SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ અને અંતથી રહિત છે તેવો આ સંસાર અનાદિઅનન્ત છે. ત્રણે જગતમાં અવસ્થિત આકાશ, ધમસ્તિકાય, અધમસ્તિકાય જીવ, પુદગલ અને કાળ એ છ દ્રવ્યોનો આદિ-અન્ત ન હોવાથી શાસ્ત્રોમાં અનાદિ-અનન્ત માનવામાં આવેલા છે. માફrs () - ગાયનાન્ (.) (અનાદેય નામકર્મ, નામકર્મનો એક ભેદ) કોઈ વ્યક્તિનું વચન હિતકારી અને યોગ્ય હોવા છતાંય અન્યને રુચિકર ન બને કે માનવા લાયક ન લાગે તો સમજી લો કે તેણે બાંધેલા અનાદેય નામકર્મનોં જ તેમાં પ્રભાવ છે.આ કર્મના ઉદયથી જીવનું હિતકારી વચન પણ આદરપાત્ર ન બનતાં માત્ર અનાદર પાત્ર બને છે. યાદ રાખો, પરમાત્માની વાણીનો, ગુરુ-વડીલ-માતા-પિતાના વચનોનો અનાદર કરવાથી આ કર્મ બંધાય છે. જાણતાં-અજાણતાં પૂજય વ્યક્તિનો કે આદરપાત્રનો આદર-સત્કાર ન કરવાથી કે તિરસ્કાર કરવાથી પણ એવું કર્મ બંધાય છે. अणाइ (ए) ज्जवयणपच्चायाय - अनादेयवचनप्रत्याजात (त्रि.) (અનુપાદેય વચનને ઉત્પન્ન કરનાર) મUITMENT - અનાદિનિધન (ત્રિ.) (આઘન્તરહિત, નિત્ય, અનુત્પન્ન શાશ્વત) જેની ક્યારેય ઉત્પત્તિ ન થઈ હોય અને અંત પણ ન હોય તેને શાશ્વત કહેવાય છે. શાસ્ત્રીય પરિભાષામાં તેને અનાદિ અપર્યવસિત એટલે કે ઉત્પત્તિ અને અંતરહિત કહેવાય છે. એટલા માટે આત્માને અને તેના જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીયદિ ગુણોને અનાદિનિધન માન્યા છે. મM/30 - મરીખ (ત્રિ.) (સાધુને આચરવા યોગ્ય નહીં તે, અકલ્પનીય) મહાપુરુષોના જીવન અનુસાર આચરણા કરવાની જગ્યાએ તેમણે કહેલા ઉપદેશ અનુસાર જીવનયાપન કરવું જોઈએ. પરમાત્મા મહાવીરસ્વામી માટે દેવો છત્રત્રય, સમવસરણ આદિની રચના કરે છે, તે તો તીર્થકર નામકર્મના પ્રકૃષ્ટ પુણ્યોદયના કારણે કરવામાં આવતું હતું, પરંતુ તેમના જેવું આચરણ તેમના શિષ્યો કે અનુગામી સાધુ ભગવંતો માટે અકલ્પનીય બને છે. મળફુવંજ - નાવિન્ય (કું.) (અનાદિબંધ, કર્મબંધનો ભેદ વિશેષ) જે અનાદિકાળથી સંતતિભાવથી ચાલતું આવે, ક્યારેયવિનષ્ટ ન થાય તે અનાદિબંધ છે. સંસારી જીવોનો કર્મબંધ પણ અનાદિકાળથી વંશ પરંપરાની જેમ સતત ચાલતો રહ્યો છે. એવું કર્મ કે જેમાં વચ્ચે ક્યારેય વ્યવધાન ન આવતું હોય તેને અનાદિબંધકર્મ કહેવાય अणाइभव - अनादिभव (पुं.) (અનાદિકાલીન સંસાર) કર્માધીન જીવના ભવોની પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે. સૂમ નિગોદમાંથી ભવિતવ્યતાના બળે બહાર નીકળ્યા પછી પ્રારંભ થયેલી પ્રત્યક્ષ સંસારયાત્રામાં જીવ એક ભવમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ સતત ભવભ્રમણ કરતો રહ્યો છે. अणाइभवदव्वलिंग -- अनादिभवद्रव्यलिङ्ग (न.) (અનાદિકાલીન ભાવ વગરનું દ્રવ્ય ચારિત્ર) શાસ્ત્રકારો જણાવે છે કે, જીવે ભૂતકાળમાં અસંખ્યવાર ચારિત્રનું પાલન કર્યું છે પણ તેના સંસારપરિભ્રમણનો અંત નથી આવ્યો, તેમ થવામાં કારણ ભાવરહિત દ્રવ્યચારિત્ર છે. માત્ર મુંડન કરાવી વેશ પહેરવાથી સાચા ચારિત્રી નથી બનતું પણ મનના મુંડનથી ભાવચારિત્રની પરિપાલના આવે છે. તેનાથી પ્રત્યેક ક્ષણે અનંતા કર્મો ખપે છે અને બહુ જ થોડા ભવોમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. મUTIકૃય -- અજ્ઞાતિw (ત્રિ.) (સ્વજન રહિત, કટુંબ વગરનો, એકલો) 254
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy