________________ अड्डाइज्जदीवसमुद्दतदेक्कदेसभाग - अर्धतृतीयद्वीपसमुद्रतदेकदेशभाग (पुं.) (અઢી દ્વીપ સમુદ્રનો વિવક્ષિત ભાગ) જબૂદ્વીપ, ધાતકીખંડ તેમજ પુષ્કરવરદ્વીપનો અર્ધો ભાગ એટલે પુષ્કરાર્ધદ્વીપ તથા લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્રનો વિવક્ષિત ભાગ. આ અઢીદ્વીપસમુદ્રના પ્રદેશ પૈકીના કહેવાયેલા કોઈપણ ભાગને અધતતીયદ્વીપસમુદ્ર તકદેશભાગ કહેવામાં આવે છે. માપદતિ - પતિ ( .) (ઋતુ પ્રમાણે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપના પરિમાણમાં વધ-ઘટ કરવી તે) વિશેષાવશ્યકભાષ્યમાં તપના પ્રકારો વર્ણવ્યા છે તે પૈકીના તપનો આ એક પ્રકાર છે. ઉદાહરણ તરીકે ઉનાળામાં જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ ઉપવાસ કરવા. ત્યારબાદ શિયાળામાં જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટરૂપે ચાર ઉપવાસ કરવા. એ જ રીતે વર્ષમાં કરવા ઇત્યાદિ સ્વરૂપ સમજવું. મi - ગાયત્વ (1) (ધનીપણું, શ્રીમંતાઈ) હું ધનવાન છું, હું ઐશ્વર્યવાળો છું, મારી ખૂબ મોટી શ્રીમંતાઈ છે, હું સૌથી વધુ સમૃદ્ધિવાળો છું એમ ધનના મમત્વભાવથી પોતાની શ્રીમંતાઈનું અભિમાન કરે તેને જ્ઞાનીઓએ મૂર્ખ કહ્યો છે. કારણ કે આ બધું તો નશ્વર છે અને પુણ્ય કર્મને આધીન છે. આજેજ્જા (સ્ત્રી.) (ધની પુરુષે કરેલો સત્કાર, શ્રીમતે કરેલો સત્કાર) ખાવા માટે દીક્ષા લીધેલા ભિખારીનો જીવ જ્યારે મરણાસન્ન થયો ત્યારે શ્રીમંતો દ્વારા પોતાની સેવા-સુશ્રુષા થતી જોઈ અને પોતાના આત્મામાં જૈનધર્મ પ્રત્યે અહોભાવ જાગ્યો. મરીને તરત જ સમ્રા સંપ્રતિ નામે જૈન ધર્મી રાજા બન્યો, જેણે રોજે એક જૈન મંદિરનો પાયો નાખી નવકારશી કરવાનો નિયમ લીધો હતો. મૉમ - (.) (જૈન સાધ્વીને પહેરવાનું એક વસ્ત્રવિશેષ) સાધ્વીજી ભગવંતોને કેડ અને સાથળના ભાગે પહેરવાનું એક વસ જેને શાસ્ત્રીય ભાષામાં અર્ધા કહે છે. આ વસ્ત્ર મલ્લને પહેરવાની ચડી જેવું હોય છે. આ વસ્ત્ર અવગ્રહાન્તક પટ્ટની ઉપર કેડને વીંટી લઈ સાથળ ઉપર કશથી બાંધવાનું હોય છે. અT - (અવ્ય.). (નિષેધ-પ્રતિષેધ વાચી અવ્યય) “અણ” કે “અ” નિષેધવાચી અવ્યય છે. જે પ્રકરણાનુસાર, વિવિધ અર્થોમાં વપરાયો છે. નંદીસૂત્ર, જ્ઞાતાધર્મકથાંગસૂત્ર, સમવાયાંગસૂત્ર, વિશેષાવશ્યકભાષ્ય, પઉમચરિય આદિ ગ્રંથોમાં તે વિરોધ-ઊલટાપણું, અયોગ્યતા-અનુચિતપણું, અલ્પતા-થોડાપણું, અભાવ : અવિદ્યમાનતા, ભેદ-ભિન્નતા, સાદશ્ય-તુલ્યતા, અપ્રશસ્તપણું-બુરાઈ અને લધુતા-તુચ્છતા વગેરે અર્થોમાં વપરાયો છે. મા - ૩પ (). (પાપ 2. કર્મ 3. ગતિ 4. શબ્દ 5. ક્રોધાદિ કષાય). જીવો જેના પ્રતાપે એક યોનિમાંથી બીજી યોનિમાં જન્મ અને પાછા મરણ પામી ત્રીજી ચોથી એમ અન્યાન્ય યોનિઓમાં જન્મમરણની પરંપરા પામ્યા કરે તેને પાપ કહે છે. આ “અણ' શબ્દ પાપના અર્થમાં જ્ઞાતાધર્મકથાંગસૂત્રમાં વપરાયેલો છે. મન () (કષાય, અનંતાનુબંધી ક્રોધાદિ ચાર કષાય) સમુદાયવાચી શબ્દના એક દેશ અર્થાતુ, અંશને ગ્રહણ કરવાથી પૂરા સમુદાયનું ગ્રહણ કરાય છે એ ન્યાયે ‘મન’ શબ્દ થકી અનંતાનુબંધી ચારેય કષાય ગ્રહણ કરાય છે. સમજી રાખો કે, ક્રોધ-માન-માયા અને લોભ આ ચારેય કષાયોના કારણે જીવ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. કષાય પર વિજય એ જ ખરેખરી મુક્તિ છે. 114