SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ અવ્યક્રમ - સર્વા (.) (પર્વે નહીં કરવા યોગ્ય અની અર્ચના કરવી તે, અર્ચા કરવી 2. રાજાદિની પ્રશંસા-ખુશામદ કરવી તે) ત્રણે ભુવનમાં પૂજનીય એવા પરમાત્માની પૂજા અર્ચના મનુષ્યને ત્રણેય જગતમાં જે પણ શ્રેષ્ઠતમ સુખો છે તેની પ્રાપ્તિ કરાવી આપે છે. પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજીએ કહ્યું છે કે, “મિતિવી પરમાનન્દજંપલા' અર્થાતુ પરમાત્માની ભક્તિ-સેવાપૂજા એ પરમાનન્દ એટલે મોક્ષસુખનું બીજ છે. જૈનશાસનના તત્ત્વજ્ઞાનનું અવગાહન કરીને તેમણે આ જ રહસ્ય આપણને બતાવ્યું છે. વુડ - મયુર (2) (અતિ ઉત્કટ, અત્યન્ત ઉન્નત, અમ્મુન્નત 2. અતિ ઉગ્ર) મહર્ષિઓએ કહ્યું છે કે, અતિ ઉત્કટભાવે કરેલી મન-વચન-કાયાની સતુ કે અસત્ પ્રવૃત્તિનું ફળ જીવને તાત્કાલિક પ્રાપ્ત થતું હોય છે. ઘણા લોકો અતિ ઉમ્રભાવે હિંસાદિ પ્રવૃત્તિ કરીને શીધ્રપણે પોતાના વિનાશ કે દુ:ખને નોતરે છે તો ભવ્યજીવો અતિ ઉન્નત ધર્મારાધના દ્વારા શીધ્ર સુખ-શાંતિનો અનુભવ કરે છે. अच्चुग्गकम्म - अत्युग्रकर्मन् (न.) (કર્કશ વેદનીય કર્મ, અતિ ઉગ્ર વેદનીયકર્મ). આઠકર્મો પૈકીના ત્રીજા વેદનીય કર્મના બે ભેદો કર્મગ્રંથોમાં વર્ણવ્યા છે. એક શાતા વેદનીય અને બીજું અશાતા વેદનીયકર્મ. શાતા વેદનીયકર્મના ફળરૂપે જીવ સુખનો અનુભવ કરે છે અને અશાતા વેદનીય એટલે કર્કશ વેદનીયકર્મ દુઃખનું કારણ છે, બીજાઓને સુખ-શાંતિ આપવાથી જીવ શાતા વેદનીયકર્મનો બંધ કરે છે. अच्चुग्गकम्मडहण - अत्युग्रकर्मदहन (त्रि.) (અત્યુઝ કર્કશ વેદનીય કર્મનું દહન કરનાર 2. અતિ ઉગ્રકર્મને નષ્ટ કરનાર) ધર્મસંગ્રહમાં સંસારથી નિરપેક્ષ થયેલા સાધુના યતિધર્મની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, અતિ ઉદ્મચારિત્રપાલન દ્વારા મુનિ પોતાના કર્કશ કર્મોનો વિગમ કરે. અર્થાત સાધુ જ્ઞાન-ધ્યાન-ચારિત્રાદિ દ્વારા પોતાના ક્લિષ્ટ કર્મોને જડમૂળથી ઉખાડીને ફેંકી દે કે જેના પ્રભાવે તે મુનિ અવ્યાબાધ સુખનો ભોક્તા બને છે. એવુવિર્ય -- સત્યવ્રત (ત્રિ.). (લોકોમાં અત્યન્ત શ્લાઘનીય, અતિ પ્રશંસનીય) દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા પ્રકરણમાં કહેવાયું છે કે, માતાની ઔચિત્યની પ્રવૃત્તિ સર્વત્ર અબાધિત વર્તે છે. યાવત તે ગર્ભવતી હોય તો પણ તેનાજુક સમયમાં પોતાના બાળક પ્રત્યેની મમતાથી પોતે જાતે કષ્ટ સહન કરી લઈ તેના હિત માટે હંમેશા જગરુકતા રાખે છે. આ જગતમાં માતાની મમતા અને નિઃસ્વાર્થ પ્રેમ ખરેખર અજોડ છે. કોઈપણ ધર્મના ઉપદેશકો અને કવિઓએ આદરભાવે માતૃહૃદયની ખૂબ-ખૂબ પ્રશંસા કરી છે. તેથી જ તો લોકગીતોમાં ગવાયું છે “મીઠાં મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' અવ્વય - અસ્થિત (ત્રિ.). (અત્યંત અનુચિત કાર્ય કરવા માટે ઉઘુક્ત થયેલું, અઘટિતકાર્ય કરવા તૈયાર થયેલું) પોતાની પ્રેયસીનું માથું વધેરવાનું અત્યંત અઘટિત કાર્ય કરનારા ચિલાતીપુત્રને જ્યારે વિદ્યાચારણ મુનિવરે ઉપશમ, સંવર, વિવેકનું સુત્ર આપ્યું અને તેના પર ચિંતન કરનારા પેલા શ્રીહત્યારા ચિલાતીપુત્રે પશ્ચાત્તાપ દ્વારા કર્મ ખપાવીને પોતાનો ભવ સુધારી લીધો. મળ્યુv - મત્યુJI (ત્રિ.) (અત્યંત ઊનું-ગરમ 2. અતિશય ઉષ્ણ સ્વભાવવાળું) જેમ અતિગરમ તેલ કે પાણી વ્યક્તિને દઝાડી દે છે તેમ અતિ ઉષ્ણ સ્વભાવવાળા લોકો ગમે ત્યાં જાય, તેઓ કોઈના પણ પ્રીતિપાત્ર થતા નથી. વાતે વાતે અતિશય ગરમીનો પારો બતાવનારા તેઓ સર્વત્ર અળખામણા થઈ જતા હોય છે. માર્ગાનુસારી ગૃહસ્થ ન અતિ ઉઝ કે ન અતિ નમ્ર પરંતુ સમતોલવાળો વ્યવહાર રાખવો જોઈએ એમ શાસ્ત્રગ્રંથોમાં કહેવાયું છે. 141
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy