________________ જીવ કે પુદગલ, રૂપી કે અરૂપી દ્રવ્ય પોતાના પ્રમાણને અનુસારે જે તે આકાશપ્રદેશને કે અન્ય પુગલને આશ્રયીને રહેતા હોય છે. જીવ કે પદાર્થ જ્યારે પોતાની અવસ્થાનુસાર આશરો કરે છે ત્યારે તેને શાસ્ત્રીયભાષામાં અવગાઢ કહેવામાં આવે છે. अवगाढगाढ - गाढावगाढ (त्रि.) (અધોવ્યાપ્ત) ભગવતીસત્રના પ્રથમ શતકના પહેલા ઉદેશામાં ગાઢાવગાઢનો અર્થ કરતાં લખ્યું છે કે “જયારે કોઇ દેવગતિને યોગ્ય જીવનું કથન કરવામાં આવે ત્યારે યોગ્યતાથી વિપરીત અયોગ્યનો બોધ થાય છે. આવા યોગ્ય કથનમાં થતાં અયોગ્યના બોધને ગાઢાવગાઢ કહે છે.” વIR - અપક્ષIR (.) (વિપરીત આચરણ, અપકાર) સુત્રકતાંગસૂત્રની ટીકામાં કહ્યું છે કે “જે શક્તિમાન નર છે તે અપકારકર્મ વડે આનંદ પામતો નથી. તેને દુશ્મનની યાતના એટલું દુખ નથી આપતી જેટલું દુખ યાતનામાં રહેલ દુશ્મનની વેદના આપે છે. તે પોતાના દુશ્મનને પણ યાતનામાંથી બહાર કાઢે છે. તેઓ અપકારી ઉપર પણ ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય છે.” અવસિ - મવાણા (પુ.) (ઉત્પત્તિસ્થાન, ગમનાદિ ચેષ્ટાસ્થાન) છ દ્રવ્યોમાં આકાશને પણ એક દ્રવ્ય માનવામાં આવેલ છે. આકાશાસ્તિકાયનું કાર્ય અવકાશ જગ્યા આપવાનું છે. આ જગતમાં જેટલા પણ પદાર્થ અવગાહીને રહેલા છે તે આકાશાસ્તિકાયને આભારી છે. અવહિં -- વેદ (.) (અવકાશ, જગ્યા) જયારે કોઇ પુગલ કે જીવ આકાશાસ્તિકાયના પ્રદેશોને કાયાનુસાર સ્પર્શીને રહેલ હોય છે ત્યારે આ શબ્દનો પ્રયોગ થાય છે. જેમ કે ધર્માસ્તિકાય ચૌદરાજલોક પ્રમાણ ક્ષેત્રને અવગાહીને રહેલ છે. અર્થાત ધર્માસ્તિકાય ચૌદ રાજલોક પ્રમાણ ક્ષેત્રની સ્પર્શના કરે છે. વIgT -- મવહના (સ્ત્રી.) (જીવાદિનું આશ્રયસ્થાન, શરીર, દેહ) અવગાહના એ સૈદ્ધાંતિક શબ્દ છે. તેનો અર્થ થાય છે શરીરનું પ્રમાણ. જે જીવના શરીરની ઊંચાઈ જેટલા પ્રમાણની હોય તેને શારતીય ભાષામાં અવગાહના કહે છે. જેમ ઋષભદેવની અવગાહના પાંચસો ધનુષપ્રમાણ હતી અને મહાવીરસ્વામીની અવગાહના સાત હાથપ્રમાણ હતી. अवगाहणागुण - अवगाहनागुण (पुं.) (અવકાશ આપવાનો ગુણ) સ્થાનાંગસુત્રમાં અવગાહનાગુણની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. જીવાદિને રહેવા કે ચાલવાદિ માટે સ્થાન આપવાનો ગુણ તે અવગાહનાગુણ છે. અથવા તે જીવ કે પુદ્ગલાદિને જે કારણથી આશ્રય આપવાનો ગુણ થાય છે તે અવગાહનાગુણ છે. अवगिज्झिय - अवगृह्य (अव्य.) (ઉદ્દેશીને, લક્ષીને) ન્યાયસૂત્રમાં એક પદાર્થ આવે છે. કોઈ વાત કહેવાની પદ્ધતિ અલગ હોય કિંતુ તેનો લક્ષ્યાર્થ કંઇક અલગ જ નીકળતો હોય છે. જેમકે સાધુઓ નદીએ પાણી પીવે છે. આ વાક્યથી સીધો અર્થ એમ થાય કે સાધુ નદીનું પાણી પીવે છે. પરંતુ અહીં લક્ષ્યાર્થ એવો લેવાનો છે કે સાધુઓ નદીકિનારે બેસીને ઘડામાંથી પાણી પીવે છે. વાક્યનો ઉદ્દેશ ગ્રહણ કરીને અર્થ કરવાથી યથાર્થ બોધ થાય છે. અન્યથા અર્થનો અનર્થ થઇ જાય.