________________ જો સંયમમાં પ્રમાદ કે અતિચારોનું સેવન થાય તો આમર્ષોષધ્યાદિ લબ્ધિઓનો પણ મુનિજીવનમાંથી અભાવ થઇ જાય. યાદ રાખજે. ! આ લબ્ધિઓ વિશિષ્ટ ચારિત્રપાલનના પ્રભાવે જ પ્રાપ્ત થતી હોય છે અને તેની વિદ્યમાનતા થકી જ ટકતી હોય છે. મળgિયંત - અદ્ધિમત્તેત્રિ.) (લબ્ધિવંત નહિ, ઋદ્ધિને પ્રાપ્ત ન થયેલું). હિમવંત, હિરણ્યવંત આદિ 30 અકર્મભૂમિઓમાં અને પ૬ અંતરદ્વીપોમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને અસિ, મસી કે કૃષિ વિષયક કોઈપણ પ્રકારનો વ્યવહાર ન હોવાથી તેઓ ધનાદિ ઋદ્ધિ વગરના હોય છે. આ ભરતક્ષેત્રતથા ઐરાવતક્ષેત્રમાં પણ યુગલિકકાળમાં લોકો ધનાદિ ઋદ્ધિરહિત હોય છે. તેમને જે-જે વસ્તુઓની જરૂરિયાત હોય તે-તે વસ્તુઓ કલ્પવૃક્ષો પાસેથી પ્રાપ્ત કરે છે. મurક્રિય - માનઘિ (પુ.) (દરિદ્રી એવો દીક્ષિત) ગીતાર્થ મહાપુરુષો દરિદ્રી કે ભિક્ષક જીવની જો યોગ્યતા જણાય તો તેને પણ દીક્ષા આપે છે. અનેક દિવસોનો ભૂખ્યો ભિખારી જે માત્ર ભોજન માટે જ દીક્ષા લઈ રહ્યો છે તેને પણ જ્ઞાની આર્યસુહસ્તિસૂરિએ દીક્ષા આપી. એ ભિખારીના જીવે પછીના ભાવમાં સમ્રા સંપ્રતિ બનીને જૈનશાસનની કીર્તિપતાકાને દશેય દિશાઓમાં લહેરાવી હતી. ગાવ - નિહ્ન (પુ.) (સિદ્ધાન્તના સત્ય અર્થને નહીં છુપાવનાર, સિદ્ધાન્તને યથાતથ્ય કહેનાર, નિદ્વવત્વ રહિત) શાસ્ત્રમાં કહ્યું છે કે સિદ્ધાન્તના અપલોપ જેવું કોઈ પાપ નથી. વીતરાગના શાસનમાં ગમે તેવો ચમરબંધી કેમ ન હોય પણ જો તે સિદ્ધાંત વિરુદ્ધ જઈ પ્રરૂપણા કરે કે સંઘમાન્ય નિયમની અવગણના કરે તે નિદ્ભવ છે. તેવી કોઈપણ વ્યક્તિ હોય, ચાહે ધુરંધર આચાર્ય કે મુનિ હોય તો પણ તેને સંઘબાહ્ય કર્યાના ઘણા દાખલાઓ જૈનશાસનના ઇતિહાસમાં નોંધાયેલા છે. દિવ -- નિવન (જ.) (જેની પાસે અભ્યાસ કર્યો હોય તેનું નામ ન છુપાવવું તે, હોય તેવું કહેવું તે, જ્ઞાનનો પાંચમો આચાર) આગમજ્ઞાનનો બોધ અથવા જેની પાસેથી જ્ઞાનરસનું પાન કર્યું હોય તે જ્ઞાનદાતા ગુરુનું નામ જણાવવાથી લોકોમાં પોતાનું ખરાબ દેખાશે કે નીચાજોણું થશે એવી કોઈ આશંકાથી જ્ઞાનદાતા ગુરુનું નામ છુપાવે, ખોટું જણાવે તેને શાસ્ત્રમાં નિતવન કહેવાય છે. જે ન છુપાવે તે અનિદ્ભવ છે. ભણેલા જ્ઞાનને કે જેની પાસે ભણ્યા હોય તે ગુરુને ન ગોપવવા તે જ્ઞાનનો પાંચમો આચાર છે. પાવભાજી નિહુવાન (જ.). (સત્ય વાતને નહીં છુપાવતો, ખરી વાતને નહીં ગોપવતો) જે વ્યક્તિ ડૉક્ટર પાસે પોતાને થયેલા રોગના લક્ષણો છુપાવે છે તેનો ઇલાજ થવો અઘરો છે. પ્રાય: દુ:શક્ય છે અને જે છુપાવતો નથી તેનો ઈલાજ તુરંત થઈ શકે છે, તેમ જે ગુરુ ભગવંત પાસે પોતાને આવતા શુભાશુભ વિચારો જણાવે છે તેને જ ગુરુદેવ કલ્યાણકારી માર્ગ બતાવી શકે છે. જે ગોપવે છે તેનો કોઈ રસ્તો નીકળી શકતો નથી. તિય - નિત્ય (વિ.) (અનિત્ય, અસ્થિર, નાશવંત, ક્ષણભંગુર) આઠકર્મની 158 ઉત્તર પ્રકૃતિમાં એક પ્રકાર આવે છે અસ્થિર નામકર્મ. આ કર્મનો ગુણધર્મ છે કોઈપણ વસ્તુને અસ્થિર રાખવી. આપણે બોલવા માટે જીભ હલાવીએ છીએ, આંખો ફેરવી શકીએ છીએ. હાથ-પગનું હલન-ચલન કરીએ છીએ તે બધું આ અસ્થિર નામકર્મને આભારી છે. ખરેખર આઠકર્મના પ્રાથમિક સિદ્ધાંતોને જાણનારો ખૂબ જ્ઞાનાનંદને અનુભવે છે. મલ્લિંગ - અનિત્થસ્થ (ત્રિ.) (કોઈ લૌકિક પ્રકારે ન રહેનારું, પરિમંડલાદિ સંસ્થાન વગરનું, અલૌકિક પ્રકારની સ્થિતિવાળું સંસ્થાન 2. અનિયતાકાર) અનિયતાકારવાળા પત્થરને શિલ્પી હાથમાં લઇને તેને ઘડે છે. અને તેને એક સુંદર રૂપ આપીને પ્રદર્શનમાં મૂકે ત્યારે તેને જોઇને લોકના મુખમાંથી આહ!ને વાહ! નીકળતી હોય છે. તેમાં મહાનતા પત્થરની નહીં પણ તેને ઘડનારા શિલ્પીની છે. તેમ કોઇપણ આકાર વગરના અણઘડ પત્થર જેવા શિષ્યના જીવનને ગુરુરૂપી શિલ્પી જ્ઞાન-દર્શન અને ચારિત્રના ઓપ વડે ઘડે છે ત્યારે તે 282