SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ अणोरपार - अनर्वाक्पार (त्रि.) (છેડા-સીમારહિત, વિસ્તીર્ણ, આરપાર વગરનું) પ્રશ્નવ્યાકરણસુત્રના ત્રીજા આશ્રદ્વારમાં કહેલું છે કે, આકાશ દ્રવ્ય આલંબનરહિત હોવાથી નિરાલંબ અને અત્યંત વિસ્તૃત હોવાથી અપાર છે. જેમ આકાશનો છેડો મેળવવો અશક્ય છે તેમ કાળનો અંત પણ મેળવવો અશક્ય છે. કેમ કે કાળ અનાદિકાળથી પ્રવાહની જેમ વહે જાય છે. પૂર્વે અનાદિ સમય ગયો ભવિષ્ય પણ અનન્ત સમયગાળો કહેલો છે. નિર્ભર કરે છે કે આ અનાદિઅનંતકાળમાં ટિચાતા, અથડાતા, ફંગોળાતા આપણે કેટલો સમય રહેવું છે? વિચારી લેજો. મળોત્રા ( -). (અવસરરહિત, ક્ષણરહિત) યોગ્ય સમયે વાવેલા બીજ સુયોગ્ય ફળ આપે છે. યોગ્ય સમયે ખરીદીને યોગ્ય સમયે વેચેલો માલ ફાયદો કરાવે છે. અવસર ચાલ્યા ગયા પછી કરેલ મહેનત કોઇ જ પરિણામ આપતી નથી. માટે જ પરમાત્માએ કહ્યું છે કે મનુષ્યભવ એ ધર્મઆરાધના માટેનો એકદમ ઉત્તમ અને યોગ્ય અવસર છે. કેમ કે એકવાર મનુષ્યભવ ગુમાવ્યા પછી પુનઃ મેળવવો તે અંધારામાં સોય ગોતવા બરોબર છે. अणोवणिहिया - अनौपनिधिकी (स्त्री.) (દ્રવ્યાનુપૂર્વીનો એક ભેદ) લોકપ્રકાશ, ઓઘનિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય વગેરે ગ્રંથોમાં કહેવાયું છે કે કોઈપણ પદાર્થનો કે વિષયનો ઘટનાક્રમ જણાવવા માટે એક જ વસ્તુમાં કે તેના કલ્પિત અંશોમાં પૂવપર ભાવોનું કે અનુક્રમનું નિરૂપણ કરવામાં આવતું હોય છે. અર્થાત્ કલ્પના દ્વારા કોઇપણ પદાર્થ કે તેમાં રહેલા અંશો કેવી રીતે ક્રમસર રહેલા છે તેનું એક કોઇક વગેરેનું નિરૂપણ કરવામાં આવે છે. તેને અનૌપનિધિની કહેવાય છે. એવમ - અનુપમ (ત્રિ.) (ઉપમારહિત, અતુલ્ય) अणोवमदंसि (ण) - अनवमदर्शिन् (पुं.) (સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્રવાળો) વૈદિકધર્મની માન્યતા અનુસાર જયાં ત્રણ નદીઓનું મિલન થતું હોય તે સ્થાન તીર્થ કહેવાય છે. કેમ કે જ્યાં ત્રિવેણી સંગમ થાય છે ત્યાં ઈશ્વરનું પ્રાગટ્ય થતું હોય છે. તેવી જ રીતે જ્યારે આત્મામાં સમ્યગુ જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ ત્રિવેણી સંગમ થાય છે ત્યારે જ કેવળજ્ઞાનરૂપી ઈશ્વરનું પ્રાગટ્ય થાય છે. એકલા જ્ઞાનથી, એકલા દર્શનથી કે એકલા ચારિત્રથી ક્યારેય મોક્ષ થતો નથી. જે જીવ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રયુક્ત છે તે જ મોક્ષનો અધિકારી બને છે. अणोवमसरीअ - अनुपमश्रीक (त्रि.) (અનુપમ શોભાવાળો, નિરુપમ છે શોભા જેની તે) જેનું સૌંદર્ય માત્ર કૃત્રિમ પ્રસાધનોથી જ છે તેવા નટ-નટી કે સ્ત્રી-પુરુષોનું ધ્યાન-આકર્ષણ માત્રને માત્ર કર્મબંધ કરાવનાર બને છે. પરંતુ કર્મોનો ક્ષયથી અને આત્મવીર્યથી ઉત્પન્ન નિરુપમ શોભા છે જેની, તે તીર્થકર ભગવંતોનું ધ્યાન આકર્ષણ એકાંતે કર્મક્ષય કરાવનાર છે અને ધ્યાતાને તેમના તુલ્ય સમૃદ્ધિ અપાવે છે. अणोवमसुह - अनुपमसुख (न.) (ઉપમારહિત સુખ, અતુલ સુખ, મોક્ષસુખ). પાણી વિના તરફડી રહેલ માછલીને પુનઃ પાણીમાં નાખવાથી, કેટલાય દિવસો સુધીના ભૂખ્યાને ભોજન મળવાથી અને જેણે સપનામાં પણ જેનો વિચાર ન કર્યો હોય તેવી અલભ્ય વસ્તુની પ્રાપ્તિ થવાથી જે સુખાનુભૂતિ થાય તેને કદાચ હજુ પણ જાણી શકાય છે. પરંતુ જેમણે બધા જ કર્મનો ક્ષય કર્યો છે તેવા સિદ્ધ ભગવંતોના આત્મિકસુખની તો કલ્પના કરવી જ અશક્ય છે. તેમના સુખ - માટે આપવામાં આવતી બધી ઉપમાઓ પાંગળી પડે. અર્થાત ઉપમાથી રહિત છે. 357
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy