________________ ખાતો નથી. તો ત્યાં અર્થોપત્તિ આવે કે દિવસે ન ખાનાર દેવદત્તનું હૃષ્ટ-પુષ્ટપણું રાત્રિભોજન વગર અસંભવ છે. ઇત્યાદિ . अण्णहाभाव - अन्यथाभाव (पुं.) (અન્યથાભાવ, વિપરીત ભાવ, સત્યને અસત્યરૂપે માનવું તે) જેને અનાદિકાળનું અજ્ઞાનતારૂપ અંધપણું વર્તતું હોય તે જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી તે આત્મા ક્યારેય પણ સત્યને સત્ય રૂપે જાણી શકતો નથી. તેવા જીવને તમે ગમે તેટલી સઘુક્તિઓથી ધર્મ સમજાવો છતાં પણ તે સત્યધર્મને વિપરતભાવે જ પામશે. अण्णहावाइ (ण) - अन्यथावादिन् (त्रि.) / (અન્યથાભાષી, વિપરીત કહેનાર, સત્યને અસત્ય કહેનાર, જૂઠું બોલનાર) આવશ્યકસૂત્રના ચોથા અધ્યયનમાં સર્વજ્ઞ કથન માટે કહેવાયું છે કે, જે જીવે તેમના પર કોઈ જ પ્રકારનો ઉપકાર કર્યો નથી તેવા જીવો ઉપર પણ ઉપકાર કરનારા અને વળી, જેમણે રાગ-દ્વેષ રૂપી મોટા દોષોને જીતી લીધા છે તેવા જિનેશ્વર ભગવંતોને જુદું બોલનારા અર્થાત્ સત્યને છુપાવી જગતને અસત્ય બતાવનારા કેવી રીતે કહી શકાય? અર્થાત્ તેઓ વિશે એવી કલ્પના પણ ન જ કરી શકાય, ૩vorfહ - અન્યથા ( વ્ય.) (અન્યત્ર, ભિન્ન સ્થાને) બધા જીવોને સુખ જ જોઈએ છે. તેથી રાત દિવસ સુખ માટે જ પ્રવૃત્તિશીલ રહે છે. ખાવા પીવામાં, હરવા ફરવામાં બધે સુખ સગવડ જ ખપે છે. તો વળી કોઈને પુત્ર-પુત્રીમાં સમાજ કે સત્તામાં આમ અનેક રીતે અભિલષિત જોઈએ છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે આ બધામાં સુખ ક્યાંથી હોય? જ્ઞાની ભગવંતો કહે છે કે સુખનું સરનામું અન્યત્ર છે જયારે શોધ ભિન્ન સ્થાને થાય છે. worfમાવ - થાનાવ (.) (વિપરિણમન, વિપરીત ભાવ, અસત્યને સત્ય માનવું તે) જીવ જયારે સમ્યક્તને પામે છે ત્યારે તેનું અજ્ઞાન નષ્ટ થઈ જાય છે. આત્માની નિર્મલતાનો ઉઘાડ થાય છે. સ્વનો અનુભવ થાય છે. પરંતુ જ્યારે તે સમ્યક્તથી પતિત થાય છે એટલે સત્યભાવથી વિપરીતભાવમાં જાય છે ત્યારે તે સમ્યક્તને પમી કાઢે છે. viટ્ટ - વાવણ (ત્રિ.) (અભિવ્યાપ્ત 2. પરાધીન, પરવશ થયેલું) જેમ કોઈ વ્યક્તિ ભૂત-પ્રેતથી અભિવ્યાત થઈ હોય તો તેનું વર્તન બિલકુલ વિપરીત બની જાય છે તે ન બોલવાનું બોલે છે. ન આચરવાનું આચરે છે. લોકોને અચરજ લાગે તેવું બિભત્સ અને વિચિત્ર વર્તન કરતી હોય છે. તેનું કારણ છે બીજાની પરાધીનતા. તેમ જીવ જયારે કર્મને જ પરવશ છે ત્યારે તેની વિચિત્ર પ્રવૃત્તિ અજ્ઞાનીને કષાય પેદા કરાવે છે જ્યારે સમન્વીને માત્ર કરુણા. 3UT (7) 'રૂસ - કચાશ (ત્રિ.) (પ્રકારાન્તરને પામેલું, બીજાના જેવું) મUTUતિ () - જ્ઞાલૈિષિન(ઈ.) (પોતાની જાતિ, વિદ્વત્તાદિથી અજ્ઞાત થઈને ભિક્ષાટન કરનાર 2. જાતિ-કુળ વગેરેથી અપરિલક્ષિત એવા ગૃહસ્થને ત્યાં ગોચરીની ગવેષણા કરવાના સ્વભાવવાળો મુનિ) મહામનિવરો ક્યારેય પોતાની વિદ્વત્તા કે ઉચ્ચખાનદાનીનો ઉપયોગ તુચ્છ પદાર્થની પાછળ ફરતા નથી. અરે, પોતે મહાન વિદ્વાન છે કે નંદીષેણ મુનિની જેમ લબ્ધિવંત છે તેવી રખેને આ દુનિયાને ખબર પડી જાય તેની પૂરેપૂરી તકેદારી રાખીને એવા ઘરોમાં ગોચરી આદિ લેવા જાય કે તે ઘરના લોકોને આ મહાત્મા આવા મહાતપસ્વી છે કે મહાવિદ્યાધર છે તેવી ગંધ પણ ન આવે, ધન્ય છે ! મહામુનિઓની અકામકામનાવૃત્તિને. ૩uળા - અજ્ઞાન (જ.) (અજ્ઞાન, સમ્યજ્ઞાનથી વિપરીત જ્ઞાન, મિથ્યાજ્ઞાન) જે પદાર્થ જેવા સ્વરૂપે છે તેને તેવા સ્વરૂપે જાણે. વેદ કે પ્રરૂપે તે સમ્યજ્ઞાન છે. તેનાથી વિપરીતપણે જાણે કે સમજે અથવા પ્રરૂપે તે 368