SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિ (f) fii - અત્રિ (.) (નામકર્મની અસ્થિર, અશુભ અને અપયશ નામક ત્રણ કર્મપ્રકૃતિઓનો સમૂહ) સ્થિ (fથ ) ર૩ - સ્થિરક્કિ (.) (નામકર્મની અસ્થિર અને અશુભ નામક બે કર્મપ્રકૃતિઓનો સમૂહ). મસ્જિ (f) વ્રય - અસ્થિવ્રત (ત્રિ.) (અસ્થિર વ્રત છે જેનું તે, સ્થિવ્રત વિનાનો, જે ક્યારેક વ્રત ગ્રહે અને ક્યારેક મૂકી દે તે) ઉપમિતિ ભવપ્રપંચકાર શ્રીસિદ્ધર્ષિગણિ મહારાજનું પૂર્વ જીવન ઘણું ડામાડોળ હતું. તેઓ અભ્યાસાર્થે બૌદ્ધો પાસે જતાં તેમના શાસ્ત્રાભ્યાસ પછી તેઓને બૌદ્ધધર્મ સત્ય અને જિનધર્મ અસત્ય લાગતો. ગુરુ પાસે વ્રત મૂકવા આવતા ત્યારે ગુરુભગવંત તેમને સાચું સમજાવીને સ્થિર કરતા. પુનઃ ત્યાં ભણવા જતાં પાછું એ જ ચક્ર ચાલતું આમ તેઓએ કુલ 21 વખત વ્રત લીધું અને મૂક્યું અંતે લલિતવિસ્તરા ગ્રંથના પ્રતાપે તેમનું ચારિત્રજીવન સ્થિર થયું. ત્યિ (f) વાવ - તિવાદ (પુ.) (આત્મા મોક્ષ વગેરે સત્પદાર્થોનું સત્ત્વપણું અને ખરવિષાણ ખપુષ્પ વગેરે અસત્પદાર્થોનું અસત્ત્વપણું સ્વીકારવું તે) આત્મા છે, કર્મ છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે વગેરે સત્પદાર્થોની સ્થાપના કરીને તેનું સત્ત્વપણું સ્વીકારવું તે અને સસલાના માથે સમ વગેરઅસત્પદાર્થોની સ્થાપના કરીને તેનું અસત્ત્વપણું સ્વીકારવું તે અસ્તિવાદ છે. માત્ર વિદ્યમાન પદાર્થોનો સ્વીકાર અસ્તિવાદ નથી બનતો કિંતુ સત્પદાર્થના સ્વીકાર સાથે અસત્પદાર્થોનો અસ્વીકાર સંપૂર્ણ અસ્તિવાદ બને છે. અસ્થRT - કર્થીવરા (ર.) (પ્રાર્થના, યાચના) નિશીથચૂર્ણિના ચોથા ઉદ્દેશામાં કહ્યું છે કે જે શ્રમણ પોતાના સ્વાર્થથી રાજા, શ્રેષ્ઠી વગેરે પાસે યાચના કરે છે અથવા પોતાની પાસે રહેલ અષ્ટાંગનિમિત્ત, ધાતુવાદનું જ્ઞાન વગેરે અર્થસિદ્ધિ કરાવી આપનારા પરિબળોથી રાજા વગેરેને યાચના કરવા મજબૂર કરે છે તેમને માસલઘુ કે ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે છે. ૩મg (ચોવ) જાદ - અથવપ્રદ (પુ.) (પાંચ ઇન્દ્રિય અને મનથી થનારું જ્ઞાન, નિર્વિકલ્પ-અર્થાવગ્રહનામનો મતિજ્ઞાનનો એક ભેદ) પાંચ ઇન્દ્રિય અને મનથી સકલ રૂપાદિ વિશેષતાથી નિરપેક્ષ પદાર્થનું નિર્વિકલ્પપણે સામાન્યથી થતું રૂપાદિ વસ્તુનું જ્ઞાન તે અર્થાવગ્રહ કહેવાય છે. આ અર્થાવગ્રહવાળું મતિજ્ઞાન અન્તર્મુહૂર્ત સમયમાત્ર હોય છે. ત્યારપછી તે નિશ્ચયમાં પરિણમે છે. ( ) {VT - અથવIT (1) (ફળનો નિશ્ચય) મથુલું (સેઝ-) (લઘુ, નાનું) જિનશાસનમાં સાધુ સામાચારી જેવી ઉત્તમ છે તેવી શ્રેષ્ઠ સામાચારી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. તેનું એકમાત્ર ઉદાહરણ છે જેમ નાના સાધુએ વડીલ સાધુનો વિનય, વેયાવસ્યાદિ સાચવવાનું છે તેમ વડીલ શ્રમણે પણ નાના સાધનો તિરસ્કાર કે આદેશ ન કરતાં ઇચ્છાકાર ઇત્યાદિક સામાચારીનું પાલન કરવાનું રહે છે. આ પદ્ધતિથી લઘુ સાધુને વડીલ પ્રત્યે બહુમાન જળવાઈ રહે છે અને વૃદ્ધસાધુને મનમાં અહંકાર પણ ઉત્પન્ન થતો નથી. મધુપ્પત્તિ - ૩૫ર્થોત્પત્તિ (સ્ત્રી.). (ધનની ઉત્પત્તિવાળો વ્યવહાર) જે વેપારીના વ્યવહારમાં મીઠી વાણી, મૃદુ ભાષા, નમ્ર વર્તન અને મોઢા પર હાસ્ય હોય તે જ સરળતાથી ધનની પ્રાપ્તિ કરી શકે છે. વ્યવહારસુત્રમાં પણ કહેવું છે કે જે વ્યવહાર ધનને સંપાદન કરી આપે તેને અર્થોત્પત્તિ કહેવાય છે. 401
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy