________________ લાખ યોનિઓમાં ખોવાઈ જતા હોય છે. મામ - નામ (ઈ.). (જીવનો અનુપઘાત, જીવને ઉપદ્રવ ન કરવો તે 2. સાવઘયોગ રહિત) સ્થાનાંગસૂત્રના સાતમાં સ્થાનમાં 1. પૃથ્વીકાય 2. અખાય 3. વાઉકાય, 4. તેઉકાય છે. વનસ્પતિકાય 6. ત્રસકાય અને 7. અવકાય એમ સાત પ્રકારના અનારંભ કહેલા છે. જીવોને સીધે સીધી રીતે કે અજીવ પદાર્થના માધ્યમથી ત્રાસ પહોંચાડવો તે આરંભ કહેવાય છે. જ્યારે જીવોની દયા પાળવી તે અનારંભ કહેવાય છે. अणारंभजीवि (ण)- अनारम्भजीविन् (पुं.) (સાવદ્ય ક્રિયાને નહીં સેવનાર 2. સર્વસાવદ્યથી રહિત સાધુ). જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થવા છતાં પણ તેનાથી નિર્લેપ રહે છે. તેવી રીતે હિંસા પ્રચુર સંસારમાં જિનશાસનને પ્રાપ્ત કરેલા શ્રમણ ભગવંતો સાવદ્ય ક્રિયાનો સર્વથા ત્યાગ કરીને પોતાના આત્માને સંસારથી નિર્લેપ રાખે છે. આવા અનારંભ જીવનને જીવનારા સાધુ વિપુલકમની નિર્જરા કરતા રહી મુક્તિ મંજીલમાં પહોંચી જતા હોય છે. અ મદ્દા - અનારસ્મસ્થાન (જ.). (આરંભ રહિત સ્થાન, સાવદ્ય અનુષ્ઠાનની સર્વથા નિવૃત્તિ 2. અસાવધ આરંભ સ્થાન) સૂત્રકૃતાંગસૂત્ર દ્વિતીય શ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં કહેલું છે કે, જેનાથી એકાંતે મિથ્યાત્વ અને અસાધુતાની પ્રાપ્તિ થતી હોય તેવા સ્થાનોનો સંયમી આત્મા સર્વથા ત્યાગ કરે છે. સાવદ્ય અનુષ્ઠાનવાળા સ્થાનોના ત્યાગ અને સદનુષ્ઠાનના આચરણ દ્વારા તે સંયમપ્રાણની રક્ષા કરે છે. પદ્ધ - અનાશ્વ (ત્રિ.) (મહાપુરુષોએ નહીં આચરેલું તે) દરરોજ સ્નાત્રમાં બૃહત્ક્રાંતિ વખતે આપણે બોલતા હોઇએ છીએ કે, “મદાનનો વેન તિ: સ સ્થા' અર્થાત જે સુજ્ઞજનો છે તેઓ તીર્થંકરભગવંતો અને પૂર્વના મહાપુરુષોએ જે માર્ગનું આચરણ કર્યું હોય તે માર્ગે જ ચાલનારા હોય છે. જે માર્ગનું આચરણ તેઓએ નથી કર્યું તેનો ત્યાગ કરનારા હોય છે. આપણી ગણતરી શામાં છે? अणाराहय - अनाराधक (त्रि.) (વિરાધક, ધર્મવિરોધી). ચૌદપૂર્વધર ભગવંત શ્રીભદ્રબાહસ્વામીએ બારસાસ્ત્રમાં ચોવીસ તીર્થકરોના ચરિત્ર, વિરાવલી અને સામાચારીનું વર્ણન કર્યા બાદ આખા કલ્પસૂત્ર અને જિનશાસનનો સાર જણાવતા કહે છે કે, જીવે પ્રત્યેક આત્માને ખમવો જોઇએ અને ખમાવવો જોઇએ. જે જીવ ક્ષમા માગે છે અને આપે છે તે આરાધક બને છે અને જે જીવ ખમતો ય નથી ને ખમાવતો ય નથી તે આરાધક નહીં પણ વિરાધક બને છે. મરિય - અનાર્થ (પુ.) (આર્ય નહીં તે, અનાર્ય દેશવાસી, મ્લેચ્છ, પાપી, અકાર્યકારી 2. અજ્ઞાની 3. ધર્મસંજ્ઞા રહિત) ભારત એ સંસ્કૃતિ પ્રધાન દેશ હોઈ આર્ય દેશ છે. સંસ્કૃતિ ધર્મના આધારે બની હોય છે. વર્તમાનકાળમાં સર્વધર્મ સમભાવનાનો પ્રચાર કરનારા લોકો ઘણા બધા છબરડા વાળે છે. જે ધર્મમાં સંસ્કૃતિ વસી હોય ત્યાં સમભાવ હોય. અરે જે સંસ્કૃતિમાં માતાપિતાનો આદર, સહકુટુંબની ભાવના અને લાગણીના સંબંધો ન હોય તે સંસ્કૃતિ આપણા માટે હિતકારક કેવી રીતે બની શકે ? આવી સર્વધર્મ સમભાવના માટે તો એક જ ઉક્તિ લાગુ પડે છે. ‘હવેલી લેવા જતાં ગુજરાત ખોયું” अणारियट्ठाण - अनार्यस्थान (न.) (સાવદ્ય સ્થાન) સૂત્રકૃતાંગસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં અનાર્યસ્થાનનો અર્થ સાવદ્ય આરંભનું સ્થાન એવો કરેલો છે. અર્થાત માત્ર અનાર્ય દેશ એ જ અનાર્યસ્થાન નથી. પરંતુ જેટલા પણ આરંભસ્થાનો કે પાપસ્થાનો છે તે બધાયે અનાર્યસ્થાન જસમજવા જોઈએ. 268