SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ માનંતિય - અનામત્ય (અવ્ય.) (પૂડ્યા વિના, આમંત્રયા વિના). જિનશાસનમાં ધર્મ ગુવજ્ઞામાં રહેલો છે. મુમુક્ષુ જે દિવસથી પ્રવ્રજયા ગ્રહણ કરે છે તે દિવસથી તેનો આત્મિકવિકાસ કરવાની જવાબદારી ગુરુની બની જતી હોય છે. અને પ્રવૃજિત સાધુની જવાબદારી એ બને છે કે, પોતાના તન-મન અને આત્મા પર ગુવજ્ઞાની મહોર કોતરીને સર્વ આરાધનાઓ, ક્રિયાઓ ગુરુને પૂછીને જ કરે. આથી જ તો જીવવા માટે લેવામાં આવતો શ્વાસોશ્વાસ પણ ગુરુને પૂછ્યા વિના શ્રમણ લેતો નથી. તેના માટે દરરોજ સવારે પ્રતિક્રમણ પછી ગુરુવંદન વખતે દિવસ દરમ્યાન શ્વાસ લેવાની અનુજ્ઞા ગુરુ પાસે લેવામાં આવે છે. अणामियावाही - अनामिकव्याधि (पुं.) (અસાધ્ય રોગ, નામરહિત વ્યાધિ) અનાથીમુનિને પૂર્વ સંસારી અવસ્થામાં અસાધ્ય રોગ લાગુ પડ્યો હતો. કેટલાય વૈદ્ય, હકીમોને બોલાવ્યા પરંતુ, તે રોગ કેમેય કરીને મટતો ન હતો. કોઈ તેમનો રોગ દૂર કરી શકે તેમ નહોતું. છેવટે તેમણે સંકલ્પ કર્યો કે, જો આજની રાતે રોગ જશે તો સવારે દીક્ષા લઈશ. ચમત્કાર થયો. સવાર સુધીમાં તો રોગ ગાયબ. સંકલ્પ મુજબ તેઓ દીક્ષિત થયા. આ સત્ય દૃષ્ટાંત કહે છે કે, જો તમારા * જીવનમાં કોઇપણ જાતની અસાધ્ય તકલીફ હોય તો બધું જ છોડીને પરમાત્માના શરણે ચાલ્યા આવો. અસાધ્ય સંકટો પણ આસાન બની જશે. अणायंविल - अनाचामाम्ल (त्रि.) (આયંબિલ તપરહિત) જેવી રીતે તહેવારોના દિવસો લોકો માટે આનંદકારી હોય છે. નવા નવા કપડાં પહેરે છે, નવી નવી વાનગીઓ ઘરે બનાવે છે. એકબીજાના ઘરે આવન-જાવન થાય છે. ચહેરા પર એક અનેરી ચમક હોય છે. જે વ્યક્તિ તહેવારના દિવસો ગુમાવે તેને આપણે દુર્ભાગી કહીએ છીએ. તેવી રીતે આરાધક આત્મા માટે આરાધનાના દિવસો આનંદકારી હોય છે. તપના દિવસોમાં તે આયંબિલ, ઉપવાસાદિ તપ કરીને પર્વોની ઉજવણી કરે છે અને જે આત્મા આંબિલ વગેરે તારહિત પર્વ કાઢે છે તેના જેવો દુર્ભાગી ખરેખર બીજો કોઇ નથી. અUTયા - મનાય (કું.) (નેતારહિત, નાયુકરહિત 2. સ્વતંત્ર 3. ચક્રવર્તી આદિ). જેઓ ઘેટા જેવા વર્તનવાળા છે તેવા જીવોને આગળ જવા માટે તેને દોરનાર નેતાની જરૂર પડે છે. પરંતુ જેઓ સિંહ જેવી વૃત્તિવાળા છે તેવા ચક્રવર્તી વગેરે જીવો પોતાના પરાક્રમના બળે કાર્યસિદ્ધિ કરનારા હોય છે. તેમને અન્ય કોઈ નાયકની જરૂર પડતી નથી. તેઓ સ્વયં પોતાના નાયક હોય છે. ત્રજ્ઞાત (ત્તિ.). (સ્વજનરહિત, એકલો 2. નિર્બોધ, અજ્ઞાની) ગીતાંજલિ કાવ્યના રચયિતા રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યની એક પંક્તિ છે. ‘એકલો જાને રે’ હે ભાઇજો તારે તારું આત્મકલ્યાણ જ સાધવું છે, પોતાના હિતની જ કામના છે તો પછી બીજાની રાહ જોવાની જરૂર નથી. એકલો ચાલ્યો જા. આચારાંગ સૂત્રમાં પણ ભગવાને કહેલું છે કે, આ સંસારમાં આત્મા એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. તેની સાથે અન્ય કોઇ જતું નથી. પછી કુટુંબ કબીલાની આટલી બધી ચિંતા શા માટે? ૩/યયન -- અનાયત્તન (1) (રહેવાને અયોગ્ય સ્થાન, નાટકશાળા, વેશ્યાગૃહાદિ, પાસસ્થાઓને રહેવાનું સ્થાન) યોગશાસ્ત્ર ગ્રંથના દ્વિતીય પ્રકાશમાં શ્રાવકે કેવા ઘરમાં રહેવું જોઇએ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્રમાં કહેલા ગૃહમાં વાસ તે ઘર ઉત્તરોત્તર સમૃદ્ધિસાધક બને છે. અન્યથા અયોગ્ય સ્થાનમાં વસવાટ કરવાથી શ્રાવકે નહીં વિચારેલા સંકટોનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે સાધુ માટે પણ ઉતરવા યોગ્ય અને નહીં ઉતરવા યોગ્ય એવા બન્ને પ્રકારના સ્થાનોનું 365
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy