________________ अणुब्भामग - अनुभ्रामक (पुं.) (મૌલગ્રામમાં ભિક્ષાના પરિમાણના સ્વભાવવાળો) સામવે -- ગમવ (પુ.) (સ્મૃતિભિન્ન જ્ઞાન 2. સ્વસંવેદનાત્મક જ્ઞાન, અનુભવ 3. કર્મફળને ભોગવવું તે) જ્ઞાનસાર ગ્રંથમાં કહેવું છે કે, જેવી રીતે સંધ્યા દિવસ અને રાત્રિ એ બન્નેથી ભિન્ન છે તેવી રીતે અનુભવ જ્ઞાન એ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન છે. આ અનુભવ કેવલજ્ઞાનરૂપી સૂર્યોદય પૂર્વેનો અરુણોદય છે. અર્થાત્ જેવી રીતે સૂર્યના ઉદય પહેલાં ધરતી પર તેની પ્રભાનું અજવાળું ફેલાય છે તેમ આત્મા પર કેવલજ્ઞાનની પૂર્વે અનુભવજ્ઞાનનો પ્રકાશ પથરાય છે. અનુભવ" - નમવન (જ.) (કર્મના વિપાકને ભોગવવું તે 2. અનુભવવું તે) વસ્તુના સ્વરૂપનો યથાર્થપણે બોધ અને પરભાવોમાં અરમણતા સ્વરૂપ જે આત્મરમણતા છે તેનું એકાગ્રપણે આસ્વાદન કરવું તેનું નામ અનુભવ છે. અર્થાતુ પર પદાર્થોમાંથી વિરતિ લઈને જગતના પ્રત્યેક પદાર્થના યથાવસ્થિત સ્વરૂપનું જ્ઞાન તે અનુભવ છે. જે આત્મા આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે તેને કર્મના વિપાક ભોગવવાના સમયે જરાપણ અસમાધિ થતી નથી. अणुभविउं - अनुभवितुम् (अव्य.) (ભોગવવા માટે 2. અનુભવવા માટે) અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રમય, નિર્મલ, નિષ્કલંક, શુદ્ધસ્વરૂપ એવો આત્મા એ પરમબ્રહ્મ છે. તે પરમબ્રહ્મ ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે. જ્ઞાનસાર અષ્ટકમાં કહેવું છે કે આવા અતીન્દ્રિય બ્રહ્મને અનુભવવા માટે કન્વરહિત એવું અનુભવ જ્ઞાન જ સમર્થ છે. બાકી શાસ્ત્રોની સેંકડો યુક્તિઓ અને પ્રયુક્તિઓ આ બ્રહ્મજ્ઞાન સામે પાંગળી છે. ગુમવત્તા - મનુભૂય ( વ્ય.). (અનુભવીને, ભોગવીને) મુનિ શાસ્ત્રદૃષ્ટિ વડે શાબ્દિક બ્રહ્મનું જ્ઞાન મેળવીને અનુભવ જ્ઞાન દ્વારા સ્વસંવેદનાત્મક પરમબ્રહ્મના જ્ઞાનને પ્રાપ્ત કરે છે. અર્થાત્ યોગી પ્રથમ શાસ્ત્રાભ્યાસ કરીને પરમબ્રહ્મ એવા આત્માનું જ્ઞાન મેળવે છે. અને પછી અનુભવ દ્વારા આત્મસંવેદનરૂપ પરમબ્રહ્મને અનુભવીને તેના અમૃતનું રસાસ્વાદ પ્રાપ્ત કરતા હોય છે. મજુમા () - અનુમાન (a)(કું.) (કર્મનો વિપાક, કર્મનો તીવ્રમંદાદિ રસ 2, વર્ણગંધાદિ ગુણ 3. મહાભ્ય 4. વૈક્રિયાદિકરણની અચિજ્ય શક્તિ, સામર્થ્ય) કર્મગ્રંથમાં કર્મોના રસને અનુબંધ કહેવામાં આવેલો છે. જેવી રીતે ખાવા માટે બનાવવામાં આવતી રસોઇને સ્વાદિષ્ટ બનાવવા તેમાં ખાટો, મીઠો, તીખો વગેરે રસોનો સંચાર કરવામાં આવે છે અને તેને ખાનારને તેનો અનુભવ થાય છે. તેવી રીતે શુભાશુભ પરિણામમાં વર્તતો જીવ જ્યારે કર્મોનો બંધ કરે છે ત્યારે કર્મની સ્થિતિની સાથે તેનો રસબંધ પણ થાય છે. તે રસબંધાનુસાર કર્મના ઉદયે જીવ તીવ્ર તીવ્રતર કે મંદ મંદતર ફળાનુભવરૂપ વિપાકને ભોગવતો હોય છે. अणुभागअप्पाबहुय - अनुभागाल्पबहुत्व (न.) (અનુભાગ-રસ આશ્રયી કર્મના અલ્પ-બહુત્વની પરસ્પર તુલના કરવી તે, અનુભાગનું અલ્પબદુત્વ) સ્થાનાંગસૂત્રના ચોથા ઠાણાના બીજા ઉદેશામાં આઠ કર્મના પ્રદેશાદિનું અલ્પબદુત્વ બતાવવામાં આવેલું છે. તેમાં કહેવું છે કે આયુષ્યકર્મનો પ્રદેશબંધ સૌથી અલ્પ હોય છે. નામકર્મ અને ગોત્રકર્મનો તેનાથી વિશેષાધિક હોય છે તેવી રીતે જ્ઞાન-દર્શન અને અંતરાયકર્મનો નામ-ગોત્ર કરતાં વિશેષાધિક, મોહનીયકર્મનો જ્ઞાનાવરણીયાદિ કરતાં વિશેષાધિક અને વેદનીયકર્મનો મોહનીય કરતાં વિશેષાધિક પ્રદેશબંધ હોય છે. अणुभागउदीरणोवक्कम - अनुभागोदीरणोपक्रम (पुं.) (ઉદયપ્રાપ્ત રસની સાથે સત્તામાં રહેલા રસને ખેચી ભોગવવાનો આરંભ કરવો તે) જીવે બાંધેલા કર્મના રસનો ઉદયકાળ ચાલુ હોય તે સમયે પોતાના વીર્ય-પરાક્રમથી જે કર્મોનો રસ સત્તામાં પડેલો છે તેને પણ 325