SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ अपरिमियमणंततण्हा - अपरिमितानन्ततृष्णा (स्त्री.) . (અપરિમેય દ્રવ્યને વિશે અક્ષય વાંછા, નહીં મળેલા પદાર્થો મેળવવા વિષયક અમાપ તૃષ્ણા) अपरिमियसत्तजुत्त - अपरिमितसत्त्वयुक्त (त्रि.) (અપરિમિત વૈર્યયુક્ત, પરિમાણરહિત ધૃતિબળવાળો) પરમાત્મા મહાવીર પૈર્યની સાક્ષાત મૂર્તિ સમાન હતા. તેઓમાં પૈર્યની કોઇ સીમા જ ન હતી. અમાપ ધર્યના સ્વામી હતા. તેમની આ વાતની સાબિતી તેમનું જીવનચરિત્ર જ પૂરું પાડે છે. ઉપસર્ગકાળ દરમિયાન તેમની ઉપર ઉપસર્ગ કરનારાઓ પ્રત્યે, તેમનો પરાભવ કરનારાઓ પ્રત્યે તેઓએ ક્યારેય વૈરભાવ રાખ્યો ન હતો. ઊલટાનું તેમના પ્રત્યે તેમણે અમાપ કરૂણાભાવ દાખવ્યો હતો. આ કાર્ય ચિત્તમાં રહેલા અમાપ ધૃતિબળ વિના સંભવી શકતું નથી. મરિયમ - અપરાવર્તન (સ્ત્રી). (જે પરાવર્તન ન પામે તેવી કર્મપ્રકૃતિ, પરાવર્તમાન પ્રકૃતિથી ભિન્ન પ્રકૃતિ-અપરાવર્તમાન પ્રકૃતિ). કર્મગ્રંથમાં બે પ્રકારની કર્મપ્રકૃતિ કહેવામાં આવેલ છે. 1. પરાવર્તના અને 2. અપરાવર્તના. જે કર્મપ્રકૃતિથી કર્મો પરાવર્તન પામી શકે તે પરાવર્તના પ્રકૃતિ કહેવાય અને જે ગાઢ નિકાચિત કર્મો છે, જેને બદલી શકાતા નથી તેવી કર્મપ્રકૃતિને અપરાવર્તના કર્મપ્રકૃતિ કહેવાય છે. अपरियाइत्ता - अपादाय (अव्य.) (સમગ્રપણે ગ્રહણ કર્યા વિના, બિલકુલ ગ્રહણ ન કરીને) મરિયાળા - સન્નિાથ (મત્ર.) (જ્ઞપરિજ્ઞાથી નહીં સમજીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પ્રત્યાખ્યાન ન કરીને, સમજણના અભાવમાં પચ્ચખ્ખાણ કરીને) अपरियार - अपरिचार (त्रि.) (મૈથુનસેવા રહિત, પરિચારણા રહિત) अपरिवडिय - अप्रतिपतित (त्रि.) (સ્થિર, અપતિત, અચર) નિશીથાદિ છેદસૂત્રો ઉત્સર્ગ અને અપવાદમાર્ગના પ્રરૂપક આગમો છે. આ આગમ ગ્રંથો સામાન્ય શ્રમણોને ભણાવવામાં આવતા બા ગ્રંથોના અધિકારી તે છે કે જેમણે દીર્ધકાળના સંયમપર્યાયનું પાલન કર્યું હોય, જેઓ સંયમમાં દેઢચિત હોય, પરદર્શનો કે ભૌતિક સામગ્રીથી જે અપતિત હોય. આવા ગુણોવાળા શ્રમણ છેદસૂત્રોને ભણવા સમર્થ બની શકે છે. અપસિા (H) રૂ (વિ) () - અપરિવિન(કું.) (જમાંથી પાણી વગેરે ન કરે તેવા તુંબડાદિ પાત્ર 2, ભાવથી કર્મબંધરહિત 3, શિષ્યની ગુપ્ત આલોચના અન્ય પાસે ન પ્રકાશનાર ગુરુ, ગાંભીર્ય ગુણાઢ્ય ગુરુ) શાસ્ત્રમાં અપરિશ્રાવીના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ બતાવવામાં આવેલો છે. જેમાંથી જલ ન ક્ષરે તેવા તુંબડાદિ ભાજન દ્રવ્ય અપરિશ્રાવી કહેવાય છે તથા ભાવથી જેનો કર્મબંધનો પ્રવાહ અટકી ગયો છે તેવો આત્મા. તેમજ જે શિષ્ય ગુરુ પાસે પોતાના દોષોની આલોચના કરેલી હોય અને તે દોષો અન્ય આગળ પ્રકાશિત ન કરે તેવા ધીર-ગંભીર ગુરુભાવથી અપરિશ્રાવી છે. અપરિસદ - પરિણાદિ (ઈ.) (ખાતા ખાતા ન ઢોળવું તે 2. શયા-સંથારો 3. પાટ-પાટલા વગેરે) બૃહત્કલ્પ ભાષામાં કહેવું છે કે, જો કે સાધુએ સંયમજીવનને ઉપયોગી હોય તેના સિવાયની કોઇપણ સામગ્રીનો પરિગ્રહ રાખવો જોઈએ નહિ, તેમજ પૂછડ્યા વિના કોઈ વસ્તુ ગ્રહણ કરવી નહિ. છતાં પણ જયારે ચાતુમાસનો પ્રવેશ થાય ત્યારે ચોમાસી પ્રતિક્રમણ. વખતે નાની વસ્તુ જેમ કે પાટ-પાટલાદિ વાપરવાની સંઘ પાસે એક જ વખત પરવાનગી માગે છે. જેથી તેઓને અદત્તાદાનનો દોષ ન લાગે.
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy