SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ કોઇ રાજકુમાર સર્વગુણ સંપન્ન હોવા છતાં માત્ર જીભની ખામીના કારણે રાજા થવાને અયોગ્ય ઠરે છે. તેમ જિનશાસનના રાજા સમાન આચાર્યપદને યોગ્ય સાધુ પણ સ્પષ્ટ અક્ષરભાષી હોવા જોઇએ. કેમકે સ્પષ્ટ વાક્યને કહેનાર હોવાથી તેઓ લોકને તત્ત્વોનો યથાર્થબોધ કરાવી શકે છે. બેશક ! આચાર્ય ભગવંતો જિનશાસનના રાજા સમાન છે. તેઓ શાસ્ત્રોના રહસ્યોનો સ્પષ્ટ બોધ કરાવે છે. ar - સ્ક્રિન (ત્રિ.). (આસક્તિકારક ધન-કનકાદિ રહિત, નિષ્પરિગ્રહી, શ્રમણ 2. દરિદ્ર) કિંચનનો અર્થ થાય છે કાંઇક દ્રવ્ય. પરંતુ જે દિવસથી માથાના વાળનું મુંડન કર્યું તેની સાથે સંસારના ભાવોને પણ મુંડી નાખનાર દીક્ષિત સાધુ અકિંચન કહેવાય છે. તેઓ પોતાના જીવનનિર્વાહ માટે કોઈ ધનાદિ દ્રવ્ય કે મનમાં મમત્વાદિ ભાવોનો પણ પરિગ્રહ કરતા નથી, વંદન હોજો તે નિષ્પરિગ્રહી અને અકિંચન શ્રમણોને. अकिंचणकर - अकिञ्चनकर (त्रि.) (અકિંચન એવા સાધુના અર્થપ્રયોજનને વગર કો સિદ્ધ કરનાર) શાસ્ત્રમાં શ્રાવક-શ્રાવિકાને સાધુના માતા-પિતા તરીકે વર્ણવ્યા છે. કારણ કે જેવી રીતે બાળક પોતાને જોઇતી વસ્તુની અપેક્ષા માતાપિતા જોડે રાખે અને માતા-પિતાએ પણ તેની અપેક્ષાઓની પૂર્તિ કરવી તે કર્તવ્ય છે તેવી રીતે નિષ્પરિગ્રહી સાધુઓ પણ નિર્દોષ શ્રમણજીવન જીવવા માટે જે અપેક્ષા રાખે તે અપેક્ષિત ગોચરી-પાણી વગેરેનું ધ્યાન પણ શ્રાવક-શ્રાવિકા રૂપી માતા-પિતાએ રાખવું તે તેમનું પરમ કર્તવ્ય છે. અકિંચનકર એવા સાધુઓ સમ્યગ જ્ઞાનાદિ દ્વારા લોકોપકાર કરી પોતાનું કર્તવ્ય અદા કરી લેતા હોય છે. अकिंचणया - अकिञ्चनता (स्त्री.) (દરિદ્રપણું 2. નિષ્પરિગ્રહપણું) આગમોમાં અકિંચનતા કુલ ચાર પ્રકારની કહેવામાં આવી છે. મન અકિંચનતા, વચન અકિંચનતા, કાયઅકિંચનતા અને ઉપકરણ અકિંચનતા. ગમે તેવી પરિસ્થિતિમાં હોય તો પણ મનમાં દરિદ્રતાનો ભાવ લાવવો તે મનની અકિંચનતા છે. કોઇના ગુણોની અનુમોદના કરવામાં વચનો છૂપાવવા તે વચનની અકિંચનતા છે. જયારે શરીર ઉપર પણ મમત્વ ન રાખવા રૂપ કાયાની અકિંચનતા સમજવી અને જીવનયાપન સિવાયના અધિક મોજ-શોખ માટેના સાધનોનો પરિગ્રહ ન રાખવો તે ઉપકરણની અકિંચનતા છે. વિર - વિઝિર (પુ.) (એક પ્રકારનો હેત્વાભાસ) લાકડાની નાવ પોતેય તરે છે અને બીજાને પણ ઇચ્છિત સ્થાને પહોંચાડે છે. જયારે લોખંડની નાવ પોતે તો ડૂબે છે પરંતુ, તેમાં બેસેલાને પણ ડૂબાડે છે. ગુરુ પણ બે પ્રકારના છે. જે સ્વયં આચાર-વિચારથી શુદ્ધ હોઈ સંસાર સમુદ્રને તરે છે અને તેમના આશ્રિતને પણ તારે છે. જે લોખંડની નાવ જેવા ચારિત્રમાં ક્રિયાશૂન્ય-શિથિલ છે તે પોતે જ સંસાર સાગર તરવા અસમર્થ હોય છે તો પછી પોતાના આશ્રિતને કેવી રીતે તારી શકે? પોતેય ડૂબે અને આશ્રિતને પણ ડૂબાડે. જિગ્ન - મત્ય (1) (અપ્રશસ્ત, સાધુને ન કરવા યોગ્ય 2. કર્મરહિત) શ્રમણજીવન અત્યાર સુધી સંચિત કરેલા પાપો ક્ષય કરવા માટે છે. માટે જ પરમાત્માએ સાધુને ઉદેશીને કહેલું છે કે, હવે એવું એકપણ અકાર્ય ન આચરાય કે, જેથી નવા કર્મોનો બંધ થાય અને તમારું ભવભ્રમણ વધી જાય. સાધુજીવન સંસાર સમુદ્ર તરવા માટે છે પરંતુ, તરવાનું સાધન પામીને પણ તેનાથી જ ડૂબી જવા જેવું થાય તો તેના જેવું શરમનાક બીજું શું હોઈ શકે? અગ્લેિડા - હ્રસ્થાન (ન). (ચારિત્રના મૂળગુણાદિ ભાંગે તેવું અત્યનું સ્થાન) જગતમાં જેટલા પણ કાર્ય થાય છે તેની પાછળ બે કારણો કામ કરે છે એક ઉપાદાન અને બીજું નિમિત્તકારણ તેમાં નિમિત્તકારણ એટલે કોઇ ઘટના, પ્રસંગ, વ્યક્તિ, સ્થાન વગેરે. જીવને કર્મબંધ થાય છે તેમાં ઉપાદાનકારણ વ્યક્તિનો પોતાનો આત્મા છે અને નિમિત્તકારણ ઘટના, સ્થાનાદિ છે. પરમાત્માએ કર્મબંધના કુલ અઢાર સ્થાન બતાવ્યા છે. જેને પાપસ્થાનક કે અકૃત્યસ્થાન પણ
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy