________________ દિક્ષિત થયા હોય પરંતુ તેઓ જ્યારે ભિક્ષા માટે ગૃહસ્થોને ઘરે જાય ત્યાં પોતે રાજાદિ હતા તેવા લોકોને પૂર્વપરિચય ન આપે. મumત (2) ૩ચ્છ - ગાતોલ્ડ () (વિશુદ્ધ ઉપકરણ ગ્રહણ કરવા તે 2. ભિક્ષાર્થે પરિચય ન કરવો તે) વ્યવહારસૂત્રમાં અજ્ઞાતોચ્છની વ્યાખ્યા કરતા કહ્યું છે કે અજ્ઞાતોછ બે પ્રકારે છે. એક દ્રવ્યથી અને બીજો ભાવથી. દ્રવ્ય અજ્ઞાતોચ્છના અનેક પ્રકાર છે. જેમ કે તાપસી વગેરે ભિક્ષાર્થે ગૃહસ્થને ઘરે ગયા હોય ત્યાં પોતાના નિયમ પ્રમાણે એક ચમચામાં જેટલો ભાત સમાય તેટલું જ ગ્રહણ કરે ઇત્યાદિ તથા ભાવથી અજ્ઞાતોષ્ણ એટલે પ્રતિમાપારી સાધુ ભગવંત ગોચરીએ જાય ત્યારે ગૃહસ્થને એ જાણ નથી હોતી કે આજે ભગવંત કેટલી દત્તી ગ્રહણ કરશે. અર્થાતુ ધારણાની જાણ કર્યા વગર લેવું તે. મUIZ (3) રરથ - અજ્ઞાતવર (.) (સૌજન્યાદિ ભાવ જણાવ્યા વિના સંચરે તે 2. અજ્ઞાત રહીને ગવેષણા કરનાર 3. અજ્ઞાત ઘરમાં ગોચરીએ જઈશ એવી પ્રતિજ્ઞાવાળોસાધુ) अण्णातपिंड - अज्ञातपिण्ड (पुं.) (અજાણ્યા ઘરની ગોચરી, અન્ન-પ્રાન્તરૂપ ભિક્ષા) સૂત્રકૃતાંગસૂત્રમાં જણાવ્યા પ્રમાણે પ્રતિમાઓને વહન કરનારા મહામુનિવરોની ગોચરી પણ એટલી જ વિશુદ્ધ હોય છે. તેઓ દોષરહિત ભિક્ષા લેતા હોય છે. પોતે પ્રતિમાધારી છે કે વિશિષ્ટ લબ્ધિવંત છે કે રાજા હતા એવો કોઈ પૂર્વપરિચય આપ્યા વિના ગૃહસ્થને ત્યાંથી સ્વાભાવિકપણે રહેલો અન્ત-પ્રાન્ત આહાર ગ્રહણ કરી લાવતા હોય છે. अण्णादत्तहर - अन्यादत्तहर (त्रि.) (અન્યો દ્વારા નહીં આપેલાને હરણ કરનાર 2. ગ્રામાદિમાં ચોર્ય કમ) મU ) (ર) - કચાશ (કિ.) (બીજાની સમાન, અન્ય સદશ) જગતમાં જે વસ્તુની ઉપમા આપી શકાય તે વસ્તુ અન્ય સદેશ હોઈ શકે છે. પણ જેની કોઈ ઉપમા આપી જ ન શકાય તેવી વસ્તુ અનુપમેય અર્થાત જગતમાં એના જેવી કોઈ બીજી વસ્તુ ન હોઈ તે અન્યાદશ નથી હોતી. જેમ કે મોક્ષ. ઉપuTય - ૩મચા (ત્રિ.) (અન્યાયી, ન્યાયરહિત, ન્યાય વિરુદ્ધ). अण्णायभासि (ण)- अन्याय्यभाषिन् (त्रि.) (અન્યાયયુક્ત બોલનાર, જેમ તેમ બોલનાર, ન્યાય વિરુદ્ધ બોલનાર) જેઓ અસત્ય બોલવાના જ સ્વભાવવાળા છે તેઓ કોઈ દિવસ વિશ્વસનીય બની ન શકે. સૂત્રકૃતાંગસૂત્રમાં કહ્યું છે કે જેઓ ઝઘડાળું સ્વભાવના અને વક્રતાયુક્ત છે વળી ન્યાયવિરુદ્ધ બોલનારા છે તેઓ કદી પણ ઝઘડા ટેટાને શાંત પાડી શાંતિ સુલેહ કરી શકતા નથી. અપાય - ૩અજ્ઞાતાતા (સ્ત્રી.) (અજ્ઞાતપણું, યશ-કીર્તિની કામનાથી તપ વગેરેનું ન પ્રકાશવું તે) આવશ્યકસૂત્રના ચોથા અધ્યયનમાં હ્યું છે કે જેણે પૂર્વમાં પરિષહોને જીત્યા છે એવા આરાધકે ઉપધાન તપ કરવો તે પણ અન્ય લોકો જાણે તે રીતે નહીં પરંતુ પ્રચ્છન્ન-ગુપ્તપણે રાખવો. કારણ કે લોકોને જો ખબર પડે તો પોતાને માનાદિનો સંભવ રહે છે. अण्णायवइविवेग - अज्ञातवाग्विवेक (पुं.) (વાણીના વિવેકને ન જાણનારો, સદસતુ વાણીના વિવેકથી રહિત) દ્વત્રિશદ્ર દ્વાત્રિશિકામાં વાણીના વિવેકને ન જાણનારાની વ્યાખ્યા પ્રાપ્ત થાય છે. તેમાં લખેલું છે કે પોતાને પંડિત માનનારો તથા સાચી ખોટી વાણીના વિવેકથી શૂન્ય વ્યક્તિના વચનમાં તત્ત્વવિસ્તાર તો ખૂબ હોય છે. પણ હૃદયમાં આશીવિષ ઝેર જ હોય છે. 31