SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ કેમ કે વ્યક્તિને ધર્મમાર્ગે જતાં કાંઈ પત્ની આદિ સ્વજનો નથી રોકતાં, કિંતુ અંદરમાં રહેલા તેમના પ્રત્યેનો મમત્વભાવ જ સાચા માર્ગે જતાં રોકે છે. આથી પ્રથમ જરૂર છે અંદરમાં રહેલા મમત્વને ખતમ કરવાની. જે દિવસે પુત્ર કલત્રાદિનો મમત્વભાવ નાશ પામશે તે દિવસે તેમને કોઇ કારણો આપવાની જરૂર નહીં રહે. *મખ્યત્તન (કિ.) (અંદરના ભાગમાં રહેલું, માહેલું, વચ્ચેનું-મધ્યસ્થ) अब्भ (भि) तरओसचित्तकम्म - अभ्यन्तरतःसचित्रकर्मन् (त्रि.) (મધ્યભાગમાં ચિત્રકર્મથી સુંદર, મધ્યમાં સુંદરચિત્રકામવાળુ) મi (મિ) તરVI - Jત્તરર () (ભાવસંગ્રહનો એક ભેદ) વ્યવહારસૂત્રમાં કહેલું છે કે, ગચ્છના મુખ્ય આધારભૂત ગણાચાર્યાદિ શ્રમણ જ્યારે ગચ્છ, કુલ સંબંધી ચર્ચા કરતા હોય ત્યારે ત્યાં રહેલા ત્રીજા સાંભળનાર શ્રમણને કહે કે અમારે થોડીક ગણાદિ સંબંધી ચર્ચા કરવી છે માટે તમે બહાર જાવ એમ કહીને તેને બહાર મોકલે અને પછી ગણાદિ સંબંધિત ગંભીર વાર્તાલાપ કરે તેને શાસ્ત્રીયભાષામાં અત્યંતરકરણ કહેવામાં આવે છે. અમે (મિ) તરસ - આપ્યારક્ર (પુ.) (અંગત માણસ, નજીકની વ્યક્તિ, અત્યંત વિશ્વાસુ મંત્રી વગેરે) મલ્મ (f) તરહm - ૩ત્તાસ્થાનીય (કું.) (નજીકની શ્રેષ્ઠ વ્યક્તિ, અંગત નોકર, ખાસ માણસ) રાજાશાહીના વખતમાં રાજય ચલાવવા માટે, મંત્રી, સેનાપતિ, સૈનિક વગેરે નિયુક્ત રહેતા હોવા છતાં પણ રાજા પોતાનો એક ખાસ અંગત માણસ રાખતા હતા. તેને ગુપ્તચર પણ કહેવામાં આવતો હતો. આ અંગત પુરુષ ઘણું કરીને સ્વરાજય અને દુશ્મન રાજયમાં બનનારી શુભાશુભ ઘટનાઓને ખાનગીમાં રાજા પાસે પહોંચાડવાનું કાર્ય કરતો હતો. મH (f) તતવ - મગન તપસ્ () (મોક્ષના હેતુભૂત આંતરિક તપ, પ્રાયશ્ચિત્તાદિ છ પ્રકારનું અત્યંતર ત૫). આત્મા પર લાગેલા કર્મોને તપાવે યાને ખપાવે તેને તપ કહેવાય છે. આ તપ બે પ્રકારના કહ્યા છે. એક બાહ્ય તપ અને બીજો આત્યંતર તપ. તે પ્રત્યેકના પણ છ છ પ્રકારો છે. અત્યંતર તપના છ પ્રકારો આ પ્રમાણે છે. 1. પ્રાયશ્ચિત્ત 2. વિનય 3, વેવ્યાવચ્ચ 4. સ્વાધ્યાય 5. શુભ ધ્યાન અને 6, કાયોત્સર્ગ. અai (fમ) તરતો - Bતરત (મ.) (અંદર ખાને, મધ્યમાં, વચમાં) બન્મ (fમ) તહેવસિય - ૩ખ્યત્તરવહ્નિ (.) (દિવસ દરમિયાન, દિવસની અંદર) આપણો જૈન સમાજ વેપાર વાણિજ્ય પ્રધાન સમાજ છે. આપણે ધંધાનો રોજમેળ રાખીએ છીએ. સાંજ પડતાં જ દિવસ દરમિયાન કેટલો ફાયદો થયો કેટલું નુકશાન ગયું, બધાનો તાળો મેળવવા બેસી જઈએ છીએ. જો હિસાબ-કિતાબ રાખવો જ હોય તો પછી પૈસાની સાથે સાથે એક હિસાબે એ પણ રાખોને કે આખા દિવસની અંદર કેટલું જુઠું બોલ્યા. કેટલાને છેતર્યા. કેટલા અશુભ વિચાર કર્યા વગેરે વગેરે અને આ બધાનો હિસાબ મેળવીને દેવસિ પ્રતિક્રમણમાં બધો હિસાબ ચોખો કરી નાખો. મi (fr) તપરિસ - ૩rશ્ચત્તરપરિષ (6, ટી.) (મિત્રમંડળી 2. સમિતિ નામની ઇંદ્રની આંતરિક સભા, અંદરની સભા) જેવી રીતે રાજા મંત્રી, સેનાપતિ, સૈન્ય, શસ્ત્ર અને અસ્ત્રો વગેરે બાહ્યપર્ષદાથી ગમે તેવા દુશમનને પરાસ્ત કરવા સમર્થ છે. તેમ પંચ મહાવ્રત, દશવિધ શ્રમણધર્મરૂપી અત્યંતરપર્ષદાને ધારણ કરનારા સાધુવર્ય આઠ પ્રકારની કર્મસેનાને પળવારમાં નષ્ટ કરવા શક્તિમાન છે. 49
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy