એક ભેદ, અવધિજ્ઞાન) પ્રજ્ઞાનપના સૂત્ર નામક આગમના ૨૮માં પદમાં લખ્યું છે કે “જેને રૂપી કહી શકાય તેવા જગતના તમામ પદાર્થોનું એક નિશ્ચિત મર્યાદા સુધી જ્ઞાન કરાવે તેવા જ્ઞાનને અવધિજ્ઞાન કહેવાય છે.' આ અવધિજ્ઞાન નાનકડા ઓરડાથી લઇને ચૌદરાજલોક પ્રમાણમાં હોઈ શકે છે. સવ - 56 (થા) (મૂકવું, છોડવું, ત્યાગવું) નવલિય - ગવાય:છૂત -- અવઋદિત (.) (નીચે નમેલ, પીઠ સુધી મસ્તક નમાવેલ) નીચે નમેલ આમ્રવૃક્ષ અને નીચે મસ્તક ઝૂકાવેલ શિષ્ય શિષ્ટજનને આનંદ આપે છે. નીચે નમેલ વૃક્ષ કેરી નામના મીઠા ફળ આપે છે. જયારે નતમસ્તક શિષ્ય ગુરુને સર્વસ્વ સમર્પણ કરીને ગુરુને તેમના સ્થાનનો આદર આપે છે. अवहोलंत - अवदोलयत् (त्रि.) (ચલાયમાન થવું, ઝૂલવું) ભગવદ્દગીતા વગેરે લૌકિક શાસ્ત્રોમાં કહ્યું છે કે “જ્યારે ધરતી પર પાપ વધી જાય છે. પાપીઓ પોતાની મર્યાદા વટાવી ચૂકે છે. ચારે બાજુ હિંસા, કપટ વગેરે દુર્ગણો માઝા મૂકે છે. ત્યારે પાપીઓના પાપને સહન ન થતાં ધરતી ધ્રુજવા માંડે છે. પર્વતો ચલાયમાન થઇ ઉઠે છે. વર્ષો જલપ્રવાહને પૂરમાં પલટાવી વિનાશ સર્જે છે.' अवाइअसंगया - अवाद्यसङ्गता (स्त्री.) (જલાદિથી અબાધિતગતિ) દ્વાત્રિશત્કાત્રિશિકામાં કહેવામાં આવ્યું છે કે “જે યોગીએ વાયુને જીતી લીધો છે. તેને પ્રચંડપૂરવાળી મહાનદી, તીક્ષ્ણ કાંટાઓ અને કાદવથી પરિપૂર્ણ માર્ગ વગેરે કોઇ જ રોકી શકતું નથી, લઘુકાયની સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોવાથી કે તણખલાની જેમ તેમની ગતિ સર્વત્ર અપ્રતિબદ્ધ થઈ જાય છે.' 101 -
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy