________________ દશવૈકાલિકની ચૂર્ણિમાં કહેલું છે કે સંયમી આત્મા સંયમનું પાલન કરતા કરતા પ્રત્યેક ક્ષણે વિચારે કે, મારાથી જે દોષો થાય છે તેને શું કોઇ જુએ છે કે નહિ, બીજું કોઈ ના જોતું હોય તો મારો આત્મા તો જુએ જ છે ને. આ પ્રમાણે જે વારંવાર પોતાના આત્માને દોષ સેવન કરતા પૂર્વે ટોકે છે. અટકાવે છે. તે સંયમી ભવ્યાત્મા ભવિષ્યકાળમાં આવનારા દોષોથી બચી જાય છે. મપિટ્ટ- અનુપૃષ્ઠ (.) (અનુક્રમ, પરિપાટી, આનુપૂર્વી) ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં હેમચંદ્રાચાર્યજી મહારાજે લખ્યું છે કે, વ્યવહારમાર્ગ અને ધર્મમાર્ગપ્રવર્તાવનાર યુગાદિદેવ આદિનાથના ઇક્વાકુ કુળની પરિપાટી અનુસાર તેમની પછી આવેલા અસંખ્ય રાજાઓમાંથી ચક્રવર્તી ભરતની જેમ કેટલાક મોક્ષે ગયા અને કેટલાક રાજાઓ દેવલોકમાં ગયા. જેના આધસ્થાપક સર્વોત્કૃષ્ટ હોય તેમની કુળપરંપરા પણ ઉત્તમકોટિની જ હોય ને ? મળુપુર્વ - અનુપૂર્વ (7) (ક્રમ, પરિપાટી, અનુક્રમ) આપણી પાસે સિનેજગતના હીરો-હીરોઇનોના નામો, તેમની પેઢી-દરપેઢીના નામોય છે. અંગ્રેજોના બસો વર્ષોનો ઇતિહાસ પણ | મોઢે છે. કયા સમયમાં ક્યા વાઇસરોય આવ્યા અને તેમણે કયા કામો કર્યા તે પણ ખબર છે. પરંતુ જેમના શાસનમાં જીવી રહ્યા છે તે ભગવાન મહાવીર સ્વામીની પાટે કયા કયા ક્રમે ક્યા કયા મહાપુરુષો આવ્યા, અને તેમણે લોકહિત માટે કેવા કેવા ભગીરથ કાર્યો કર્યા છે તેનું જ્ઞાન નથી. ગાંધીજીના શબ્દો યાદ આવે છે કે, જેને પોતાની ગલીના રસ્તાની ખબર નથી અને દેશના નકશાઓની ચર્ચા કરે છે. માનપૂર્ચ (જ.). (મૂળક્રમ, આદ્યપરિપાટી) સ્થાનાંગસૂત્રમાં લખેલું છે કે, જેનું કુળ પરાપૂર્વથી ઉજ્જવળ છે. જેના પૂર્વજોનું જીવન અને શીલ બન્ને પવિત્ર છે તેવા ઉત્તમકુળમાં સ્વજાતિ અને સમયની અનુકૂળ સ્થિતિમાં ઉત્પન્ન થયેલ સંતાનમાં રૂપ, ગુણ અને બળ આદિ ઉત્તમ હોય છે. अणुपुव्वसो - अनुपूर्वशस् ( अव्य.) (અનુક્રમે, અનુક્રમ પ્રમાણે) ગુડ્ય - મન્ત્પતિત (ત્રિ.) (ઊડી ગયેલું, ઊડેલું, ઊર્ધ્વગતિ કરેલું) જે પક્ષી પાંજરામાં જ પુરાઈને મળતા પરાધીન સુખો પર જીવતું હોય તેને ગગનમાં વિહરનારા પક્ષીની સ્વતંત્રતાનું મૂલ્ય ખબર ન પડે. તેવી રીતે કર્મોનાં બંધનમાં રહીને સંસારના તુચ્છ સુખોની આદત પડી ગયેલા કર્માધીન જીવને કર્મોની જાળમાંથી છૂટીને સિદ્ધશિલામાં આત્મસ્વતંત્રતાનું શાશ્વત સુખ ભોગવનારા સિદ્ધોના સુખનું મૂલ્ય કેવી રીતે સમજાય ? મgujથ - કનુ () પ્રાથ (કું.) (નિગ્રંથ, સાધુ, મુનિ) કોઇ દુ:ખદ પરિસ્થિતિ કે અન્ય કોઇ કારણોસર નહિ, અપિતુ સ્વેચ્છાએ અને સમજણપૂર્વક વિરતિધર્મને વર્યા છે તેવા શ્રમણોના બાહ્યવસોમાં કે મનમાં કોઇ પણ પ્રકારની સ્કૂલ કે સૂક્ષ્મ ગાંઠ હોતી નથી. કેમ કે તેઓ સર્વ પ્રકારના પરિગ્રહના ત્યાગી હોય છે. ગ્રંથિ તેને રાખવી પડે છે જેને પરિગ્રહ રાખવાનો હોય, જ્યારે આ તો નિગ્રંથ છે. अणुप्पण्ण - अनुत्पन्न (त्रि.) (વર્તમાન સમયમાં અવિદ્યમાન, અપ્રાપ્ત, ઉત્પન્ન ન થયેલું). મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર ગ્રંથમાં કહ્યું છે કે, ચિત્તમાં ઉત્પન્ન થનારા કપાયોનો હ્રાસ વરસાદના અભાવમાં થયેલા મંડૂકચૂર્ણ જેવો ન કરતા અગ્નિમાં બાળી નાખેલા ચૂર્ણ જેવો કરજો. અન્યથા જેમ વરસાદના અભાવમાં ભલે દેડકા દેખાતા ન હોય પરંતુ જેવો પાણીનો સંયોગ મળશે કે તરત જ તેઓ ઉત્પન્ન થશે. તેવી રીતે વર્તમાન સમયમાં ભલે કષાયોનું અસ્તિત્વ અવિદ્યમાન હોય. પરંતુ જેવા ઉપસર્નાદિનો સંયોગ થશે કે તરત જ તે બહાર આવી જશે. આથી આપત્તિની પૂર્વે ચેતે તે જ પંડિત છે. 319