SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ આવા સ્વભાવવાળી માયાનો ઉદય થતાં તેને નષ્ટ કરવામાં હંમેશા તત્પર રહે અને આર્જવ ગુણથી તેનો નિગ્રહ કરે. Mવમાઘ - માવાવ (પુ.) (અશઠતા, સરળતા, અમાયાવી ભાવ, કપટનો અભાવ) ત્રકષભદેવ ભગવાનના શાસનના જીવો ઋજુ અને જડ કહેવામાં આવેલા છે. તેઓનું બૌદ્ધિકસ્તર વિશિષ્ટ કક્ષાનું ન હોવાથી જલદી કોઈ વાતનું તાત્પર્ય સમજી શકતા ન હતા. પરંતુ તેઓમાં આર્જવભાવ શ્રેષ્ઠ કક્ષાનો હોવાથી પોતે કરેલું શુભાશુભ વર્તન કોઈ પાસે છુપાવતા ન હતા તથા ઋજુ અને કાશ કક્ષાનો જીવ તેમને ભૂલ સમજાવે તો સરળતાથી તેનો સ્વીકાર કરીને પ્રાયશ્ચિત્ત કરી લેતા હતા. યાદ રાખજો! વક્રતા મોક્ષમાર્ગ માટે બાધક અને ચારિત્રજીવન માટે વિધાતક કહેલી છે. વથા - ગાર્નવતા (સ્ત્રી.) (ઋજુતા, સરળતા, માયા-કપટ-દંભનો ત્યાગ, શ્રમણધર્મનો એક ભેદ) ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનમાં લખેલું છે કે, જે જીવ શરીરની વિપરીત ચેષ્ટા ન કરવા વડે કાયાથી, ઉપહાસ, કટાક્ષના ત્યાગરૂપી ભાષાથી અને સ્વ કે પરના અહિત ચિંતનના ત્યાગરૂપી મનથી આર્જવતાને આચરે છે તે જ આત્મા ધર્મના આરાધક બની શકે છે. કારણ કે વિશુદ્ધ અધ્યવસાયના બળે અન્ય જન્મમાં પણ જીવને ધર્મની પ્રાપ્તિ સુલભ થાય છે. માનવિય - આર્જવ (જ.) (અમાયાવીપણું, સરળતા, અશઠતા) શાસ્ત્રમાં લખેલું છે કે, “નામાંવિનામાવની માયા' અર્થાત્ માયા ક્યારેય પણ લોભ વગર રહી શકતી નથી અને જે લોભી પુરુષ છે તે ક્યારેય પણ સરળતા આચરી શકતો નથી, પરંતુ જેણે આર્જવગુણથી માયા પર વિજય મેળવ્યો છે તેણે લોભ ઉપર વિજય મેળવ્યો છે એમ નિશ્ચયપૂર્વક સમજવું જોઈએ. સન્મવેર - આર્થર્વવ () (હારિતસ ગોત્રીય શ્રીગુપ્તથી નીકળેલું ચારણગણનું છઠ્ઠ કુળ) કલ્પસત્રની થેરાવલીમાં જણાવ્યું છે કે, હારીતસ ગોત્રવાળા આર્યશ્રીગુપ્ત થકી નીકળેલા ચારણમુનિઓના છઠ્ઠા કુળનું નામ આર્યવટક હતું. અન્નમય -- માર્યક્ષમતા (કું.) (આર્ય સિંહગિરિના શિષ્ય) આર્યસમિત આર્યવજસ્વામીના સંસારી પક્ષે મામા અને આર્યસિંહગિરિના શિષ્ય હતા. તેઓએ પોતાના યોગમભાવથી અચલપુરની નજીકમાં આવેલા બહ્મદીપમાં પગ ઉપર લેપ લગાવીને જલ પર ચાલતા તાપસને જીત્યો હતો અને તેના શિષ્યો સહિત તેને દીક્ષા આપી હતી. તેમનાથી બ્રહ્મદીપિકા શાખા નીકળી હતી. अज्जसमुद्द - आर्यसमुद्र (पुं.) (આર્ય શાંડિલ્યના શિષ્ય, ઉદધિ-સમુદ્ર નામા આચાર્ય) આર્યસમુદ્ર આર્યશાંડિલ્યના શિષ્ય અને ઉદધિ આચાર્ય નામે પ્રસિદ્ધ હતા. અંત સમયે તેઓનું જંઘાબળ ક્ષીણ થઈ ગયું જેના કારણે તેઓની અસમાધિ વધી ગઇ અને તેઓ અસમાધિ અવસ્થામાં જ મૃત્યુ પામ્યા તેવું વૃદ્ધસંપ્રદાયનું કથન છે. આ વર્ણન આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના આઠમા અધ્યાયના પ્રથમ ઉદ્દેશમાં કરેલું છે. अज्जसाम - आर्यश्याम (पुं.) (શ્યામાચાર્ય, જેમનું બીજું નામ કાલકાચાર્ય હતું). શ્યામાચાર્ય 45 આગમોમાં આવતા પ્રજ્ઞાપનાસૂત્ર નામક આગમના કર્યા છે અને તેઓ કાલકાચાર્યના નામથી પણ ઓળખાય છે. તેઓ વાચકવંશમાં થયા હતા. તેમણે પોતાના શિષ્યોને શ્રુતસાગરના રહસ્યો આપ્યા હતા. અળસુરિ () - માસુતિન (.) (આર્ય સ્થલિભદ્રસ્વામીના સ્થવિર શિષ્ય, આર્ય સુહસ્તિસૂરિ). 174
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy