SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ જયોતિષ શાસ્ત્રમાં દિવસ અને રાતને આઠ પ્રહરમાં વિભાજિત કરવામાં આવેલ છે. આ આઠ પ્રહરમાં ચાર પ્રહર દિવસના અને ચાર પ્રહર રાતના હોય છે. તે આઠે પ્રહરના નામો પણ પ્રસિદ્ધ છે. દિવસના ચાર પ્રહરમાંનો અંતિમ પ્રહર અપરાહ્ન તરીકે જગ પ્રસિદ્ધ છે. अवरहकाल - अपराह्नकाल (पुं.) (સૂર્યનું પશ્ચિમદિશામાં ગમન) વરત્ત - અપIZ (ઈ.) (રાત્રીનો પાછલો ભાગ, પાછલી રાત) કવિ નરસિંહ મહેતાએ પોતાના કાવ્યમાં લખ્યું છે કે “રાત રહે પાછલી પઘડી જોગીજને સૂઈ ન રહેવું” અર્થાત્ જે ઇશ્વરને સમર્પિત છે તેવા આત્માએ રાત્રીનો પાછલો ભાગ શેષ રહેતા ઉઠી જવું અને પરમાત્મભક્તિમાં લાગી જવું. શાસ્ત્રોમાં રાત્રીનો પાછલો સમય પ્રભુમિલન માટેનો ઉત્તમ સમય કહેલો છે. કેમકે તે સમયે દુષ્ટજનો પણ નિદ્રાધીન હોય છે. નવરાતિ - પારિજ () (પશ્ચિમદ્વારિક નક્ષત્ર). સ્થાનાંગસૂત્રના ચતુર્થ સ્થાનના ચોથા ઉદેશામાં લખેલું છે કે “પશ્ચિમ તરફ રહીને ચંદ્ર સાથે યોગ જોડનારા કુલ સાત નક્ષત્ર છે. તઘથા 1. પુષ્ય 2, આશ્લેષા 3. મઘા 4. પુર્વાફલ્યુ 5. ઉત્તરાફલ્થ 6. હસ્ત અને 7. ચિત્રા.” નવરાળ - મારક્ષા (ઈ.) (નૈઋત્ય દિશા, પશ્ચિમ અને દક્ષિણ દિશાની વચ્ચેનો ખૂણો) (નૈઋત્ય દિશા) અવરદ્ધ- પરદ્ધિ (1) (અપરાધ કરવો, બીજાને પીડા ઉપજાવવી, વિનાશ કરવો) શરીર પર મચ્છર કરડ્યો હોય કે પછી ગુમડું થયું હોય ત્યારે તે સ્થાને ખંજવાળ ઉપડે છે. તે સમયે માણસને ખંજવાળવું મીઠું અને આરામદાયક લાગે છે. પણ પાછળથી પીડા ઉત્પન્ન થતાં પોતે કરેલ વર્તન ખોટું લાગે છે. બસ આવું જ કાંઇક છે દુષ્કર્મ કરનાર અને બીજાને પીડા આપીને આનંદ માનનારનું. દુષ્ટાચરણ કરતી વખતે તેને મજા આવે છે પણ જયારે નરકમાં કરેલ કર્મોની પીડા સહન કરવાનો વારો આવે છે. ત્યારે વિચારે છે કે મેં તે સમયે આવું ગેરવર્તન ન કર્યું હોત તો આજે મારી આવી સ્થિતિ ન હોત. અવરદ્ધિા - પતિજ(g) (1. અપરાધી, દોષી 2. ગુમડું 3. સર્પદંશ) રત્નાકરસૂરિ મહારાજે રત્નાકરપચ્ચીસીમાં લોભને સર્પની ઉપમા આપીને કહ્યું છે. “હે પરમાત્મા ! મારે તો તારું નિશદિન ધ્યાન ધરવું છે. હું તને સદૈવ ભજવા માંગું છું. પણ આ લોભરૂપી સર્પ મને એવો ડસી ગયો છે કે આપને ભજવાની વાત તો દૂર રહો. આપને હું એક ક્ષણ માટે પણ યાદ નથી કરતો. ધિક્કાર હોજો મારા જેવા નિર્લજ્જ અને કૃતઘ્નીને.” અવરાજૂ - મારપાળf (a.) (પગની એડી), अवरमम्मवेहित्त - अपरमर्मवेधित्व (न.) (સત્ય વચનનો ૨૦મો અતિશય) સાધુ અને સજ્જનની વાણી અતિકોમળ અને કર્ણપ્રિય હોય છે. તેઓ ક્યારેય પણ કોઇનું દિલ દુભાય તેવા વચનો કહેતા નથી. સામેવાળો દોષી હોય અથવા તેના અતિગુપ્ત મને જાણતા હોય તો પણ તેના મર્મોનું ભેદન ન થાય તદનુસાર સત્યવચન ઉચ્ચારે છે. સામેવાળાના મર્મનું ભેદન ન થાય તે પ્રમાણેનું વચન કહેવું તે સત્યવચનનો વીસમો અતિશય છે.
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy