SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ *તિ (મ.) (અત્યંત 2. અતિક્રમવું તે 3. ઉત્કર્ષ 4. પૂજા) વિવેક વગર કોઈપણ કાર્યની અતિમાત્રા નુકશાન માટે થાય છે. ક્રોધનો અતિરેક, અત્યંત ખુશી, વધારે પડતું હસવું, દુર્જન સાથેની ઘનિષ્ઠતા અને અતિઉભટ વેષ ધારણ કરવા આ પાંચ વસ્તુઓને કારણે મહાન વ્યક્તિઓ પણ લઘુતાને પ્રાપ્ત થઇ છે. મ (f) (તિ) - િિક્ત (સ્ત્રી.) (જે આપવામાં અસમર્થ હોય 2. દેવોની માતા 3. પુનર્વસુ નક્ષત્રનો અધિપતિદેવ) શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જેઓનું મન ઉદાર હોય છે તેમના માટે આખું જગત કુટુંબ સમાન હોય છે, પરંતુ જેઓ તુચ્છ વિચારસરણીવાળા હોય છે તેઓ માત્ર પોતાનો જ વિચાર કરતા હોય છે, સ્વાર્થમાં જ રાચતાં હોય છે અને તેમના માટે કોઇ સ્વજન હોતું નથી. આવા લોકોની દુર્ગતિ અટકાવવામાં સ્વયં પરમાત્મા પણ અસમર્થ છે. મફત - મત્યુ (ત્રિ.) (ઉત્કર્ષને ઓળંગી ગયેલું 2. અભિમાન રહિત). સંસારમાં પ્રાયઃ જોવામાં આવે છે કે માણસ પોતાના ઉત્કર્ષ અને ધનનું પ્રદર્શન કર્યા વગર રહી શકતો નથી. પરંતુ સાધક આત્મામાં આના કરતા વિપરીતતા દેખાય છે. કોઈ વિશિષ્ટ ગુણ પ્રાપ્ત થવા છતાં તેઓ અભિમાનથી મુક્ત હોય છે. જેની સ્ત્રીઓ કરોડોના આભૂષણો એક વખત માત્ર પહેરીને ફેંકી દેતી હતી તેવા ઉત્કૃષ્ટ પુણ્યના માલિક શાલિભદ્રજીને તેમની સંપત્તિમાં નશ્વરતા દેખાઈ અને તેનો ત્યાગ કરી દીધો. વિચારજો ! થોડીક ધન-સંપત્તિ પામીને આપણે એવું સમજીએ છીએ કે આ તો ક્યારેય નષ્ટ નહીં થાય. પરંતુ એ જ તો અજ્ઞજનોનું મિથ્યાભિમાન છે, એમ જ્ઞાની પુરુષો કહે છે. અફડાટ - મયુટ(a.) (આશ્ચર્યચક્તિ થવું) હજી થોડાક સમય પૂર્વે થયેલા આઈનસ્ટાઈન કે જગદીશચંદ્ર બોઝની સિદ્ધિઓ જોઈને આપણે “આહ ને વાહ' પોકારી ઊઠીએ છીએ. પરંતુ એ ન ભૂલશો કે તેઓએ જગત સમક્ષ મૂકેલી સિદ્ધિઓનું મૂળ આજથી અઢી હજાર વર્ષ પૂર્વે ભગવાન મહાવીરે કહેલા વચનો છે. જરા વિચારો ! તેમના હિતકારી વચનો તો આપણે સાંભળીએ છીએ પણ શું ક્યારેય ચિત્તમાં આનંદની લહેરી અનુભવી છે ખરી? મરૃત - તિવત્ (fx) (પ્રવેશ કરવો) જૈન કુળમાં જન્મ લેવા છતાં પણ જેણે હજુ મિથ્યાત્વના ભાવોથી ફારગતી નથી લીધી, જે હજી ભવાભિનંદી છે, તેવા જીવો માટે મોક્ષની વાત તો દૂર રહી પરંતુ જિનશાસનમાં પ્રવેશ મેળવવો પણ દુર્લભ જ નહીં અશક્ય છે. (4) 5 - અતિક્રિય (ત્રિ.) (ઈન્દ્રિયાતીત, અગોચર). જગતમાં અસત્ય બોલવા માટે ત્રણ કારણો મનાયા છે. રાગ, દ્વેષ અને મોહ, અતીન્દ્રિય એવા કેવલજ્ઞાનને પામેલા તીર્થકરોએ આ ત્રણેય કારણોનો નાશ કર્યો હોવાથી તેમને અસત્ય બોલવાનો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. अइकंडुइय - अतिकण्डूयित (न.) (ખંજવાળવું, નખથી વલુરવું) શાસ્ત્રોમાં વૈષયિક સુખોને ખંજવાળ જેવા કહેલા છે. શરીરમાં ઉત્પન્ન થયેલી ખંજવાળને ખંજવાળવું તો સારું લાગે છે પરંતુ ત્યારબાદ શરીરમાં અત્યંત દાહ જગાવે છે. તેમ વિષયોનું આસેવન પ્રારંભમાં તો સારું લાગે છે પણ અંતે પરિણામ અતિ દુઃખદાયક જ હોય છે. મ (તિ) દંત -- તિજાત (ત્રિ.) (અત્યંત કમનીય, અતિસુંદર). વીતરાગ પરમાત્માની અતિકમનીય પ્રતિમાના દર્શન માત્રથી પણ ભવ્ય જીવોના હૃદયકમળ ખીલી ઊઠે જ. પ્રભુદર્શનથી જો તમારું
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy